________________
૧૦૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૮૧-૪૮૨
પ્રમાદ થઈ ગયો હોય તો આલોચનાથી સર્વ પાપ નાશ પામે નહીં, જેથી તે આલોચના દ્વારા નાશ નહીં પામેલ પાપ દુરાલોચિત બને છે; અને તે દુરાલોચિત પાપનો નાશ કરવા માટે સાધુ અપ્રમાદભાવથી પગામસિજ્જાસૂત્ર બોલવારૂપ પ્રતિક્રમણ કરે છે, જેથી તે દુરાલોચિત પાપ નાશ પામે છે. છતાં પ્રતિક્રમણકાળમાં પણ કોઈક સ્થાનમાં દઢ ઉપયોગના અભાવને કારણે કોઈક સૂક્ષ્મતર પ્રમાદ થઈ ગયો હોય તો પ્રતિક્રમણથી તે દુરાલોચિત સર્વ પાપ નાશ પામે નહીં, જેથી તે પ્રતિક્રમણ દ્વારા નાશ નહીં પામેલ પાપ દુષ્પતિક્રાંત બને છે; અને તે દુપ્પતિક્રાંત પાપની શુદ્ધિ કરવા માટે સાધુ આચાર્યાદિને ખામણાં કર્યા પછી અત્યંત ઉપયોગપૂર્વક રત્નત્રયીની શુદ્ધિનિમિત્તક કાયોત્સર્ગ કરે છે, જેથી તે દુપ્રતિક્રાંત પાપ પણ નાશ પામે છે.
આ રીતે સાધુઓ ભગવાને કહેલ આવશ્યકરૂપ અનુષ્ઠાન કરવા દ્વારા ક્રમસર આલોચન, પ્રતિક્રમણ અને અંતે કાયોત્સર્ગમાં તો અવશ્ય પ્રમાદને કારણે થયેલ સર્વ પાપોનો નાશ કરે છે. ૪૮૧ અવતરણિકા:
ગાથા ૪૭૮માં કહેલ કે દુરાલોચિત અને દુષ્પતિક્રાંતના નિમિત્તે સર્વ પણ સાધુઓ અનવદ્ય કાયોત્સર્ગ કરે છે. ગાથા ૪૭૯થી ૪૮૧માં પ્રાસંગિક કથન કર્યું. હવે પ્રકૃતિ એવી આવશ્યકની ક્રિયામાં સાધુઓ કયા કયા કાયોત્સર્ગ કરે છે? તેને સૂચવનારી ગાથા બતાવે છે – ગાથા :
एस चरित्तुस्सग्गो दंसणसुद्धीए तइअओ होइ ।
सुअनाणस्स चउत्थो सिद्धाण थुई य किइकम्मं ॥४८२॥ सूचागाहा ॥ અન્વયાર્થ:
=આ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી જે કાયોત્સર્ગ કરાય છે એ, રિતુસ =ચારિત્રનો કાયોત્સર્ગ છે, તફડા-ત્રીજો હંસUસુધી=દર્શનની શુદ્ધિ માટે દોડું થાય છે, વડન્થો ચોથો મુડ નાઈશ્રુતજ્ઞાનનો છે, સિદ્ધાએ ય થર્ડ અને એ પ્રમાણે જો સિદ્ધોની સ્તુતિ, શિશ્નમંત્રકૃતિકર્મ થાય છે. ગાથાર્થઃ
આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી જે કાયોત્સર્ગ કરાય છે એ ચારિત્રનો છે, ત્રીજો કાયોત્સર્ગ દર્શનની શુદ્ધિ માટે છે, ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનનો છે અને એ પ્રમાણે જ સિદ્ધોની સ્તુતિ, ત્યારપછી કૃતિકર્મ થાય છે. ટીકા : ___ एष चारित्रकायोत्सर्गः, तदा(?था) दर्शनशुद्धिनिमित्तं तृतीयो भवति, प्रारम्भकायोत्सर्गापेक्षया तस्य तृतीयत्वम्, श्रुतज्ञानस्य चतुर्थः, एवमेव सिद्धेभ्यः स्तुतिश्च, तदनु कृतिकर्म वन्दनमिति सूचागाथासमासार्थः I૪૮૨ા.
નોંધ :
ટીકામાં તલ્લા ના સ્થાને તથા હોય તેમ ભાસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org