SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૮૮-૪૮૯ ૧૧૧ ભાવાર્થ : સાધુઓ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગ કરે છે, જેથી રત્નત્રયી સંબંધી સર્વ અતિચારોની શુદ્ધિ થાય; અને શુદ્ધ થયેલ સર્વ અતિચારોવાળા સાધુઓ ભાવના પ્રકર્ષ માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલવા દ્વારા સિદ્ધભગવંતોની સ્તુતિ કરે છે. ત્યારપછી પૂર્વે કહેલી વંદનની વિધિથી આચાર્યને જ કૃતિકર્મ વંદન કરે છે. ll૪૮૮ અવતરણિકા : किमर्थमित्येतदाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે સિદ્ધાણં બુદ્ધાણં બોલ્યા પછી સર્વ સાધુઓ આચાર્યને જ કૃતિકર્મ વંદન કરે છે. તેથી શંકા થાય કે સાધુઓ કૃતિકર્મ વંદન શા માટે કરે છે? એથી આ=કૃતિકર્મ વંદન કરવાના પ્રયોજનને, કહે છે – ગાથા : सुकयं आणत्तिं पिव लोए काऊण सुकयकिइकम्मा । वटुंतिओ थुईओ गुरुथुइगहणे कए तिण्णि ॥४८९॥ અન્વયાર્થ: નોલોકમાં સુવર્ય સાત્તિ પિવ=(કોઈ વિનીત પુરુષ) જેમ સુકૃત એવી આજ્ઞાને =કરીને સુવિફા =સુકૃતકૃતિકર્મવાળો (આજ્ઞાને નિવેદન કરે, તેમ સાધુઓ પણ કૃતિકર્મ વંદન કરીને નિવેદન કરે છે.) ગુરુથુફા =(ત્યારપછી) ગુરુની સ્તુતિનું ગ્રહણ કરાયે છતે વãતિ વધતી એવી શબ્દથી અને ભાવથી વધતા એવા પરિણામવાળી, તિuિી થો-ત્રણ સ્તુતિઓ (સાધુઓ બોલે છે.) ગાથાર્થ : લોકમાં કોઈ વિનીત પુરુષ જે રીતે સુકૃત એવી આજ્ઞાને કરીને સુકૃતકૃતિકર્મવાળો છતો આજ્ઞાને નિવેદન કરે, એ રીતે સાધુઓ પણ વંદન કરીને નિવેદન કરે છે. ત્યારપછી ગુરુની સ્તુતિનું ગ્રહણ કરાયે છતે શબ્દથી અને ભાવથી વધતા પરિણામવાળી ત્રણ સ્તુતિઓ સાધુઓ બોલે છે. ટીકા : सुकृतामाज्ञामिव लोके कृत्वा कश्चिद्विनीतः सुकृतकृतिका सन्निवेदयति, एवमेतदपि द्रष्टव्यं, तदनु कायप्रमार्जनोत्तरकालं वर्द्धमानाः स्तुतयो रूपतः शब्दतश्च गुरुस्तुतिग्रहणे कृते सति तिस्रः-तिस्रो भवन्तीति गाथार्थः ॥४८९॥ ટીકાર્ય : સુતા .... પ્રકૃચ્ચે જેમ લોકમાં કોઈ વિનીત, સુકત એવી આજ્ઞાને કરીને સુકૃતકૃતિકર્મવાળો છતો આજ્ઞાને નિવેદન કરે છે, એ રીતે આ પણ=સાધુ દ્વારા કરાતું નિવેદન પણ, જાણવું. અર્થાત્ સાધુઓ આચાર્યને વંદન કરીને આચાર્યની આજ્ઞાથી પ્રારંભ કરેલ છે આવશ્યકની સમાપ્તિનું નિવેદન કરે છે, એમ જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy