________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૨ થી ૫૦૪
૧૨૦
અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે ચોથા કાયોત્સર્ગમાં સાધુઓ “અમે ગુરુ વડે ગ્લાનપ્રતિજાગરણાદિ કયા કાર્યમાં નિયુક્ત છીએ?” એનું ચિંતવન કરે છે. હવે આ પ્રકારના ચિંતવનનું શું પ્રયોજન છે? તે બતાવે છે –
ગાથા :
जह तस्स न होइ च्चिय हाणी कज्जस्स तह जयंतेवं । छम्मासाइकमेणं जा सक्कं असढभावाणं ॥५०३॥ तं हियए काऊणं किइकम्मं काउ गुरुसमीवम्मि ।
गिण्हंति तओ तं चिअ समगं नवकारमाईअं ॥५०४॥ અન્વયાર્થ :
ન જે રીતે તસ રૂ દા ર રોટ્ટ =તે ગુરુ વડે સોંપાયેલ, કાર્યની હાનિ ન જ થાય, તદ નયંતે તે રીતે યત્ન કરે છે–તપવિષયક ચિંતવનમાં ઉદ્યમ કરે છે; પર્વ આ રીતે મઢમાવાdi= અશઠભાવવાળા એવા સાધુઓને છગ્ગાસરૂપેvi-છ માસાદિના ક્રમથી ના સઘં જેટલું શક્ય હોય, તં તેને તે શક્ય તપને, હિય =હૃદયમાં કરીને, શિરૂi lÉકૃતિકર્મને કરીનેeગુરુને વંદન કરીને, તો=ત્યારપછી નવરમાડું=નવકારશી આદિ તે વિ=તેને જ=જે શક્ય તપ પોતે કાયોત્સર્ગમાં વિચાર્યું છે તે તપને જ, (સર્વ સાધુઓ) ગુરુસકી =ગુરુની સમીપમાં સમ=સમક=એક સાથે, શિક્તિ= ગ્રહણ કરે છે. ગાથાર્થ :
જે રીતે ગુરએ સોંપેલ કાર્યની હાનિ ન જ થાય તે રીતે તપવિષયક ચિંતવનમાં ઉધમ કરે છે. આ રીતે અશઠભાવવાળા સાધુઓને છ માસાદિના ક્રમથી જેટલું શક્ય હોય, તે શક્ય તપને હૃદયમાં વિચારીને, ગુરુને વંદન કરીને, ત્યારપછી નવકારશી આદિ જે શક્ય તપ પોતે કાયોત્સર્ગમાં વિચાર્યું છે તે શક્ય તપને જ સર્વ સાધુઓ ગુરુની પાસે એક સાથે ગ્રહણ કરે છે. ટીકા : ___ यथा तस्य न भवत्येव हानिः कार्यस्य गुर्वादिष्टस्य तथा यतन्ते उद्यमं कुर्वन्ति, एवं षण्मासादिक्रमेण यावच्छक्यं पौरुष्यादि अशठभावानामिति गाथार्थः ॥५०३॥
तत् शक्यं हृदये कृत्वा सम्यक् कृतिकर्म कृत्वा गुरुसमीपे गृह्णन्ति ततः तदनन्तरं तदेव चिन्तितं समकमिति युगपत् नमस्कारसहितादीति गाथार्थः ॥५०४॥ ટીકાર્થ:
જેવી રીતે તે ગુરુ વડે આદેશાયેલ, કાર્યની હાનિ ન જ થાય, તેવી રીતે સાધુઓ યત્ન કરે છે=ઉદ્યમને કરે છે. આ રીતે અશઠભાવવાળા સાધુઓને છ માસ વગેરેના ક્રમથી પોરિસી આદિ જેટલું તપ શક્ય હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org