________________
૧૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૨-૪૯૩ વળી, વર્તમાનમાં તો દૈવસિક પ્રતિક્રમણમાં શ્રુતદેવતાનો અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે, તેમ જ ભવનદેવતાનો કાયોત્સર્ગ પક્ની/ચૌમાસી/સંવચ્છરી પ્રતિક્રમણમાં કરાય છે. આ પ્રકારનો જીતાચાર ક્યારથી શરૂ થયો, તે જ્ઞાત નથી, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલ જીતાચાર કરતાં વર્તમાનનો જીતાચાર કંઈક જુદો છે. આ૪૯૨ અવતરણિકા:
ગાથા ૪૯૧માં બતાવ્યું કે પ્રતિક્રમણ સમાપ્ત થયા પછી આચરણા વડે શ્રુતદેવતા વગેરેનો કાયોત્સર્ગ કરાય છે, અને ગાથા ૪૯૨માં ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ ક્યારે કરવાનો હોય? તે બતાવ્યું. આ રીતે સાંજના પ્રતિક્રમણની વિધિ અને પ્રતિક્રમણ પછી વર્તમાનમાં આચરાતા જીતાચારની વિધિ સંપૂર્ણ થઈ. હવે રાત્રિમાં કરવા યોગ્ય કાલગ્રહણ, સ્વાધ્યાય વગેરેની વિધિને અન્ય ગ્રંથોથી જાણવાનો અતિદેશ કરીને સવારના પ્રતિક્રમણની વિધિ કહેવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે –
ગાથા :
पाओसिआई सव्वं विसेससुत्ताओ एत्थ जाणिज्जा ।
पच्चूसपडिक्कमणं अहक्कम कित्तइस्सामि ॥४९३॥ અન્વયાર્થ :
સ્થ=અહીં દેવસિક પ્રતિક્રમણ અને જીતાચારરૂપે કરાતો ધૃતદેવતાદિનો કાયોત્સર્ગ કર્યા પછી કરાતી સાધ્વાચારની ક્રિયાઓમાં, પાલિકા સંબં=પ્રાદોષિકાદિ સર્વને=રાત્રિના દરેક પ્રહરસંબંધી કાલગ્રહણાદિ સર્વ ક્રિયાઓને, વિરેસકુત્તા વિશેષસૂત્રથી નાના=જાણવું; પબ્સડિમ=પ્રભૂષના પ્રતિક્રમણને= રાત્રિક પ્રતિક્રમણને, મહેમં યથાક્રમે વિરૂક્ષમ હું કીર્તીશ. ગાથાર્થ :
દેવસિક પ્રતિક્રમણ અને જીતાચારરૂપે કરાતો ધૃતદેવતાદિનો કાયોત્સર્ગ કર્યા પછી કરાતી સાધ્વાચારની ક્રિયાઓમાં રાત્રિના દરેક પહોર સંબંધી લિગ્રહણ, સ્વાધ્યાયાદિ સર્વ ક્રિયાઓને વિશેષસૂત્રથી જાણવી. હવે રાત્રિક પ્રતિક્રમણને હું ક્રમસર કહીશ. ટીકાઃ ___प्रादोषिकादि सर्वं कालग्रहणस्वाध्यायादि विशेषसूत्रात्-निशीथाऽऽवश्यकादेरवगन्तव्यम्, प्रत्यूषप्रतिक्रमणं यथाक्रमम् आनुपूर्व्या कीर्तयिष्यामि अत ऊर्ध्वमिति गाथार्थः ॥४९३॥ ટીકાર્ય
પ્રાદોષિકાદિકરાત્રિના દરેક પ્રહરસંબંધી, કાલગ્રહણ-સ્વાધ્યાયાદિ સર્વને નિશીથ-આવશ્યકાદિરૂપ વિશેષસૂત્રથી જાણવું, પ્રભૂષના પ્રતિક્રમણને=સવારના પ્રતિક્રમણની વિધિને, આનાથી આગળ યથાક્રમનું આનુપૂર્વીથી=મસર, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org