________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૧૧-૫૧૨
ઉત્ક્ષિપ્તવિવેક – જેવી રીતે આયંબિલકમાં ઉદ્ધરવા માટે સમર્થ હોય, શેષમાં નથી, અર્થાત્ આંબિલના આહાર ઉપરથી જુદી કાઢવા માટે સમર્થ હોય તેવી ઘન વિગઈઓમાં ઉત્સિપ્તવિવેક આગાર હોય છે, શેષ એવી પ્રવાહી વિગઈઓમાં ઉત્ક્ષિપ્તવિવેક આગાર હોતો નથી. વળી પ્રતીત્યપ્રક્ષિત એટલે જો અંગુલિકમાં—તેલ કે ઘીને અંગુલી ઉપર, ગ્રહણ કરીને તેલથી કે ઘીથી ચોપડે છે, તો નિર્વિકૃતિકને—તે આહાર નિવિગઈના પચ્ચક્ખાણવાળા સાધુને, કલ્પે છે, જો તેલ કે ઘી ધારાથી નાખે છે, તો મનાગ્ પણ=તે આહાર થોડો પણ, કલ્પતો નથી. વળી પારિષ્ઠાપનિકા આગાર લેશથી=પૂર્વે સંક્ષેપથી, કહેવાયેલો જ છે, એ પ્રમાણે વૃદ્ધનો સંપ્રદાય છે. પ્રસંગથી સર્યું, અમે પ્રકૃતની પ્રસ્તાવના કરીએ છીએ. II૫૧૧
અવતરણિકા :
आह, इह आकारा एव किमर्थमित्याह -
અવતરણિકાર્ય
આદ્દ થી કોઈ શંકા કરે છે કે અહીં=નવકારશી આદિ પચ્ચક્ખાણમાં, આગારો જ શા માટે છે ? અર્થાત્ આગારો વગર જ નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. એથી કહે છે
ગાથા:
वयभंगो गुरुदोसो थेवस्स वि पालणा गुणकरी अ । गुरुलाघवं च नेअं धम्मम्मि अओ उ आगारा ॥५१२॥
૧૪૭
-
અન્વયાર્થ:
વયમંતો ગુરુવોસો=વ્રતનો ભંગ ગુરુદોષવાળો છે, થેવસ્ય વિ ગ પાતળા મુળરી=અને સ્તોકની પણ= થોડા પણ વ્રતની, પાલના ગુણકારી છે. થમ્મિ ==અને ધર્મમાં ગુરુભાષવં નેત્રં=ગુરુ-લાઘવ જાણવું. ગો ૩=આ કારણથી જ આIRT=આગારો છે.
ગાથાર્થ
વ્રતનો ભંગ ગુરુદોષવાળો છે, અને થોડા પણ વ્રતની પાલના ગુણકારી છે, અને ધર્મમાં ગુરુ-લાઘવ જાણવું, આ કારણથી જ આગારો છે.
ટીકા
व्रतभङ्गो गुरुदोषः भगवदाज्ञाविराधनात्, स्तोकस्याऽपि पालना व्रतस्य गुणकारिणी च, , વિશુદ્ધશलपरिणामरूपत्वाद्, गुरुलाघवं च विज्ञेयं धर्मे, एकान्तग्रहस्य प्रभूतापकारित्वेनाशोभनत्वात्, यत एतदेवमतः= अस्मात् कारणादाकारा इति गाथार्थः ॥५१२॥
ટીકાર્ય
Jain Education International
ભગવાનની આજ્ઞાનું વિરાધન હોવાથી વ્રતનો ભંગ ગુરુ દોષવાળો છે, અને થોડા પણ વ્રતની પાલના ગુણને કરનારી છે; કેમ કે વિશુદ્ધ એવું કુશલ પરિણામરૂપપણું છે અર્થાત્ થોડા પણ વ્રતની સમ્યક્ પાલનામાં જે ભાવ વર્તે છે તે ભાવનું વિશુદ્ધ એવું કુશલ પરિણામરૂપપણું છે. અને ધર્મમાં ગુરુ-લાઘવ જાણવું; કેમ
For Personal & Private Use Only
www.jainelibrary.org