________________
૧૪૨
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૦૯-૫૧૦
વળી ઉપરમાં બતાવ્યાં એ પોરિસી, પુરિમઢ, એકાસણા, એકઠાણા, આંબિલ, ઉપવાસના પચ્ચક્ખાણોમાં ઉત્સર્ગથી ચારેય આહારનું પચ્ચખાણ કરવું જોઈએ, છતાં જો સાધુ ત્રણ આહારનું પચ્ચખાણ કરે તો સાધુને પોરિસી આદિ પચ્ચખાણમાં પાણીને આશ્રયીને છ આગારો હોય છે : (૧) લેપકૃત, (૨) અલેપકૃત, (૩) અચ્છ, (૪) બહુલ, (૫) સસિન્થ અને (૬) અસિક્ય.
(૧-૨) ખજૂર વગેરેના પાણીથી ખરડાયેલા ભાજનાદિમાં રાખેલ અચિત્ત પાણી લેપકૃત કહેવાય, અને કાંજી વગેરેના પાણીમાં હલ્યા વગરનું ઉપરનું પાણી અલેપકૃત કહેવાય. તેથી કોઈ ગૃહસ્થ કોઈ ભાજનમાં પહેલાં ખજૂરાદિનું પાણી રાખ્યું હોય, અને પછી તે ભાજનમાંથી તે પાણી કાઢીને ધોયા વગર જ તે ભાજનમાં કોઈ અચિત્ત પાણી ભર્યું હોય તો તે પાણી લેપકૃત કહેવાય, અને ચોખા જ ભાજનમાં કાંજી વગેરેનું પાણી ભર્યું હોય તો તે ડહોળ્યા વગરનું ઉપરનું પાણી અલેપકૃત કહેવાય. આથી તેવું લેપકૃત કે અલેપકૃત પાણી ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ વાપરે તો લપાટક આગારથી કે અલપાટક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી.
(૩) નિર્મળ અને ઉકાળેલા પાણી વગેરેને અચ્છ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ અચ્છાગાર. (૪) તલ-ચોખાનું ધોવણ વગેરેને બહુલ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ બહુલાગાર.
(૫) આહારનાં ફોતરાંથી યુક્ત ઓસામણ વગેરેને સસિન્થ દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ સસિન્થાગાર.
(૬) આહારનાં ફોતરાંથી રહિત ઓસામણ વગેરેને અસિક્ય દ્રવ કહેવાય, તે રૂપ આગાર એ અસિન્થાગાર છે.
આ છ આગારોથી તે તે પ્રકારનાં પાણી ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ વાપરે તો તેઓનું પચ્ચખાણ ભાંગતું નથી.
ચરિમના પચ્ચખાણમાં ચાર આગારો હોય છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તર અને (૪) સર્વસમાધિવર્તિત.
ચરિમ એટલે અંતિમ ભાગ, અને તે (૧) દિવસનો અને (૨) ભવનો એમ બે પ્રકારે છે, અને તે ચરિમના વિષયવાળું પચ્ચખાણ કરવું એ ચરિમનું પ્રત્યાખ્યાન.
ભવચરિમનું પચ્ચખાણ જાવજીવનું હોય છે. દિવસચરિમ અને ભવચરિમ, એ બંને પ્રકારના ચરિમ પચ્ચખાણમાં ચાર-ચાર આગારો હોય છે, અને તે ચારેય આગારોનું સ્વરૂપ અહીં પણ પૂર્વમાં બતાવ્યું તે પ્રમાણે સમજવું.
* પ્રસ્તુત ભાવાર્થના લખાણમાં કરેલ આગારો વિષયક વિશેષ સ્પષ્ટીકરણમાં ધર્મસંગ્રહ ગ્રંથની ગાથા૬૨ની ટીકા-પ્રત પૃષ્ઠ નં. ૧૮૬-૧૮૭-૧૮૮-૧૮૯નો આધાર લીધેલ છે. I૫૦૯ અવતરણિકા :
ગાથા ૫૦૬-૫૦૭માં નવકારશી વગેરે પચ્ચકખાણોના આગારોની સંખ્યા બતાવી અને ગાથા ૫૦૮૫૦૯માં ચરિમ પચ્ચકખાણના ચાર આગારો સુધીનો ભાવાર્થ બતાવ્યો. હવે અભિગ્રહ પચ્ચખાણના ચાર કે પાંચ અને વિવિગઈ પચ્ચખાણના આઠ કે નવ આગારોનો ભાવાર્થ બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org