________________
૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા પ૨૧ बीजमित्यवन्ध्यं मुक्तिबीजमिति कृत्वा विधिश्च दानं प्रति अतिशायिना केवलिनाऽस्य वर्णितः सिंहजीवाभीरादौ, न भङ्गदोषा अत्र, विशेषतः प्रकृत्यैव तद्भावाद्, गुणांशस्याधिकत्वात् मारणात्मकसन्निपाते स्मृतिकार्यौषधदान-वदिति गाथार्थः ॥५२१॥ * “સિંહનીવાપીરો'માં ‘મારિ પદથી સિંહના જીવ ખેડૂત જેવા બીજા જીવો, જેઓ અત્યંત અયોગ્ય નથી, પરંતુ અવશ્ય પાત પામનારા છે, અને જેઓને દીક્ષા આપવાથી અલ્પકાળ માટે સામાયિકનો નિરભિવંગચિત્તરૂપ પરિણામ થઈ શકે એમ છે, તેવા જીવોને ગ્રહણ કરવા. ટીકાર્યઃ
આ કારણથી જ મહત્ત્વરૂપ કારણથી જ સામાયિકનું મહાનપણું હોવારૂપ કારણથી જ, સમયમાં= સિદ્ધાંતમાં, આનો–સામાયિકનો, અયોગ્યોને=ભુદ્ર સત્ત્વોનેઋતુચ્છ જીવોને, દાન પ્રતિ દેઢ=અત્યર્થ=અત્યંત, પ્રતિષેધ નિષેધ, વર્ણવાયો છે.
અને તે રીતે પાતીઓને પણ=પ્રતિપાતવાળાઓને પણ=સામાયિકથી પાત પામનારા જીવોને પણ, અવશ્યપણાથી બીજ છે–અવંધ્ય એવું મુક્તિનું બીજ છે, એથી કરીને સિંહના જીવ એવા આભીરાદિમાં અતિશાયી વડે-કેવલી વડે, આના=સામાયિકના, દાન પ્રતિ વિધિ વર્ણવાઈ છે. અહીં ભંગના દોષો નથી= સિંહના જીવ એવા આભીરાદિમાં સામાયિકના ભંગથી થતા દોષો નથી; કેમ કે વિશેષ હોવાને કારણે પ્રકૃતિથી જ તેનો ભાવ છે–સામાયિકનો સદ્ભાવ છે;
અહીં પ્રશ્ન થાય કે સિંહના જીવ એવા આભીરાદિને દીક્ષા ગ્રહણ કરતી વખતે સામાયિકનો પરિણામ થયો, પણ તેઓ દીક્ષાનો ત્યાગ કરશે ત્યારે તો વ્રતભંગનો દોષ થશે ને ? એથી કહે છે –
મારણાત્મક સનિપાત થયે છતે સ્મૃતિરૂપ કાર્ય માટે ઔષધના દાનની જેમ ગુણાંશનું અધિકપણું હોવાથી વ્રતભંગનો દોષ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક જાવજજીવ એકાગ્રતાપૂર્વક નિરભિમ્પંગચિત્ત પેદા કરવાના યત્નસ્વરૂપ છે, માટે સામાયિક આવા પ્રકારનું મહાન હોવાથી શાસ્ત્રમાં અયોગ્ય જીવોને સામાયિક આપવાનો અત્યંત નિષેધ કર્યો છે.
અહીં પ્રશ્ન થાય કે જો અયોગ્ય જીવોને સર્વવિરતિ સામાયિક આપવાનો અત્યંત નિષેધ હોય તો પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી પાત પામનારા જીવોને પણ દીક્ષા આપવી જોઈએ નહીં, છતાં ભગવાને સિંહના જીવ ખેડૂતને ગૌતમસ્વામી દ્વારા દીક્ષા અપાવડાવી, તે કઈ રીતે સંગત થશે ? એથી કહે છે –
તેવા પ્રકારના સંયમથી પાત પામનારા જીવોને પણ દીક્ષાગ્રહણકાળમાં પ્રગટ થતો સામાયિકનો પરિણામ અવશ્ય મુક્તિનું અવંદ્ય બીજ છે. એથી સિંહના જીવ ખેડૂતને ભગવાને ગૌતમસ્વામી દ્વારા દીક્ષા અપાવડાવી તે યોગ્ય જ છે.
અહીં શંકા ઉભવે કે આ રીતે દીક્ષા લીધા પછી દીક્ષા છોડી દેવાથી વ્રતભંગનો દોષ પ્રાપ્ત નહીં થાય? તેથી કહે છે – - દીક્ષા લીધા પછી દીક્ષા છોડી દેવામાં પણ આવા જીવોને વ્રતનો ભંગ હોવા છતાં મોટો દોષ નથી; કેમ કે સિંહનો જીવ ખેડૂત આદિ વિશેષ હોવાને કારણે પ્રકૃતિથી જ દીક્ષાગ્રહણકાળમાં તેઓને સામાયિકનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org