________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૨૬
ચાર પ્રકારમાંથી ત્રણ આદિ પ્રકારનું ત્યાગરૂપે ગ્રહણ હોતે છતે પણ, અં=આ=પચ્ચક્ખાણ, સામાઅં ન વાડ્=સામાયિકને બાધ કરતું નથી.
ગાથાર્થ:
વસતિરૂપ સ્થાનથી સાધુના બહાર ગમનની જેમ અશનાદિ ચારેય પ્રકારના આહારમાં સમભાવ વડે જ પ્રવૃત્તિનો કે નિવૃત્તિનો ભાવ હોવાથી પચ્ચક્ખાણમાં અશનાદિ ચારેય પ્રકારમાંથી ત્રણ આદિ પ્રકારનું ત્યાગરૂપે ગ્રહણ હોવા છતાં પણ પચ્ચક્ખાણ સામાયિકની બાધા કરતું નથી.
ટીકા :
न च सामायिकमेतत् नमस्कारसहितादि बाधते अशनादिभेदग्रहणेऽपि सति, कुतः ? सर्वत्राऽशनादौ समभावेनैव प्रवृत्तिनिवृत्तिभावात्, स्थानगमनवत्, तथाहि स्थाननिवृत्त्या भिक्षाटनादौ गच्छतोऽपि मध्यस्थस्य न सामायिकबाधा, अन्यथा तदभावप्रसङ्गात्, सर्वत्र युगपत्प्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥५२६॥ ટીકાર્ય
૧૧
અને અશનાદિ ભેદનું ગ્રહણ હોતે છતે પણ આ નવકારશી આદિ સામાયિકને બાધ કરતા નથી. કયા કારણથી ? તે બતાવે છે – અશનાદિ સર્વમાં સમભાવ વડે જ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભાવ હોવાથી નવકારશી આદિ પચ્ચક્ખાણ સામાયિકનો બાધ કરતું નથી.
તેમાં દૃષ્ટાંત આપે છે – સ્થાનથી ગમનની જેમ. આ દૃષ્ટાંત તાહિથી સ્પષ્ટ કરે છે – જેમ સ્થાનની નિવૃત્તિ વડે ભિક્ષાટનાદિમાં જતા પણ મધ્યસ્થ એવા મુનિને સામાયિકની બાધા નથી, તેમ અશનાદિ ભેદનું ગ્રહણ હોતે છતે પણ મુનિને સામાયિકની બાધા થતી નથી; કેમ કે અન્યથા તેના અભાવનો પ્રસંગ છે અર્થાત્ સંયમવૃદ્ધિનું પ્રયોજન હોવા છતાં સાધુ ભિક્ષાટનાદિમાં જાય નહીં તો સમભાવના પરિણામના અભાવનો પ્રસંગ છે.
અહીં પ્રશ્ન થાય કે સાધુ ભિક્ષાટનાદિ માટે પોતાના સ્થાનથી ગમન ન કરે તો સમભાવના પરિણામના અભાવનો પ્રસંગ કેમ છે ? એથી હેતુ આપે છે -
સર્વત્ર=સ્થાનમાં રહેવું અને સ્થાનથી જવું એ બંને કૃત્યમાં, એક સાથે પ્રવૃત્તિનો અસંભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
સામાયિક એ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવના પરિણામરૂપ છે, જયારે પચ્ચક્ખાણ અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી કોઈક ભેદના ત્યાગરૂપ અને કોઈક ભેદના ગ્રહણરૂપ છે, જે સમભાવના પરિણામમાં બાધક છે. આવી કોઈને શંકા થાય, તેને ગ્રંથકાર કહે છે
-
Jain Education International
સાધુ અશનાદિ ચારેય પ્રકારના આહારમાંથી કોઈપણ બે-ત્રણ પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરે તોપણ તે પચ્ચક્ખાણ સામાયિકના પરિણામનું બાધક નથી; કેમ કે પચ્ચક્ખાણ લેનાર સાધુને ચારેય પ્રકારના આહાર પ્રત્યે સમભાવ હોય છે, છતાં સમભાવને ઉપદંભક એવા કોઈક પ્રકારના આહારમાં પ્રવૃત્તિ કરે છે અને કોઈક પ્રકારના આહારમાં નિવૃત્તિ કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org