________________
૧૪૪
પ્રતિદિનક્રિયાવસ્તક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૧૦ તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધુએ વસ્ત્ર વગરના રહેવાનો અભિગ્રહ કર્યો હોય, તેથી તેઓ વસ્ત્રનો સંપૂર્ણ પરિત્યાગ કરીને એકાંત સ્થાનમાં આત્માને શાસ્ત્રતત્ત્વથી ભાવિત કરતા હોય, અને તે વખતે તે અપ્રાવરણ અભિગ્રહની કાળમર્યાદાની અત્યંત વિસ્મૃતિ થવાથી તેઓ અભિગ્રહ પૂરો થાય તે પહેલાં જ ચોલપટ્ટો પહેરી લે, તો અનાભોગ આગારથી તેઓનું અપ્રાવરણ અભિગ્રહનું પચ્ચખાણ ભાંગતું નથી.
ક્યારેક એકદમ જ તે અપ્રાવરણ અભિગ્રહવાળા સાધુથી ચોલપટ્ટો પહેરાઈ જાય, તો સહસાકાર આગારથી તેઓનું પચ્ચખાણે ભાંગતું નથી.
આ રીતે પોતે નગ્ન અવસ્થામાં બેઠેલ હોય તે વખતે કોઈ ગૃહસ્થ વગેરે પોતાની પાસે આવે તો ધર્મનું લાઘવ ન થાય તદર્થે તે સાધુ ચોલપટ્ટો પહેરે, જેથી નગ્નતાનો પરિહાર થાય, તો ચોલપટ્ટક આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી.
ક્યારેક અભિગ્રહ ગ્રહણ કર્યા પછી તે સાધુને યોગ્ય કોઈ મહાન કાર્ય આવે, અને તે કાર્ય બીજા કોઈ સાધુ કરી શકે તેમ ન હોય, ત્યારે તે સાધુ ચોલપટ્ટો પહેરીને તે મહાન કાર્ય કરવા જાય, તો મહત્તર આગારથી તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી.
વળી ક્યારેક અપ્રાવરણ અભિગ્રહ કરનાર સાધુનું અતિઠંડી આદિ કોઈ કારણથી અસમાધિથી મૃત્યુ થાય તેવું હોય, ત્યારે સમાધિ માટે તે સાધુ ચોલપટ્ટા આદિ વસ્ત્રો શરીર ઉપર ધારણ કરે, તો સર્વસમાધિવર્તિત આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી.
આ રીતે કોઈક સાધુએ સર્વ સાધુઓના દાંડા પ્રમાર્જીને ઉચિત સ્થાને મૂકવાનો અભિગ્રહ કર્યો હોય, અને તે સાધુને પોતાના પચ્ચખાણની વિસ્મૃતિ થઈ જવાથી દાંડા પ્રમાર્જીને ઉચિત સ્થાને સ્થાપન કરે નહીં, તો અનાભોગ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી.
વળી ક્યારેક દાંડાને ઉચિત સ્થાને મૂકતી વખતે તે સાધુ દાંડાને પ્રમાર્જન કરવાનું ભૂલી જાય, તો સહસાકાર આગારથી તેમનું પચ્ચખાણ ભાંગતું નથી.
વળી દાંડા પ્રમાર્જવાનો અભિગ્રહ કર્યા પછી તે સાધુને કોઈ મોટું કાર્ય કરવાનું થાય, તો તે વખતે તે સાધુ બહારથી આવતા સાધુઓના દાંડાનું પ્રમાર્જન કરી શકે નહીં, તોપણ મહત્તર આગારથી તેઓનું પચ્ચકખાણ ભાંગતું નથી.
વળી ક્યારેક અભિગ્રહ કર્યા પછી રોગાદિને કારણે તે સાધુના શરીરની તેવી સ્થિતિ થાય કે જેથી દાંડા પ્રમાર્જવામાં પોતાની સમાધિનો ભંગ થાય તેમ હોય, ત્યારે તે સાધુ સમાધિ અર્થે દાંડા પ્રમાર્જ નહીં, તોપણ સર્વસમાધિવર્તિત આગારથી તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી.
આમ, અભિગ્રહ પચ્ચખાણમાં અપાવરણ અભિગ્રહને આશ્રયીને પાંચ આગારો છે, અને બાકીના અન્ય અભિગ્રહોને આશ્રયીને ચાર આગારો હોય છે.
વળી નિવિગઈના પચ્ચક્ખાણમાં ક્યાં આઠ અથવા કયાં નવ આગારો હોય છે? તેનાં સ્થાન ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્વયં બતાવે છે. પ૧oll.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org