________________
૧૦૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૯-૫૩૦ ટીકાર્થ:
ખરેખર આ ઇવર પચ્ચખાણ, અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, પૂર્વે ગાથા ૫૧૩માં, અપ્રમાદની સેવનાનું ફળ દર્શાવાયું છે, કેમ કે તે માત્રના ભોગના કરણમાં=પાન માત્રના આસેવનમાં=અશનાદિ ત્રણને છોડીને માત્ર પાણી વાપરવામાં, શેષનો ત્યાગ છે=ાશનાદિનો ત્યાગ છે. આ=અપ્રમાદ, અધિક છે=સુભટભાવતુલ્ય સર્વવિરતિના પાલનરૂપ અપ્રમાદ ઉપરાંત ત્રિવિધ આહારના ત્યાગરૂપ અપ્રમાદ અધિક છે, આથી અયુક્ત નથી=ત્રિવિધ આહારનું ઇવર પચ્ચકખાણ કરવું અસુંદર નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આ ગ્રંથમાં ગ્રંથકારે ગાથા ૫૧૩માં બતાવેલ કે ઇત્વકાલીન પચ્ચખાણ અપ્રમાદના સેવનનું ફળ છે, અર્થાત્ સાધુ જાવજીવનું સામાયિક ગ્રહણ કર્યા બાદ પચ્ચકખાણ ગ્રહણ કરે છે તે અલ્પકાલીન છે, અને તેવા પચ્ચકખાણનું ગ્રહણ પોતાના સંયમજીવનમાં વર્તતા અપ્રમાદના સેવનનું ફળ છે. આથી જેઓ સંયમ ગ્રહણ કર્યા બાદ શક્તિ ફોરવીને પચ્ચકખાણ ગ્રહણ કરતા નથી, પણ શક્તિ ગોપવીને પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે, તેઓમાં અપ્રમાદભાવ હોતો નથી, અને અપ્રમાદી સાધુ અપ્રમાદભાવને કારણે શક્તિના પ્રકર્ષથી પચ્ચખાણ ગ્રહણ કરે છે, અને તે પચ્ચકખાણનું સમ્યગ્ધાલન કરે છે, જેથી સંયમજીવનમાં વર્તતા અપ્રમાદના ફળરૂપે પચ્ચક્ખાણનું ગ્રહણ થાય છે, અને તેના પાલનથી વિશેષ અપ્રમાદભાવ વધે છે. આથી પોતાની શક્તિને ગોપવ્યા વગર ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરનાર સાધુ પણ અશન, ખાદિમ અને સ્વાદિમરૂપ ત્રણ આહારનો ત્યાગ કરે છે. તેથી પચ્ચકખાણના પાલનને કારણે તે સાધુમાં અપ્રમાદભાવ અધિક-અધિક વધે છે. આથી ત્રિવિધાહારનું પચ્ચકખાણ કરવું સાધુ માટે અયુક્ત નથી. - અહીં વિશેષ એ છે કે દિગંબરાદિની માન્યતા પ્રમાણે ત્રણ આહારનો ત્યાગ કરવાથી વિરતિનો પરિણામ દેશમાં વિશ્રાંત થવાથી સર્વવિરતિનો બાધ થાય છે, પરંતુ તેઓની આ માન્યતા ઉચિત નથી.
વસ્તુતઃ સાધુ સર્વ પાપોથી વિરામ પામેલા હોવાથી તેઓએ પાપના કારણભૂત એવા અભિવંગનો ત્યાગ કર્યો હોય છે. તેથી સાધુને આહાર-પાણીનો, કે જીવવાનો કે કોઈ ભૌતિક પદાર્થનો અભિન્ડંગ હોતો નથી. ફક્ત પોતાના નિરાશસભાવની વૃદ્ધિની ઇચ્છા હોય છે, તેથી પોતાનો નિરભિમ્પંગ ભાવ જે રીતે વધે તે રીતે સાધુ આહારગ્રહણમાં શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આથી સાધુને અપ્રમાદભાવની વૃદ્ધિનો ઉપાય ત્રિવિધાહારનું પચ્ચકખાણ દેખાય ત્યારે તેઓ ત્રણ આહારનો ત્યાગ કરીને પાણી વાપરે છે, છતાં પાણીમાં કે પાણી પીવાથી થતી શાતામાં અભિવૃંગ નહીં હોવાથી તે સાધુનો સર્વવિરતિનો પરિણામ બાધ પામતો નથી. પરલા અવતરણિકા :
ગાથા પ૨૮માં બતાવેલ દિગંબરાદિના મતનું પૂર્વગાથામાં ગ્રંથકારે નિરાકરણ કર્યું. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ રીતે સાધુને દુવિહારના પચ્ચકખાણના સ્વીકારની આપત્તિ આવશે. આ પ્રકારની આશંકાનું ઉભાવન કરીને ગ્રંથકારશ્રી તેનું સમાધાન કરે છે –
ગાથા :
एवं कहंचि कज्जे दुविहस्स वि तं न होइ चिन्तमिअं । सच्चं जइणो नवरं पाएण न अन्नपरिभोगो ॥५३०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org