________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૮૧
૧૦૩ અત્યંત યત્ન કરે છે, જેથી તે આલોચન અને પ્રતિક્રમણથી અવશ્ય સર્વ પાપ નાશ પામે છે; છતાં કદાચ કોઈક સૂક્ષ્મ પાપ અનાલોચિત-અપ્રતિક્રાંત રહ્યું હોય, તો તે પાપના નાશ માટે સાધુ ભાવપ્રધાન એવો કાયોત્સર્ગનો વ્યાપાર કરે છે, જેનાથી સર્વ પાપ અવશ્ય નાશ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, તેમ કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થઈ શકે છે, છતાં કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય થવાથી સદા કાયોત્સર્ગના કરણની આપત્તિ નથી, એમ કઈ રીતે કહી શકાય ?
તેના સમાધાન અર્થે કહે છે કે જે સાધુઓ ભગવાને કહેલાં અનુષ્ઠાનો અંતરંગ પરિણામોથી ઉપયુક્ત થઈને કરે છે, તેવા મહાત્માઓ વિહિતાનુષ્ઠાન સેવીને અવશ્ય પ્રમાદને જીતે છે, અને ઘણા મહાત્માઓ શક્તિના પ્રકર્ષથી વિહિતાનુષ્ઠાન કરતી વખતે જ વીતરાગ બને છે; કેમ કે આ રીતે સૂક્ષ્મ પ્રમાદ જીતવાનું સર્વજ્ઞનું વચન છે. માટે જે સાધુઓ ભગવાનના વચનાનુસાર આલોચન, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગમાં યત્ન કરે છે, તેઓ અવશ્ય સૂક્ષ્મ પ્રમાદ જીતીને ક્રમે કરીને વીતરાગ થાય છે.
આ વિષયમાં ગ્રંથકારને ઘણું કથન કરવા યોગ્ય જણાય છે, પરંતુ પ્રાસંગિક એવું તે સર્વ કથન કરવા જતાં ગ્રંથનું મૂળ કથન વિલંબિત થાય. તેથી ટીકામાં “ઘણું વક્તવ્ય છે,” એમ સૂચન કરીને “જિજ્ઞાસુઓએ એ વક્તવ્ય સ્વયં વિચારી લેવું જોઈએ,’ એ પ્રકારે ગ્રંથકાર ધ્યાન ખેંચે છે.
વળી, “અહીં ઘણું વક્તવ્ય છે”, એ કથન દ્વારા ગ્રંથકારનો કહેવાનો આશય એ છે કે સંયમ ગ્રહણ કરીને માત્ર ક્રિયાથી જ સંતોષ માનનારા અને ભાવપ્રધાન યત્ન નહીં કરનારા સાધુઓ આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી કાયોત્સર્ગનો પ્રવાહ સતત ચાલુ રાખે તોપણ તેઓનું પાપ તે કાયોત્સર્ગથી નાશ પામે નહિ; જ્યારે મોક્ષાર્થી સાધુઓ તો હંમેશાં પરિણામને પ્રધાન રાખીને જ ક્રિયાઓમાં યત્ન કરનારા હોય છે. આથી તેઓ ઉત્સર્ગ-અપવાદને પણ મોક્ષને અનુકૂળ એવો અપ્રમાદભાવ વૃદ્ધિ પામે એ રીતે યોજતા હોય છે. તેથી આવા મહાત્માઓને પ્રાયઃ કરીને સંયમમાં અતિચાર લાગવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. આમ છતાં અનાદિભવના અભ્યાસને કારણે ક્યારેક પ્રમાદથી કોઈક અતિચાર થઈ જાય, તો તે અતિચાર આલોચનકાળમાં, પ્રતિક્રમણકાળમાં કે અંતે કાયોત્સર્ગકાળમાં તો અવશ્ય નાશ પામે છે. અને આ રીતે પાપનો નાશ કરીને વિશેષ કર્મ ન હોય તો, આવા મહાત્માઓ આ ભવમાં વીતરાગ બને છે, અને કદાચ વિશેષ કર્મ હોય કે વિશિષ્ટ સંઘયણબળ વગેરેનો અભાવ હોય, તો આવા જીવો થોડા ભાવોમાં તો અપ્રમાદભાવ સેવીને અવશ્ય વીતરાગ બને છે.
આ પ્રકારની શિષ્યની પ્રાસંગિક શંકાનું સમાધાન કરીને મૂળકથનનો પ્રારંભ કરવા માટે ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું.
અહીં વિશેષ એ છે કે સર્વ પાપો પ્રમાદને કારણે થાય છે, અને અનાદિકાળથી પ્રમાદ કરવાની જીવની પ્રકૃતિ છે, તેથી અનાદિકાળથી સંસારમાં ભમતા જીવે પ્રમાદજન્ય ઘણાં પાપોનો સંચય કર્યો છે. તે સર્વ પાપોનો નાશ અપ્રમાદ કરવાથી થાય છે, માટે સાધુઓ સંયમના સર્વ યોગોમાં અપ્રમાદથી યત્ન કરતા હોય છે, જેનાથી સાધુઓનાં અનાદિકાળથી સંચિત થયેલા ઘણાં પાપોનો નાશ થાય છે. છતાં અપ્રમાદી પણ સાધુથી ક્યારેક સૂક્ષ્મ પ્રમાદ થઈ જાય છે ત્યારે તેઓને પાપ બંધાય છે, અને તે સૂક્ષ્મ પ્રમાદથી બંધાયેલ પાપનો ક્ષય કરવા માટે સાધુ અપ્રમાદભાવથી આલોચના કરે છે. છતાં આલોચનાકાળમાં પણ કોઈક સૂક્ષ્મતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org