________________
૯૬
પ્રતિદિનક્રિયાવક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૦૦
અન્વયાર્થ :
વિUપચ્ચવા =વિકટન-પ્રત્યાખ્યાનમાં આલોચન અને પચ્ચખાણના ગ્રહણમાં, સુખ ૩ =અને શ્રુતમાં=શ્રુતના અધ્યયનમાં, રથાદિ વિ રત્નાધિકો પણ રિતિ કરે છેપોતાના કરતાં પર્યાયથી લઘુ એવા આચાર્યને વંદન કરે છે. મ િEવળી મધ્યમમાં=ક્ષમણમાં, " રેતી કરતા નથી=રત્નાધિક સાધુઓ પોતાનાથી દીક્ષા પર્યાયમાં નાના આચાર્યને વંદન કરતા નથી, તો ચેવ =પરંતુ તે જ=આચાર્ય જ, તેસિ=તેઓને=રત્નાધિક સાધુઓને, પટ્ટ=વંદન) કરે છે. ગાથાર્થ :
આલોચન અને પચ્ચખાણના ગ્રહણમાં અને શ્રુતના અધ્યયનમાં રત્નાધિકો પણ પોતાના કરતાં પર્યાયથી લઘુ એવા આચાર્યને વંદન કરે છે, વળી ક્ષમણમાં રત્નાધિક સાધુઓ પોતાનાથી દીક્ષાપત્યંચમાં નાના આચાર્યને વંદન કરતા નથી, પરંતુ આચાર્ય જ રત્નાધિક સાધુઓને વંદન કરે છે. ટીકા?
विकटनप्रत्याख्यानयोरित्यत्र विकटनम् आलोचनं प्रत्याख्यानं प्रतीतं, श्रुते च उद्दिश्यमानादौ रत्नाधिका अपि तु ज्येष्ठार्या अपि कुर्वन्ति वन्दनमिति प्रक्रमात् गम्यते, मध्यम इति क्षमण इत्यर्थः न कुर्वन्ति, अपि તુ તે વાડડવાર્યતેષાંરત્યાધિનાં રોતિ વનતિ થાર્થ: I૪૭૭ ટીકાર્ય :
વિકટન અને પ્રત્યાખ્યાનમાં' એ પ્રકારના શબ્દમાં વિકટન એટલે આલોચન, અને પ્રત્યાખ્યાન પ્રતીત છે, અને ઉદ્દિશ્યમાન આદિ શ્રુતમાં વળી રત્નાધિકો પણ=જ્યેષ્ઠાર્યો પણ, વંદનને કરે છે–પોતાનાથી પર્યાયથી લઘુ આચાર્યને વંદન કરે છે.
મૂળગાથાના પૂર્વાર્ધને અંતે રહેલ વતિ ક્રિયાપદની પૂર્વે વનમ્ એ પ્રકારનું કર્મ પ્રક્રમથી જણાય છે.
મધ્યમમાં=ક્ષમણમાં, કરતા નથી=જ્યેષ્ઠ સાધુઓ પોતાનાથી સંયમપર્યાયમાં કનિષ્ઠ આચાર્યને વંદન કરતા નથી, પરંતુ તે જ=આચાર્ય જ, તેઓનેત્રરત્નાધિકોને=પોતાનાથી પર્યાયમાં જ્યેષ્ઠ સાધુઓને, વંદન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આચાર્ય પાસે આલોચના કરવી હોય કે પચ્ચખાણ કરવું હોય, કે ઉદિશ્યમાન-સમુદિશ્યમાન આદિ શ્રતનો અભ્યાસ કરવો હોય ત્યારે, પર્યાયથી જયેષ્ઠ સાધુઓ પણ પોતાના કરતાં પર્યાયથી કનિષ્ઠ એવા આચાર્યને વંદન કરે છે; કેમ કે આચાર્ય ગીતાર્થ છે, માટે તેઓ પર્યાયથી કનિષ્ઠ હોય તોપણ રત્નાધિક સાધુઓને આલોચનાદિ આપવાના અધિકારી છે. માટે તે અધિકારરૂપ શક્તિની અપેક્ષાએ જયેષ્ઠ પર્યાયવાળા સાધુઓ કરતાં પણ આચાર્ય જયેષ્ઠ છે. છતાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા બાદ ખામણાં કરવાના પ્રસંગે યેષ્ઠ પર્યાયવાળા સાધુઓ પોતાનાથી કનિષ્ઠ પર્યાયવાળા આચાર્યને વંદન કરતા નથી, પરંતુ આચાર્ય જ પોતાના કરતાં રત્નાધિક સાધુઓને વંદન કરે છે. ll૪૭૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org