________________
૧૨૦
પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૦ ચેષ્ટાના પર્યતવાળા તત્ત્વ=ત્યાં=ક્રિયાકલાપમાં, રાણા સત્રે મારે રાત્રિક સર્વ અતિચારોને સમ્મ=સમ્યગુ તિંતિ ચિંતવે છે. ગાથાર્થઃ
પ્રાદોષિક સ્તુતિથી માંડીને અધિકૃત કાયોત્સર્ગની ચેષ્ટા સુધીના ક્રિયાકલાપમાં રાત્રિ સંબંધી સર્વ અતિચારોને સાધુઓ સખ્ય ચિંતવે છે. ટીકા?
प्रादोषिकस्तुतिप्रभृतीनां, प्रादोषिकप्रतिक्रमणान्तस्तुतेरारभ्य अधिकृतकायोत्सर्गचेष्टापर्यन्ते प्रस्तुतकायोत्सर्गव्यापारावसान इति भावः, अत्रान्तरे चिन्तयति (? चिन्तयन्ति ) तत्र क्रियाकलापे सम्यग् उपयोगपूर्वकमतिचारान् स्खलितप्रकारान् रात्रिकान् सर्वान्-सूक्ष्मादिभेदभिन्नानिति गाथार्थः ॥४९७॥ નોંધઃ
ટીકામાં વિન્તતિ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે રિન્તનિ હોય તેમ ભાસે છે; કેમ કે મૂળગાથામાં દ્વિતંતિ શબ્દ બહુવચનમાં છે, તેથી ટીકામાં પણ ક્રિયાપદ બહુવચનમાં હોવું જોઈએ. ટીકાર્ય :
પ્રાદોષિક એવી સ્તુતિ વગેરેના અતિચારોને સાધુઓ ચિંતવે છે, એમ અન્વય છે. પ્રાદોષિક પ્રતિક્રમણના અંતની સ્તુતિથી આરંભીને=સાંજનું પ્રતિક્રમણ પૂરું થયા પછી અંતે બોલાતી ત્રણ સ્તુતિઓથી માંડીને અધિકૃત કાયોત્સર્ગની ચેષ્ટાના પર્યતવાળા=પ્રસ્તુત કાયોત્સર્ગના વ્યાપારના અવસાનવાળા=સવારના પ્રતિક્રમણમાં કરાતા અધિકૃત એવા જ્ઞાનશુદ્ધિ નિમિત્તક ત્રીજા કાયોત્સર્ગની પૂર્વેના સર્વવ્યાપારો સુધીના, ત્યાં ક્રિયાકલાપમાં, રાત્રિ સંબંધી સૂક્ષ્માદિ ભેદથી ભિન્ન એવા સર્વ સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે ભેદવાળા બધા, અતિચારોને=
અલિતના પ્રકારોને પોતાનાથી થયેલી અલનાઓના પ્રકારોને, આ અવસરે=જ્ઞાનની શુદ્ધિ નિમિત્તે ત્રીજો કાયોત્સર્ગ કરતી વખતે, સાધુઓ સમ્યગુ=ઉપયોગપૂર્વક, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુઓ આગલા દિવસે સાંજના પ્રતિક્રમણમાં સ્તુતિ બોલે છે ત્યારથી માંડીને સવારના પ્રતિક્રમણમાં ત્રીજો કાયોત્સર્ગ કરે છે ત્યાં સુધીની સર્વ ચેષ્ટાઓ કરવામાં જે સૂક્ષ્મ કે સ્થૂલ અલનાઓ થઈ હોય તે સર્વને અધિકૃત એવા ત્રીજા કાયોત્સર્ગમાં ચિતવે છે.
આ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ સાંજના પ્રતિક્રમણના અંતે રત્નત્રયી નિમિત્તક ત્રણ કાયોત્સર્ગ કર્યા પછી વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે, ત્યારપછી થોડો કાળ ગુરુ પાસે બેસે, ત્યારપછી વર્તમાનના જીતાચાર પ્રમાણે શ્રુતદેવતા વગેરેનો કાયોત્સર્ગ કરે, ત્યારપછી રાત્રે કાલગ્રહણ, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે, સંથારાપોરિસી ભણાવે, શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંથારે, સવારે ઊઠીને પ્રતિક્રમણ કરતાં પૂર્વે ધ્યાન, સ્વાધ્યાયાદિ કરે, ત્યારપછી સવારના પ્રતિક્રમણનો પ્રારંભ કરે, તેમાં પણ ચારિત્ર અને દર્શનની શુદ્ધિ નિમિત્તક બે કાયોત્સર્ગ કરે, અને ત્યારપછી જ્ઞાનની શુદ્ધિ નિમિત્તક ત્રીજો કાયોત્સર્ગ કરવા માટે પુફખરવર સૂત્ર, સુઅસ્સે ભગવઓ સૂત્ર અને અન્નત્થ સૂત્ર બોલે, ત્યાં સુધીની સર્વ ચેષ્ટાઓમાં જે કોઈ સૂક્ષ્મ કે સ્કૂલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org