________________
૧૩૯
પ્રતિદિનક્રિયાવસ્તક / “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૫૦૯ तिविहस्स पच्चक्खाइ तो विकिंचणिया कप्पड़, जइ चउव्विहस्स पच्चक्खाइ पाणगं च नत्थि न वट्टइ, जड़ पण पाणगं पि उव्वरियं ताहे से कप्पड, जड़ तिविहस्स पच्चक्खाइ ताहे से पाणगस्स छ आगारा कीरंति- "लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिर" प्रकटार्था एते छप्पि, एतेन ‘षड् पान' इत्येतदपि व्याख्यातमेव ।
चरमे चत्वार इत्यत्र चरिमं दुविहं - दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि, अण्णत्थ अणाभोगा सहस मयहर सव्वसमाहि, भवचरिमं जावज्जीवियं, तस्स वि एए चत्तारित्ति गाथार्थः ॥५०९॥ ટીકાર્ય
વળી એકસ્થાનના સાત છે. એક સ્થાન નામનું પ્રત્યાખ્યાન છે, તેમાં સાત આગારો હોય છે. અહીં આ સૂત્ર છે – “એકટ્ટાણું' ઇત્યાદિ, એક સ્થાનમાં જે અંગોપાંગ જે રીતે સ્થપાયેલ હોય તે રીતે રહેલા જ તેના વડે=એકસ્થાનનું પચ્ચકખાણ કરનારા સાધુ વડે, વાપરવું જોઈએ. તેના=એકસ્થાનના પચ્ચકખાણના, સાત આગારો છે, આકુંચન-પ્રસારણ આગાર નથી, શેષ જે પ્રમાણે એકાશનમાં છે, તે પ્રમાણે જાણવું.
આંબિલના આઠ જ આગારો છે. “અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉક્ષિપ્તવિવેકથી, ગૃહસ્થસંસૃષ્ટથી, પારિષ્ઠાપનિકાગારથી, મહત્તરાગારથી, સર્વસમાધિવર્તિતાગારથી વોસિરાવે છે=આંબિલનું પચ્ચખાણ કરનારા સાધુ આંબિલના આહાર સિવાયના અનાંબિલવાળા ચારેય પણ આહારનો ત્યાગ કરે છે.”
અનાભોગ અને સહસાકાર તે રીતે જ છે=પૂર્વે બતાવ્યા તે રીતે જ છે; અને લેપાલેપ એટલે જો ભાજનમાં પૂર્વે લેપાટક ગૃહીત, સમુદિષ્ટ અને સંલિખિત હોય લેપવાળું ભોજન ગ્રહણ કરાયું હોય, વપરાયું હોય અને લૂછાયું હોય, જો તેના વડે લાવે છે તો ભાંગતું નથી=સાધુ તે ભાજન વડે આંબિલનો આહાર લાવે તો પચ્ચકખાણ ભાંગતું નથી.
ઉસ્લિપ્તવિવેક એટલે જો આંબિલમાં વિગઈ આદિ પડે, તો ઉલ્લેપ કરીને વિચિન કરે=આંબિલના આહાર પર પડેલી તે વિગઈ આદિને ઉપાડીને દૂર કરવી, ફક્ત ગળવી ન જોઈએ=વિગઈ આદિ આંબિલના આહાર ઉપર ઝરવી ન જોઈએ, અથવા આંબિલને અપ્રાયોગ્ય એવા અન્યને જો ઉદ્ધરવા માટે સમર્થ હોય તો ઉદ્ધરાયે છતે નાશ પામતું નથી=જો આંબિલના આહાર ઉપર આંબિલમાં અકથ્ય એવો બીજો કોઈ આહાર પડ્યો અને તે આંબિલના આહાર પરથી લઈ શકાય તેવો હોય તો તે અકથ્ય આહાર આંબિલના આહારમાંથી બહાર કઢાયે છતે તે આંબિલનો આહાર આંબિલમાં અકથ્ય થતો નથી.
ગૃહસ્થસંસૃષ્ટમાં પણ જો ગૃહસ્થ ડોયાને કે ભાજનને લેપાટકાદિવાળા કુસણાદિ વડે=ગોરસાદિ વડે, લેપાલપાટક કરે, સિ=લેપ ઇષ છે, એથી તેના વડે તે લેપવાળા ડોયા કે ભાજન વડે, આપે છે તો ભાંગતું નથી=ગૃહસ્થ આહાર વહોરાવે તો પચ્ચકખાણ ભાંગતું નથી. જો બહુ રસ દેખાય તો કલ્પતું નથી. પારિષ્ઠાપનિકા, મહારક અને સમાધિ તે રીતે જ છે=આ ત્રણ આગારોનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું તે જ રીતે છે.
વળી અભક્તાર્થના પાંચ છે. ભક્તાર્થ નહીં એ અભક્તાર્થ અર્થાત્ ઉપવાસ, તેના પાંચ આગારો હોય છે. અહીં આ સૂત્ર છે – “સૂર્ય ઊગ્યે છતે' ઇત્યાદિ, તેના પાંચ આગારો છે : અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપન, મહત્તર, સમાધિ. “ત્તિ' આગારોના કથનની સમાપ્તિમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org