________________
૧૦૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવયકાદિ દ્વાર/ ગાથા ૫૩૦-૫૩૧ પરિભોગ કરવાનો શાસ્ત્રમાં નિષેધ હોવાથી સાધુ દુવિહારનું પચ્ચખાણ ગ્રહણ કરતા નથી.
આશય એ છે કે કોઈ સંયોગોમાં સાધુ દુવિહારનું પચ્ચખાણ કરે તો તે દોષરૂપ નથી; કેમ કે સાધુ ચારેય પ્રકારની આહાર પ્રત્યે નિરભિમ્પંગ ચિત્તપૂર્વક તેવા કોઈ કારણથી પાન અને સ્વાદિમ આહારનો પરિભોગ કરે તો સાધુના સમભાવના પરિણામનો બાધ તો થતો નથી, પરંતુ અશન અને ખાદિમરૂપ બે પ્રકારના આહારના ત્યાગથી અપ્રમાદભાવથી વૃદ્ધિ થાય છે, માટે અપ્રમાદની વૃદ્ધિ અર્થે સાધુને પાણીની આવશ્યકતા જણાય ત્યારે સાધુ ત્રિવિધાહારનું પચ્ચખાણ ગ્રહણ કરે છે. વળી કોઈ સાધુને પૂર્વે ગૃહસ્થાવસ્થામાં પાન જેવા કોઈ પદાર્થ વાપરવાનું વ્યસન હોય, અને તે વ્યસનને કારણે તે સાધુનું ચિત્ત સ્વાદિમ આહાર વગર સ્વાધ્યાયાદિમાં દઢ પ્રવર્તતું ન હોય, તો સંયમની વૃદ્ધિ અર્થે તે નિરભિવંગ ચિત્તવાળા સાધુ દ્વિવિધાહારનું પણ પચ્ચખાણ ગ્રહણ કરે છે; તોપણ સાધુને પ્રાયઃ કરીને સ્વાદિમ અને ખાદિમ આહાર વાપરવાનો નિષેધ છે, તેથી સાધુઓ એકાસણામાં આહાર વાપરતી વખતે પણ સ્વાદિમ અને ખાદિમ આહાર વાપરતા નથી. આથી પચ્ચકખાણમાં સ્વાદિમ અને પાન એ બે આહારના અત્યાગરૂપ તથા અશન અને સ્વાદિમ એ બે આહારના ત્યાગરૂપ દ્વિવિધાહારના પચ્ચક્ખાણની આચરણા થતી નથી. //પ૩ ll અવતરણિકા :
'आकारैर्विशुद्धं 'इति व्याख्यातम्, अधुना 'उपयुक्ता' इत्यादि व्याचिख्यासुराह - અવતરણિતાર્થ
આગારોથી વિશુદ્ધ” એ પદનું વ્યાખ્યાન કરાયું. હવે “ઉપયુક્ત એવા સાધુઓ” ઈત્યાદિ પદને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
ગાથા ૫૦૪માં રાઈપ્રતિક્રમણની વિધિને અંતે કહેલ કે કતિકર્મ કરીને સર્વ સાધુઓ સાથે મળીને ગુરુની પાસે નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી ગાથા ૫૦૫માં પચ્ચકખાણ ગ્રહણ કરવાની વિધિ બતાવી. તેમાં પ્રથમ કહ્યું કે આગારોથી વિશુદ્ધ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી ગાથા ૫૦૬ થી ૫૩૦ સુધી આગારોથી વિશુદ્ધ એવા પચ્ચકખાણનું સ્વરૂપ બતાવ્યું. હવે ‘ઉપયુક્ત' પદનું અને “યથાવિધિ પદનું સ્વરૂપ બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – * અહીં “ફત્યાર' શબ્દથી નવિહી પદનું ગ્રહણ છે. ગાથા :
उवओगो एयं खलु एआ विगई न व त्ति जो जोगो ।
उच्चरणाई उ विही उड्ढे पि अ कज्जभोगगओ ॥५३१॥ અન્વયાર્થ:
અર્થ ઘનું=ખરેખર આ નવકારશી આદિ પચ્ચક્ખાણ, 3 વિમાનવ ત્તિ નો ગોળો=આ વિગઈઓ (ભોગ્ય) છે કે નહીં? એ પ્રકારનો જે યોગ, ૩વો =(એ) ઉપયોગ છે. ૩ઢરપટ્ટ=વળી ઉચ્ચારણાદિ ૩છું પિકઅને ઊર્ધ્વ પણ=પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી પણ, નમોનો -કાર્યભોગગત વિઠ્ઠી વિધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org