________________
૯૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૪૦૯
અવતરણિકા:
अत्राऽपि कायोत्सर्गकरणे प्रयोजनमाह - અવતરણિતાર્થ :
અહીં પણ=પાપશુદ્ધિમાં પણ, કાયોત્સર્ગના કરણમાં પ્રયોજનને કહે છે, અર્થાત્ કોઈને જિજ્ઞાસા થાય કે પાપની શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ કર્યું, છતાં ફરી પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવામાં શું પ્રયોજન છે? તેથી હવે તે પ્રયોજન બતાવે છે –
ગાથા :
जीवो पमायबहुलो तब्भावणभाविओ उ संसारे ।
तत्थ वि संभाविज्जइ सुहुमो सो तेण उस्सग्गो ॥४७९॥ અન્વયાર્થ
સંસારે સંસારમાં પથર્વદુનો પ્રમાદથી બહુલ=ભરપૂર, નીવો જીવ તમાવાભાવિકો તેની= પ્રમાદની, ભાવનાથી ભાવિત જ છે. તત્વ વિ=ત્યાં પણ=આલોચનાદિમાં પણ, સુEો તો=સૂક્ષ્મ એવો આ=પ્રમાદ, સંમાવિનડું સંભવે છે, તેT=તે કારણથી ૩ =ઉત્સર્ગ છે–પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ છે. ગાથાર્થ :
સંસારમાં પ્રમાદથી ભરપૂર જીવ પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે, આલોચનાદિમાં પણ સૂક્ષ્મ પ્રમાદ સંભવે છે, તે કારણથી પાપની શુદ્ધિ માટે કાયોત્સર્ગ છે. ટીકા? ___जीवः प्रमादबहुल: तद्भावनाभावित एव-प्रमादभावनाभावितस्तु संसारे, यतश्चैवमतोऽभ्यासपाटवात् तत्राऽपि आलोचनादौ सम्भाव्यते सूक्ष्मः असौ-प्रमादः, ततश्च दोष इति, तेन कारणेन तज्जयाय
થો રૂતિ યથાર્થ ૪૭ ટીકાર્થ:
સંસારમાં પ્રમાદથી બહુલ એવો જીવ તેની ભાવનાથી ભાવિત જ છે=પ્રમાદની ભાવનાથી ભાવિત જ છે, અને જે કારણથી આમ છે=જીવ પ્રમાદભાવનાથી ભાવિત છે એમ છે, આથી અભ્યાસનું પટુપણું હોવાથી જીવમાં પ્રમાદના અભ્યાસનું કુશલપણું હોવાથી, ત્યાં પણ આલોચનાદિમાં પણ, સૂક્ષ્મ એવો આ પ્રમાદ, સંભવે છે, અને તેનાથી–તે સૂક્ષ્મ પ્રમાદથી, દોષ થાય છે. તે કારણથી તેના જય માટે દોષના જય માટે, કાયોત્સર્ગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંસારમાં જીવ પ્રમાદથી ભરપૂર છે. આથી જીવ પ્રમાદની ભાવનાથી અત્યંત ભાવિત જ છે અર્થાત પોતાના શુદ્ધ ભાવોમાં સુદઢ વ્યાપાર કરવાને બદલે નિમિત્તો પ્રમાણે સાંસારિક ભાવો કરવારૂપ પ્રમાદની ભાવનાથી સંસારી જીવ અત્યંત ભાવિત જ છે. તેને કારણે સંસારથી તરવાના આશયવાળા જીવને પણ સંયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org