________________
૧૪૮
પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૧૨, ૫૧૩-૧૪ કે એકાંતગ્રહનું પ્રભૂત અપકારીપણાને કારણે અશોભનપણું છે, અર્થાત્ એકાંતથી વ્રતના ગ્રહણનું અત્યંત અપકારકપણું હોવાને કારણે અસુંદરપણું છે. જે કારણથી આ આમ છે વ્રતનું એકાંતથી ગ્રહણ અત્યંત અપકારી હોવાને કારણે અસુંદર છે એમ છે, આથી એ કારણથી, આગારો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
કોઈ શંકા કરે છે કે વ્રતો પાળવાં હોય તો સત્ત્વથી વીર્ય ફોરવવું જોઈએ, પરંતુ વ્રતોમાં આગારો રાખવાનું કોઈ પ્રયોજન નથી. તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
જો પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો વ્રત ભાંગી જવાની સંભાવના રહે, અને વ્રત ભાંગવામાં મોટો દોષ છે. માટે પચ્ચખાણમાં આગારો રાખવાથી તે આગારો છોડીને બાકીના અંશમાં પચ્ચખાણની મર્યાદાની પ્રાપ્તિ થાય છે. આથી તે મર્યાદાપૂર્વકના થોડા પણ વ્રતનું પાલન ગુણની પ્રાપ્તિ કરાવનાર છે.
વળી ધર્મની પ્રવૃત્તિમાં ગુરુ-લાઘવનો વિચાર કરવાનો હોય છે. તેથી ઘણો લાભ હોય અને અલ્પ નુકસાન હોય તેવો ધર્મ કરવો ઉચિત ગણાય. માટે વ્રતોમાં આગારો રાખવાથી વ્રતની મર્યાદા કંઈક અલ્પ થાય છે, તોપણ વ્રતના પૂર્ણ પાલનને કારણે મહાન લાભ થાય છે. આથી પચ્ચખાણમાં આગારો રાખવામાં આવે છે.
વળી જો પચ્ચક્ખાણમાં આગારો રાખવામાં ન આવે તો વ્રત આગારો વગર એકાંતે ગ્રહણ કરેલ હોવાથી ક્વચિત્ કોઈક નિમિત્તે વ્રતનો ભંગ થવાની સંભાવના રહે છે, જેથી ઘણો અપકાર થવાને કારણે તે વ્રતનું ગ્રહણ અશોભન બને છે; કેમ કે વિચાર્યા વગર આગારોથી નિરપેક્ષ ગ્રહણ કરેલ વ્રતનું પૂર્ણ પાલન ન થાય તો આજ્ઞાભંગાદિ દોષોથી અધિક અનર્થ પ્રાપ્ત થાય છે. તેથી વિવેકી પુરુષે તે અનર્થના પરિહાર માટે આગારીપૂર્વક વ્રતનું ગ્રહણ કરવું જોઈએ. પ૧ રા. અવતરણિકા:
एतदेव समर्थयति - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે થોડા પણ વ્રતની પાલના ગુણકારી છે, આથી જ આગારોપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે છે. એને જ સમર્થન કરે છે –
ગાથા :
जहगहिअपालणंमी अपमाओ सेविओ धुवं होइ ।
सो तह सेविज्जंतो वड्डइ इअरं विणासेइ ॥५१३॥ અન્વયાર્થ:
ગરાહિમપાત્તાપ યથાગૃહીતના પાલનમાં જે પ્રમાણે વ્રત ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે વ્રતના પાલનમાં, ઘુવં=નક્કી કપમાગો વિમો=અપ્રમાદ સેવિત દોડું થાય છે. તદ તે પ્રકારે=યથાગૃહીત વ્રતના પાલનરૂપે, વિનંતો તો સેવાતો એવો તે=અપ્રમાદ, વહૂડું વધે છે, (અને) ફકર વિUTલેડૂ ઇતરને વિનાશે છે પ્રમાદનો વિનાશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org