________________
૧૬૦
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૨૦
ઉપયવિશેષમાં ઉપાયવિશેષથી પ્રવર્તતો જીવ આશંકાવાળો થતો નથી. આશય એ છે કે સાધુ સામાયિકમાં યત્ન કરે છે, તેનો પરંપરાએ ઉપેય મોક્ષ છે, અને મોક્ષરૂપ ઉપેયવિશેષનો ઉપાય યોગનિરોધ છે. વળી યોગનિરોધ કેવલજ્ઞાન વગર થઈ શકે નહિ, અને કેવલજ્ઞાન વીતરાગ થવાથી પ્રાપ્ત થાય છે, અને વીતરાગતાની પ્રાપ્તિ નિરભિમ્પંગચિત્તથી જ થઈ શકે છે. માટે મોક્ષરૂપ ઉપેયવિશેષનો ઉપાયવિશેષ નિરભિમ્પંગચિત્ત જ છે. આથી ઉપાય વિશેષમાં પ્રવૃત્તિ કરતા સાધુને અવશ્ય ઉપયવિશેષની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારની નિયતવ્યાપ્તિ છે. આવા પ્રકારની નિયતવ્યાપ્તિના બોધપૂર્વક જયારે સાધુ મોક્ષના ઉપાયભૂત નિરભિમ્પંગ ચિત્ત ઘડવા પ્રયત્ન કરતા હોય છે, ત્યારે તે સાધુને આશંકા હોતી નથી કે “હું નિરભિન્કંગ ચિત્તમાં યત્ન કરીશ તો મને રાગાદિના જય દ્વારા મોક્ષની પ્રાપ્તિ થશે કે નહિ?” પરંતુ વિવેકી સાધુને નિર્ણય હોય છે કે “જો નિરભિમ્પંગચિત્તમાં હું સમ્યગ્યત્ન કરીશ તો અવશ્ય રાગાદિનો જય થશે, અને અંતે મને મોક્ષસુખની પ્રાપ્તિ થશે.” તેથી ફળમાં સંદેહ નહીં હોવાથી જીવનના ભોગે પણ ભાવશત્રુઓના જયમાં સાધુ યત્ન કરે છે.
અથવા જિનવચનાનુસાર ચારિત્રની ક્રિયાથી સાધ્ય એવું ઉપેય સામાયિકનો પરિણામ છે, અને તેનો ઉપાય શાસ્ત્રાનુસારી અપ્રમાદભાવથી કરાયેલી ક્રિયા છે. તેથી સાધુ સામાયિકરૂપ ઉપેયવિશેષમાં શાસ્ત્રાનુસારી ક્રિયારૂપ ઉપાયવિશેષથી પ્રવર્તમાન હોવાથી મારી ક્રિયાથી ઉપય એવું સામાયિક પ્રાપ્ત થશે કે નહીં તેવી આશંકાવાળા થતા નથી.
આથી જે સાધુ નિરભિમ્પંગ ચિત્તમાં યત્ન કરી શકે છે, તેઓ મરણાંત ઉપસર્ગો આવે તોપણ આંતરશત્રુઓના જય માટે એકાગ્રતાપૂર્વક યત્ન કરે છે. આથી આવા સાધુને કદાચ આ ભવમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ જન્માંતરમાં અવશિષ્ટ મોહનો નાશ થવાથી અવશ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. * “ઉપેવિપ" જેમ સાધુને મોક્ષ ઉપેય છે અથવા સાધુને સામાયિકનો પરિણામ ઉપેય છે, તેમ ધર્મસામગ્રીયુક્ત મનુષ્યભવ કે સુગતિ પણ ઉપેય છે. તોપણ તે સર્વ ઉપેયોમાં મોક્ષ ઉપેયવિશેષ છે અથવા સામાયિકનો પરિણામ ઉપેયવિશેષ છે; અને મનુષ્યભવ કે સુગતિ ઉપેયસામાન્ય છે. આમ “ઉપેય’ શબ્દથી “મોક્ષ' દર્શાવવા માટે અથવા સામાયિકનો પરિણામ' દર્શાવવા માટે પ્રસ્તુતમાં “ઉપેય' ન કહેતાં “ઉપેયવિશેષ' કહેલ છે. * “૩પથવિશેષ' વળી આત્મકલ્યાણ માટે પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ પણ મોક્ષાનો ઉપાય છે, છતાં પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ માત્રથી મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય જ તેવો નિયમ નથી. આથી પ્રવજ્યાગ્રહણ કે સંયમની ક્રિયાઓ મોક્ષનો ઉપાય હોવા છતાં ઉપાયસામાન્ય છે, જ્યારે સામાયિકના પરિણામરૂપ નિરભિવંગચિત્ત ઉપાય વિશેષ છે અથવા અપ્રમાદભાવથી કરાયેલી શાસ્ત્રાનુસારી ક્રિયા ઉપાયવિશેષ છે. આમ “ઉપાય’ શબ્દથી ‘નિરભિમ્પંગ ચિત્ત' દર્શાવવા માટે અથવા “અપ્રમાદભાવથી કરાયેલી શાસ્ત્રાનુસારી ક્રિયા' દર્શાવવા માટે પ્રસ્તુતમાં ઉપાય’ ન કહેતાં “ઉપાયવિશેષ' કહેલ છે. * “રીવજ્ઞાનેન' આ શબ્દનું તાત્પર્ય એ છે કે સુભટના દૃષ્ટાંતથી સામાયિકનું સ્વરૂપ બતાવ્યું ત્યાં સુભટોનો પરિણામ શુભ અધ્યવસાયરૂપ નથી, પરંતુ સંસારનું કારણ છે; જ્યારે નિરભિમ્પંગ ભાવરૂપ સામાયિકનો પરિણામ મોક્ષને અનુકૂળ એવા ઉત્તમભાવરૂપ છે. તોપણ સાચા સુભટને જેમ શત્રુ જીતવામાં એકાગ્રતા હોય છે, તેમ મુનિને પણ રાગ-દ્વેષરૂપ આંતર શત્રુ જીતવામાં એકાગ્રતા હોય છે. આથી જેમ સુભટ યુદ્ધભૂમિમાં પૂર્ણ એકાગ્રતાથી યુદ્ધ કરે છે તેમ મુનિ પણ મોહનો જય કરવા માટે પૂર્ણ એકાગ્રતાથી સંયમની પ્રવૃત્તિઓ કરે છે; છતાં સુભટનો અધ્યવસાય અશુભ હોવાથી અહીં સુભટના દૃષ્ટાંતને હીનકક્ષાનું કહેલ છે.
વળી, પાંચમાં પંચાશકની ગાથા ૧૯માં સુભટનું દષ્ટાંત તુચ્છ કેમ છે? તે જણાવવા માટે ત્રણ હેતુઓ બતાવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org