________________
૧૫૪
પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૧૦-૫૧૮ ટીકાઃ
नन्वेवं सामायिकमपि साकारं नियमतो ग्रहीतव्यं, तस्याऽपि प्रत्याख्यानत्वादेव, तस्मिन् महत्तरेऽनाकारे किं वा अनेन इत्वरेण नमस्कारसहितादिना साकारेण, न मूलत एव वा कार्यमिति गाथार्थः ॥५१७॥ ટીકાર્થ:
નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે –
આ રીતે જે રીતે યથાગૃહીત વ્રતના પાલન માટે નવકારશી આદિ પચ્ચકખાણ સાગાર ગ્રહણ કરવાં જોઈએ એ રીતે, સામાયિક પણ નિયમથી સાગાર ગ્રહણ કરવું જોઈએ; કેમ કે તેનું પણ પ્રત્યાખ્યાનપણું જ છે–સામાયિકનું પણ પચ્ચકખાણરૂપપણું જ છે. અથવા મહત્તર એવું તે અનાગાર હોતે છતે નવકારશી આદિ પચ્ચખાણ કરતાં વધારે મહાન એવું સામાયિક આગારો વગરનું હોતે છતે, આના વડે સાગાર ઈવર એવા નમસ્કારસહિતાદિ વડે=આગારીપૂર્વકના અલ્પકાલીન એવા નવકારશી આદિ પચ્ચખાણ વડે, શું? અથવા મૂળથી જ કાર્ય નથી અર્થાત્ નવકારશી આદિ પચ્ચખાણનું મૂળથી જ કોઈ પ્રયોજન નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચક્ખાણ જે પ્રમાણે ગ્રહણ કર્યું તે પ્રમાણે પચ્ચકખાણનું પાલન કરવા આગારો મૂક્યા છે, જેથી પચ્ચખાણના સમ્યગુ પાલન દ્વારા અપ્રમાદની વૃદ્ધિ થાય. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે જેમ વ્રતના સગ્ગપાલન માટે આગારો રાખવા જોઈએ, તેમ સામાયિકના સભ્યપાલન માટે પણ આગારો રાખવા જોઈએ; અને શાસ્ત્રમાં સામાયિકમાં આગારો બતાવ્યા નથી. આથી જાવજીવનું સામાયિક પણ જો આગારો વગરનું હોય તો નવકારશી આદિ થોડા કાળના પચ્ચકખાણ આગારીપૂર્વક ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? અર્થાત્ આગારીપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી. તેથી નવકારશી આદિ પચ્ચક્ખાણ આગારો વગર ગ્રહણ કરવાં જોઈએ, અથવા મૂળથી જ નવકારશી આદિ પચ્ચક્ખાણ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સામાયિકનો પરિણામ સર્વ ભાવો પ્રત્યે સમભાવરૂપ હોવાથી રાગ-દ્વેષ વગરનો છે. તેથી સામાયિકમાં જ ઉદ્યમ કરવો જોઈએ, પરંતુ નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરવાં જોઈએ નહીં. //પ૧૭. અવતરણિકા :
अथोत्तरमाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવ્યો કે જેમ પચ્ચકખાણમાં આગારો ગ્રહણ કરવાના છે, તેમ સામાયિકમાં પણ આગારો ગ્રહણ કરવા જોઈએ. હવે તેમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે –
ગાથા :
समभावे च्चिअ तं जं जायइ सव्वत्थ आवकहिअं च । तो तत्थ न आगारा पन्नत्ता वीअरागेहिं ॥५१८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org