________________
૧૨૨
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૯૮-૪૯૯ દોષો, ન થાઓ; આથી ગોસમાં=સવારના પ્રતિક્રમણમાં, આદિમાં=પ્રારંભમાં, ત્રણ કાયોત્સર્ગો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સવારના ઊંઘમાંથી ઊઠેલા સાધુ પ્રતિક્રમણ કરવાના સમય સુધી કદાચ નિદ્રાની અસરવાળા હોઈ શકે, અને તેવા નિદ્રાવાળા સાધુ જો પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન પહેલાં કરે તો સર્વ અતિચારોનું ચિંતવન સમ્યગુ ન કરી શકે. આથી આવા પ્રકારની જીવોની સ્થિતિને ખ્યાલમાં રાખીને શાસ્ત્રકારોએ અતિચાર ચિંતવનનો કાયોત્સર્ગ પ્રથમને બદલે ત્રીજો રાખેલ છે; કેમ કે સાધુઓ સામાન્યથી નિદ્રાના પરિવાર માટે યત્ન કરનારા હોય છે, તેથી કોઈક સાધુની નિદ્રા પ્રતિક્રમણના પ્રારંભકાળમાં દૂર થઈ ન હોય તોપણ પ્રથમના બે કાયોત્સર્ગમાં કરાતા યત્નથી દૂર થઈ જાય છે, જેથી ત્રીજા કાયોત્સર્ગ વખતે નિદ્રાની અસર દૂર થઈ ગઈ હોવાથી અતિચારોનું ચિંતવન સમ્યગું થઈ શકે છે. આથી સવારના પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન પાછળથી કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે રાત્રિકપ્રતિક્રમણમાં ચારિત્રાદિની શુદ્ધિ નિમિત્તક ત્રણ કાયોત્સર્ગો પ્રથમ કેમ કરાય છે ? વસ્તુતઃ જેમ દૈવસિક પ્રતિક્રમણમાં પ્રથમ અતિચારોનું ચિંતવન, આલોચન, પ્રતિક્રમણ કરીને અંતે રત્નત્રયીની શુદ્ધિ નિમિત્તક ત્રણ કાયોત્સર્ગો કરાય છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં આ ત્રણ કાયોત્સર્ગો અંતે કેમ કરાતા નથી ? તેથી કહે છે –
સવારમાં ગાઢ અંધકાર હોય છે. તેથી જ્યારે સાધુઓ સવારે નિદ્રામાંથી જાગે ત્યારે અત્યંત અંધકાર હોવાને કારણે પરસ્પર સાધુઓ એકબીજાને જોઈ પણ શકતા નથી, અને તેવા અંધકારમાં જો સાધુઓ ગુરુ પાસે જઈને અતિચારોનું આલોચન કરે, તો પરસ્પર સાધુઓ એકબીજાને અથડાવાનો સંભવ રહે. માટે તે દોષના પરિવાર અર્થે પહેલાં ત્રણ કાયોત્સર્ગ કરાય છે, જેથી ત્રણ કાયોત્સર્ગ કરે તેટલા કાળમાં પહેલા કરતાં અંધકાર કંઈક ઓછો થયો હોવાથી ગુરુ પાસે અતિચારોનું આલોચન કરવા જતાં સાધુઓના પરસ્પર અથડાવવાની સંભાવના ઓછી રહે.
વળી, અતિચારોનું આલોચન પહેલાં કરવામાં આવે તો આલોચન કરવા માટે જયારે સર્વ સાધુઓ ગુરુ પાસે જઈને આચાર્યને વંદન કરે ત્યારે કોઈ નિદ્રાધીન સાધુ વંદન કર્યા વગર બેસી રહ્યા હોય તોપણ તે સાધુ કોઈને દેખાય નહિ. જેથી અંધકારમાં વંદન નહીં કરવાના દોષો તે સાધુને થાય. તેથી તેવા દોષોના પરિહાર માટે સાધુઓ પ્રથમ ત્રણ કાયોત્સર્ગો કરે છે, જેથી ઊંડું અજવાળું થતાં સર્વ સાધુઓ એકબીજાને જોઈ શકે. ત્યારપછી બધા સાધુઓ ગુરુ પાસે આવીને પ્રતિક્રમણની શેષ વિધિ કરે છે, અને તે વખતે કંઈક અજવાળું થયેલ હોવાથી કોઈ સાધુ તે પ્રતિક્રમણમાં નિદ્રાને કારણે ગુરુને વંદન કરતા ન હોય તો અન્ય સાધુઓ તેઓને જાગૃત કરે છે. II૪૯૮. અવતરણિકા :
तत्राऽपि - અવતરણિકાર્ચઃ
પૂર્વગાથાના અંતે કહ્યું કે સવારના પ્રતિક્રમણમાં ત્રણ કાયોત્સર્ગ પ્રથમ કરાય છે. ત્યાં પણ=રાત્રિક પ્રતિક્રમણમાં કરાતા પ્રથમ ત્રણ કાયોત્સર્ગોમાં પણ –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org