________________
૧૦૮
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૮૬-૪૮૦
ગાથા :
सुअनाणस्सुस्सग्गं करिति पणवीसगं पमाणेणं ।
सुत्तइयारविसोहणनिमित्तमह पारिउं विहिणा ॥४८६॥ અન્વયાર્થ:
સુત્તવિસર નિમિત્તે સૂત્રના અતિચારના વિશોધનના નિમિત્તે પ્રમાણે પUવીસ–પ્રમાણથી પચીસ (ઉચ્છવાસવાળા) સુનાપાસુસT=શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને વિંતિઃકરે છે. મહં ત્યારપછી વિUિT=વિધિ વડે પરિ(કાયોત્સર્ગને) પારીને (સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં બતાવાશે.) ગાથાર્થ :
સાધુઓ સૂત્રના અતિચારોની વિશુદ્ધિ માટે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને કરે છે. ત્યારપછી વિધિ વડે કાયોત્સર્ગને પારીને સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં બતાવાશે. ટીકાઃ
श्रुतज्ञानस्य कायोत्सर्गं कुर्वन्ति पञ्चविंशत्युच्छासमेव प्रमाणेन सूत्रातिचारविशोधननिमित्तम्, अथ अनन्तरं पारयित्वा विधिना-पूर्वोक्तेनेति गाथार्थः ॥४८६॥ ટીકાર્ય :
સૂત્રના અતિચારોના વિશોધનના નિમિત્તે સૂત્રો બોલતી વખતે થયેલા અતિચારોની શુદ્ધિ માટે, પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા જ શ્રુતજ્ઞાનના કાયોત્સર્ગને કરે છે. પછી પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે કાયોત્સર્ગને પારીને સાધુઓ શું કરે છે? તે ગાથા ૪૮૮માં કહેવાશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૪૮el અવતરણિકા :
દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્ર-દર્શન-જ્ઞાનની શુદ્ધિ માટે સાધુઓ ક્રમસર કાયોત્સર્ગ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે આ જ ક્રમથી કાયોત્સર્ગ કરવાનો હેતુ શું છે? આથી તે હેતુ બતાવે છે –
ગાથા :
चरणं सारो दंसणनाणा अंगं तु तस्स निच्छयओ ।
सारम्मि अ जइअव्वं सुद्धी पच्छाणुपुव्वीए ॥४८७॥ અન્વયાર્થ:
નિચ્છયો તુ=વળી નિશ્ચયથી=પરમાર્થથી, ઘર સારો ચરણ-ચારિત્ર, સાર છે. તzતેનું-ચરણનું, હંસાના IT ji=દર્શન અને જ્ઞાન અંગ છે. સામ =અને સારમાં=સારભૂત એવા ચારિત્રમાં, નબૅ= યત્ન કરવો જોઈએ, (તેથી પ્રથમ ચારિત્રનો, બીજો દર્શનનો અને ત્રીજો જ્ઞાનનો કાયોત્સર્ગ કરવાનો છે.) સુદ્ધ=શુદ્ધિ પછાપુપુથ્વી=પશ્ચાનુપૂર્વીથી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org