________________
૧૪૧
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૦૯ એ ભાજનનું અલિપ્તપણું, તે રૂપ આગાર એ લેપાલેખાગાર. કોઈ પાત્રમાં કોઈ વિગઈ આદિવાળો આહાર ગ્રહણ કરાયો હોય, તે આહાર બધા સાધુઓને અપાઈ ગયો હોય, પછી તે પાત્ર હાથ વગેરેથી લૂંછ્યું હોય, પરંતુ પાણીથી ધોઈને સ્વચ્છ કર્યું ન હોય, અને તેના પાત્રમાં લાવેલો આંબિલનો આહાર આંબિલવાળા સાધુ વાપરે તોપણ લેપાલેપ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી.
ઉસ્લિપ્તવિવેક આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ઉસ્લિપ્તવિવેક એટલે ઉપાડેલાનો સંપૂર્ણપણાથી ત્યાગ, તે રૂપ આગાર એ ઉક્લિપ્તવિવેકાગાર. સૂકા ભાત વગેરે રૂપ આંબિલના આહાર પર, પૂર્વે આંબિલના પચ્ચક્ખાણવાળાને અયોગ્ય એવી ઘન વિગઈ આદિ પડી હોય, અને તેને ઉપાડીને બહાર કાઢી હોય, તો તેવો આંબિલનો આહાર આંબિલવાળા સાધુ વાપરે તો ઉક્લિપ્તવિવેક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, ફક્ત તે વિગઈ આદિ આંબિલના આહાર ઉપર ગળવી ન જોઈએ. તેથી આંબિલના આહાર પર ઝરે તેવી પ્રવાહી વિગઈ આદિ આંબિલના આહાર ઉપર પડી હોય તો તેવો આંબિલનો આહાર આંબિલવાળા સાધુને કલ્પતો નથી.
ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ગૃહસ્થસંસૃષ્ટ એટલે આહાર વહોરાવનારા ગૃહસ્થનું કથરોટ વગેરે ભાજન વિગઈ આદિ દ્રવ્યથી લેપાયેલું હોય, તે રૂપ આગાર એ ગૃહસ્થસંસૃષ્ટાગાર. જો ગૃહસ્થનું ભાજન કે ડોયો, દૂધ વગેરે રૂ૫ ગોરસાદિથી લેપાયેલો હોય, અને તે ભાજન કે ડાયાથી તે ગૃહસ્થ આંબિલનો આહાર વહોરાવે તો તે અપાતું એવું ભોજન આંબિલમાં અકથ્ય દ્રવ્યના અવયવથી મિશ્ર છે, તોપણ તેવો આહાર આંબિલવાળા સાધુ વાપરે તો ગૃહસ્થસંસૃષ્ટ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, પરંતુ તે ડોયો કે ભાજન ગોરસાદિના ઘણા રસથી લેવાયેલ હોય તો તે ડોયા કે ભાજનથી વહોરાવેલો આંબિલનો આહાર આંબિલવાળા સાધુને કલ્પતો નથી.
વળી પારિષ્ઠાપનિકા-મહત્તર-સર્વસમાધિવર્તિત એ ત્રણ આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ સમજવું.
ઉપવાસના પચ્ચકખાણમાં પાંચ આગારો હોય છેઃ (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકા, (૪) મહત્તર અને (૫) સર્વસમાધિવર્તિત.
અભક્તાર્થ એટલે ભક્તથી=ભોજનથી, અર્થ પ્રયોજન નહીં, એ અભક્તાર્થ. અને આવા પ્રકારના અભક્તાર્થનું પચ્ચખાણ કરવું એ ઉપવાસનું પ્રત્યાખ્યાન.
અહીં અનાભોગાદિ પાંચેય આગારોનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું, ફક્ત પારિઠાપનિકા આગારમાં ઉપવાસના પચ્ચખાણમાં કંઈક વિશેષ છે, તે બતાવે છે –
ક્યારેક ગોચરી વધી ગઈ હોય ત્યારે તિવિહારા ઉપવાસવાળા સાધુને તે વધેલી ગોચરી પારિષ્ઠાપનિકા આગારથી વાપરવી કલ્પ છે, અને માત્ર ગોચરી વધી હોય પાણી વધ્યું ન હોય તો તે વધેલી ગોચરી ચોવિહાર ઉપવાસવાળા સાધુને વાપરવી કલ્પતી નથી, પરંતુ ગોચરીની સાથે પાણી પણ વધ્યું હોવાથી પરઠવવું પડે તેમ હોય તો તે વધેલા ગોચરી અને પાણી પારિષ્ઠાપનિકા આગારથી ચોવિહારા ઉપવાસવાળા સાધુને વાપરવા કહ્યું છે, તો આ રીતે તિવિહારા કે ચોવિહારા ઉપવાસમાં આહાર-પાણી વાપરતાં સાધુનું પચ્ચખાણ પારિષ્ઠાપનિકા આગારથી ભાંગતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org