________________
૧૦૨
પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા પ૨૬-પ૦ આશય એ છે કે અશનાદિ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરતી વખતે સાધુને પાણી વાપરવા પ્રત્યે પક્ષપાત હોય તો અવશ્ય તેમના સમભાવનો નાશ થાય; પરંતુ વિવેકી સાધુ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવવાળા હોવાથી, ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારના આહાર પ્રત્યે પક્ષપાતવાળા નહીં હોવા છતાં, જ્યારે પાણી વગર સંયમના યોગોમાં દઢ યત્ન સંભવી શકતો ન હોય, ત્યારે સાધુ સંયમની વૃદ્ધિ અર્થે અશનખાદિમ-સ્વાદિમરૂપ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરીને પાનરૂપ એક પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે, અને એક પ્રકારનો પણ આહાર ગ્રહણ કર્યા વિના સંયમની વૃદ્ધિ થઈ શકતી હોય ત્યારે સાધુ ચારેય પ્રકારના આહારની નિવૃત્તિ કરે છે.
જેમ કે સાધુ પોતાના સ્થાનમાં રહેવા પ્રત્યે કે વસતિમાંથી અન્ય સ્થાને જવા પ્રત્યે સમભાવવાળા હોય છે, તોપણ સંયમવૃદ્ધિનો ઉપાય જયારે આહાર દેખાય ત્યારે સાધુ પોતાના સ્થાનથી નિવૃત્ત થઈને ભિક્ષાટનાદિમાં પ્રવૃત્ત થાય છે, તોપણ સ્થાનમાં રહેવા કે જવા પ્રત્યેનો તેઓનો મધ્યસ્થ ભાવ બાધા પામતો નથી. વળી જો આ પ્રમાણે માનવામાં ન આવે તો સાધુ ભિક્ષા માટે પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થાને જાય છે ત્યારે તેઓમાં સમભાવનો અભાવ માનવાનો પ્રસંગ આવે, અને ભિક્ષા લઈને ફરી પોતાના સ્થાનમાં આવે ત્યારે પણ તેઓમાં સમભાવનો અભાવ માનવાનો પ્રસંગ આવે.
વસ્તુતઃ ગમન અને અગમનમાં એક સાથે પ્રવૃત્તિનો સંભવ ન હોવાથી સમભાવવાળા સાધુને વસતિમાંથી બહાર જવાથી સમભાવની વૃદ્ધિ જણાય ત્યારે અન્યત્ર જવારૂપ પ્રવૃત્તિ કરે છે, અને વસતિમાં રહેવાથી સમભાવની વૃદ્ધિ જણાય ત્યારે સ્થાનમાં રહેવારૂપ પ્રવૃત્તિ કરે છે. એ રીતે સાધુને ચારેય પ્રકારના આહારની નિવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય તો સાધુ ચારેય પ્રકારના આહારની નિવૃત્તિ કરે છે, અને ચારમાંથી જે પ્રકારના આહારમાં પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય તો તે પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે. આથી અશનાદિના ભેદથી પચ્ચખાણ ગ્રહણ કરવા છતાં પણ મુનિના સામાયિકને બાધ થતો નથી. //પ૨૬ll અવતરણિકા:
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સામાયિક સુભટના અધ્યવસાય તુલ્ય છે. ત્યાં કોઈને શંકા થાય કે કોઈક જીવને દીક્ષા લીધા બાદ સુભટનો અધ્યવસાય નાશ પામી શકે છે, આથી વ્રતભંગનો દોષ ન લાગે તે માટે સામાયિક પણ આગારીપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
उभयाभावे वि कुओ वि अग्गओ हंदि एरिसो चेव ।
तक्काले तब्भावो चित्तखओवसमओ णेओ ॥५२७॥ અન્વયાર્થ:
વિત્તરવગોવસમો ચિત્ર ક્ષયોપશમ હોવાથી કર્મના ક્ષયોપશમનું વિચિત્રપણું હોવાથી, મને વિક કોઈકથી પરિષહભયાદિ કોઈક નિમિત્તથી, પાકો=આગળથી સામાયિક સ્વીકાર્યા પછી સામાયિકના પાલનના અવસરમાં, ૩મયમાવેવિEઉભયના અભાવમાં પણ=મરણના અને ભાવવૈરીના જયના પરિણામના અભાવમાં પણ, તક્ષાનેતે કાળમાં સામાયિકના સ્વીકારના કાળમાં, તભાવો તેનો ભાવ-સામાયિકના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org