SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૧૦૮ ૧૩૦ મહત્તર આગારનું સ્વરૂપ આ પ્રમાણે – મહત્તર એટલે પચ્ચખાણના પાલનથી પ્રાપ્ત થતી નિર્જરાની અપેક્ષાએ વધારે મહાન નિર્જરાની પ્રાપ્તિના હેતુભૂત એવું અને પોતાનાથી અન્ય પુરુપથી સાધી ન શકાય તેવું ગ્લાનનું, ચૈત્યનું, સંઘ વગેરેનું પ્રયોજન, તે રૂપ આગાર એ મહત્તરાગાર. આશય એ છે કે કોઈ મોટું કાર્ય હોય, અને કોઈ સાધુએ ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય અને આચાર્ય તે સાધુને કહે કે અમુક ગામમાં જવાનું છે, ત્યારે તે સાધુ ઉપવાસ કરીને જવા સમર્થ હોય તો અમુક ગામમાં જાય. અને જો તે સાધુ ઉપવાસ કરીને જવા માટે સમર્થ ન હોય તો ઉપવાસી કે ઉપવાસ વગરના જે બીજા સાધુ સમર્થ હોય તેને ગુરુ મોકલે. હવે જો તે કાર્ય કરવા માટે તે બીજા સાધુ સમર્થ ન હોય તો તે ઉપવાસી સાધુને વપરાવીને ગુરુ મોકલે. તે વખતે ઉપવાસીને જે નિર્જરા થાય છે તે નિર્જરા આ પ્રકારે ઇચ્છા વગર ભોજન કરતા એવા તે સાધુને થાય છે, પરંતુ મહત્તર આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. પ્રસ્તુતમાં ઉપવાસને આશ્રયીને મહત્તરાગાર બતાવ્યો, તે રીતે બીજા પણ કોઈ મહત્ત્વના કાર્યને આશ્રયીને કોઈ સાધુએ પુરિમઢનું પચ્ચખાણ કર્યું હોય, અને તેને શીધ્ર ગ્રામાંતર જવાનું થાય ત્યારે તે સાધુ આચાર્યના આદેશથી પચ્ચખાણ વહેલું પારે, તો મહત્તર આગાર હોવાથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી, પણ તે પચ્ચખાણના લાભની પ્રાપ્તિ થાય છે. એકાસણાના પચ્ચખાણમાં આઠ આગારો હોય છે : (૧) અનાભોગ (૨) સહસાકાર (૩) સાગારિક (૪) આકુંચન-પ્રસારણ (૫) ગુરુઅદ્ભુત્થાન (૬) પારિષ્ઠાપનિકા (૭) મહત્તર (૮) સર્વસમાધિવર્તિત. એકાશન એટલે એકવાર ખાવું અને પુતને અર્થાત્ થાપાને નહીં હલાવવા દ્વારા એક આસનમાં બેસવું, અને આ પ્રકારનું એકાશનનું પચ્ચખાણ કરવું એ એકાસણાનું પ્રત્યાખ્યાન છે. અહીં અનાભોગ-સહસાકાર એ બે આગારનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ જાણવું. સાગારિક આગારનું સ્વરૂપ આ પ્રમાણે – સાગારિક એટલે ગૃહસ્થ તે સંબંધી આગાર તે સાગારિકાગાર. સાધુને ગૃહસ્થની સમક્ષ વાપરવું કલ્પતું નથી. તેથી સાધુ વાપરતા હોય ત્યારે કોઈ ગૃહસ્થ આવે અને તે થોડીવારમાં જતો હોય તો સાધુ તેના જવાની રાહ જુએ, અને તે જાય પછી વાપરે. પરંતુ જો તે ગૃહસ્થ તરત જતો ન હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે સાધુ તે સ્થાનેથી ઊઠીને અન્ય સ્થાને જાય અને બાકી રહેલો આહાર ત્યાં બેસીને વાપરે. તો આ રીતે સાધુ એકાસણામાં વાપરતાં વાપરતાં ઊભા થાય તો સાગારિક આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. આકુંચન-પ્રસારણ આગારનું સ્વરૂપ આ પ્રમાણે – આકુંચન એટલે જંઘા આદિને સંકોચવા, અને પ્રસારણ એટલે સંકોચેલા જંઘા આદિને પહોળા કરવા, તે રૂપ આગાર, એ આકુંચન-પ્રસારણાગાર. કોઈ સાધુ એક આસનમાં બેસીને વાપરતા હોય, તે વખતે શરીરની તે પ્રકારની સ્થિતિને કારણે ચિત્તમાં વ્યાકુળતા થવાથી જંધા આદિના સંકોચાદિ કરે, ત્યારે તે સંકોચાદિ કરવામાં પોતે બેઠેલા આસનમાં કંઈક ચલન થાય છે, તોપણ આકુંચન-પ્રસારણ આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી. ગુરુઅભ્યત્થાન આગારનું સ્વરૂપ આ પ્રમાણે – ગુરુઅદ્ભુત્થાન એટલે અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્ય કે પ્રાથૂર્ણક સાધુને આશ્રયીને આસનને છોડવું, તે રૂપ આગાર એ ગુરુઅભ્યત્યાનાગાર. અભ્યત્થાન એ સાધુનું આવશ્યક કર્તવ્ય છે. તેથી કોઈ સાધુ વાપરતા હોય ત્યારે ત્યાં આચાર્ય કે પ્રાથૂર્ણક સાધુ આવે અને તે સાધુ વાપરતાં વાપરતાં ઊભા થાય તો ગુરુઅભ્યત્થાન આગારથી તે સાધુનું પચ્ચકખાણ ભાંગતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy