________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૦
૧oo
અન્વયાર્થ:
વં=આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ન્ને કાર્ય હોતે છતે ત્રિકોઈક રીતે વિરક્ષ વિક દ્વિવિધનું પણ=બે પ્રકારના આહારનું પણ, તંત્રતે ઇતર પચ્ચક્ખાણ, હો? થાય નહીં? રૂ વિતંત્રએ ચિંત્ય છે. (તેને ગ્રંથકાર કહે છે–) સવૅ સત્ય છેઃતારી વાત સાચી છે, નવફક્ત પાણ=પ્રાય: ગળોઃ યતિને મન્નપરિમોનો ન=અન્યનો પરિભોગ નથી=સ્વાદિમાદિ આહારનો પરિભોગ કરવાનો નથી. ગાથાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ રીતે કાર્ય હોતે છતે કોઈક રીતે દુવિહારનું પણ ઇત્વર પચ્ચકખાણ ન થઈ શકે? એ વિચારવું જોઈએ; તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, ફક્ત પ્રાયઃ સાધુને સ્વાદિમાદિ આહારનો પરિભોગ નથી. ટીકા : ___ एवं सूक्ष्मेक्षिकायां कथञ्चित् कार्ये-ग्लानादौ द्विविधस्याऽप्याहारस्य तद् इत्वरप्रत्याख्यानं न भवति, चिन्त्यमिदम् एतदपि प्राप्नोतीत्यर्थः, एतदाशङ्कयाह-सत्यमिष्यत एतत्, यते: प्रव्रजितस्य नवरं प्रायशो= बाहुल्येन नाऽन्यपरिभोगो=न स्वाद्यादिसेवनमतोऽनाचरणेति गाथार्थः ॥५३०॥ ટીકાઈઃ
આ પ્રકારની સૂમ ઇક્ષિકામાં-પૂર્વગાથામાં કહ્યું કે ત્રિવિધાહારનું ઇવર પચ્ચખાણ અપ્રમાદની સેવનાનું ફળ છે એ પ્રકારની સૂક્ષ્મ યુક્તિમાં, ગ્લાનાદિરૂપ કાર્ય હોતે છતે, કોઈક રીતે બે પ્રકારના પણ આહારનું તે-ઇત્વર પ્રત્યાખ્યાન, થાય નહીં એ ચિંત્ય છે, અર્થાત્ આ પણ પ્રાપ્ત થાય બે પ્રકારના આહારનું ઇવર પ્રત્યાખ્યાન પણ પ્રાપ્ત થાય. આ કથનની આશંકા કરીને કહે છે –
સત્ય છે, આ ઇચ્છાય છે બે પ્રકારના આહારનું ઇવર પ્રત્યાખ્યાન અમારા વડે સ્વીકારાય છે, ફક્ત પ્રાયઃ=બહુલપણાથી, યતિને=પ્રવ્રજિતને, અન્યનો પરિભોગ નથી=સ્વાદ્ય આદિનું સેવન નથી, આથી અનાચરણા છે દુવિહારનું પચ્ચકખાણ ગ્રહણ કરવાની આચરણા થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં સૂક્ષ્મ યુક્તિ બતાવવા દ્વારા ગ્રંથકારે સ્થાપન કર્યું કે તિવિહારનું પચ્ચખાણ અપ્રમાદના સેવનનું ફળ છે, તેનાથી સામાયિકના પરિણામનો બાધ થતો નથી; કેમ કે પાનરૂપ એકવિધ આહારનો પરિભોગ પણ સાધુ અભિવૃંગ વગર કરે છે.
આ પ્રકારની સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો, “ગ્લાનાદિ કાર્યમાં દ્વિવિધ આહારનું પચ્ચખાણ પણ કોઈક રીતે પ્રાપ્ત થાય.” એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે જેમ સાધુને તિવિહારના પચ્ચખાણની પ્રાપ્તિ છે તેમ દુવિહારના પચ્ચકખાણની પણ પ્રાપ્તિ થશે; છતાં શ્વેતાંબરના શાસ્ત્રમાં સાધુને દુવિહારના પચ્ચક્ખાણના ગ્રહણનો નિષેધ છે, તેથી જેમ દુવિહારના પચ્ચખાણનો સાધુને નિષેધ છે, તેમ તિવિહારના પચ્ચખાણનો પણ સાધુને નિષેધ હોવો જોઈએ.
આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે કે તમારી વાત સાચી છે, ગ્લાનાદિ કાર્યમાં સાધુને દુવિહારનું પચ્ચકખાણ ઇચ્છાય છે. ફક્ત સાધુને પ્રાયઃ કરીને સ્વાદિમ અને ખાદિમ આહારનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org