________________
પ્રતિદિનક્રિયાવસ્તુક, “આવશ્યકદિ' દ્વાર/ ગાથા ૪૦૯-૪૮૦
ગ્રહણ કર્યા પછી સંયમમાં અલનાઓ થાય છે. એટલું જ નહિ પરંતુ તે અલનાઓ દૂર કરવા માટે સાધુ જે આલોચન અને પ્રતિક્રમણ કરે છે તેમાં પણ જીવને સૂક્ષ્મ પ્રમાદ સંભવે છે; કેમ કે જીવને પ્રમાદ કરવાનો અભ્યાસ અતિપટુ છે. માટે આલોચનાદિ કર્યા પછી પણ દોષો રહી શકે છે. આથી તે રહી ગયેલ દોષોના જય માટે આલોચન અને પ્રતિક્રમણ કર્યા પછી સાધુ કાયોત્સર્ગ કરે છે. ૪૭૯ ગાથા :
चोएइ हंदि एवं उस्सग्गंमि वि स होइ अणवत्था ।
भण्णइ तज्जयकरणे का अणवत्था जिए तम्मि? ॥४८०॥ અન્વયાર્થ:
વોચોદન કરે છેઃશિષ્ય પ્રશ્ન કરે છેઆ પ્રમાણે=આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો એ પ્રમાણે, સffમ વિ=કાયોત્સર્ગમાં પણ =તે સૂક્ષ્મ પ્રમાદ, રોટ્ટ થાય. (તેથી) માવસ્થા= અનવસ્થા છે. મUાડું કહેવાય છે=ગ્રંથકાર વડે તે પ્રશ્ન કરનારને ઉત્તર અપાય છે તfષ નિતેરસૂક્ષ્મ પ્રમાદ, જિતાયે છતે તન્નયરને તેના જયના કરણમાં કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં, 1 અપાવસ્થા ? કઈ અનવસ્થા છે ? * “ઇંદ્રિ' ખેદ અર્થમાં છે. ગાથાર્થ :
શિષ્ય પ્રશ્ન કરે છે - આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો, એ પ્રમાણે કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, તેથી અનવસ્થા છે. તેને ગ્રંથકાર જવાબ આપે છે – સૂક્ષ્મ પ્રમાદ જિતાયે છતે કાયોત્સર્ગમાં સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં કઈ અવસ્થા છે? ટીકા? ___चोदयति शिक्षकः, हंद्येवं कायोत्सर्गेऽपि सः सूक्ष्मः प्रमादो भवति, ततश्च तत्राऽपि दोषः, तज्जयायापरकरणं, तत्राप्येष एव वृत्तान्त इत्यनवस्था, एतदाशङ्क्याह-भण्यते प्रतिवचनं, तज्जयकरणे= अधिकृतसूक्ष्मप्रमादजयकरणे प्रस्तुते काऽनवस्था जिते तस्मिन् सूक्ष्मप्रमाद इति गाथार्थः ॥४८०॥ ટીકાર્ય : શિક્ષક ચોદન કરે છે શિષ્ય પ્રશ્ન કરે છે –
આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યા મુજબ આલોચન અને પ્રતિક્રમણમાં સૂક્ષ્મ પ્રમાદ થયો એ પ્રમાણે, કાયોત્સર્ગમાં પણ તે સૂક્ષ્મ પ્રમાદ, થાય, અને તેથી ત્યાં પણ કાયોત્સર્ગમાં પણ, દોષ થાય, તેના જય માટે= કાયોત્સર્ગમાં થયેલા દોષના જય માટે, અપરનું કરણ–બીજો કાયોત્સર્ગ કરવો પડે, ત્યાં પણ બીજા કાયોત્સર્ગમાં પણ, આ જ વૃત્તાંત છે=સૂક્ષ્મ પ્રમાદને કારણે દોષ થવાથી ત્રીજો કાયોત્સર્ગ કરવો પડે, એથી અનવસ્થા થાય.
આની એ કથનની, આશંકા કરીને કહે છે – પ્રતિવચન કહેવાય છે=ઉપરમાં બતાવેલી શંકાનો જવાબ ગ્રંથકાર વડે અપાય છે – પ્રસ્તુત એવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org