________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧, ૪૦૨ ચતુર્વિધ શ્રી સંઘના સર્વસામાન્ય આરાધક જીવો સાથે ક્ષમાપના કરે છે, અને ત્યારપછી મહાસામાન્ય એવા જગતના સર્વ પ્રકારના જીવોના સમૂહ સાથે ક્ષમાપના કરે છે.
વળી આ ત્રણેય પ્રકારની ક્ષમાપના કરતી વખતે સાધુ તે તે પ્રકારના પ્રમોદાદિ ભાવો ઉલ્લસિત થાય તેવા પ્રણિધાનવાળા હોય છે, અને પોતાનું ચિત્ત જેમણે ધર્મમાં સ્થાપન કર્યું છે તેવા ઉત્તમભાવવાળા હોય છે, જેથી પોતાના અંતરમાંથી સર્વ જીવો પ્રત્યેનો કાલુષ્યભાવ દૂર થાય અને મૈત્રી અને પ્રમોદભાવ વિકસિત થાય.
અહીં એ વિશેષ છે કે પ્રસ્તુતની ત્રણ ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં આચાર્યાદિ સાધુગણ સાથે ક્ષમાપના બતાવી; કેમ કે સાધુવર્ગ અત્યંત આરાધક હોવાથી તેઓ સાથે સહેજ પણ અરોચકભાવ ન રહે. બીજી ગાથામાં ચતુર્વિધ શ્રી સંઘસામાન્ય સાથે ક્ષમાપના બતાવી; કેમ કે ચતુર્વિધ શ્રી સંઘ આરાધક હોવાથી કોઈ સાથે વૈરભાવ ન રહે. ત્રીજી ગાથામાં મહાસામાન્ય એવા સર્વ જીવો સાથે ક્ષમાપના બતાવી, જેથી સર્વ જીવો સાથે મૈત્રીભાવ વિકસિત થાય.
આ રીતે સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાથી જીવમાં ઉત્તમ ચિત્તની પરિણતિ પ્રગટે છે. I૪૬૯૪૭) ૪૭૧il અવતરણિકા :
ગાથા ૪૬૮માં કહેલ કે પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી વંદન કરીને સર્વ સાધુઓ આચાર્યાદિને ખમાવે છે. તે ક્ષમાપના અંગે ગ્રંથકારે ગાથા ૪૬૯થી ૪૭૧માં શ્રુતમાં કરેલ કથન બતાવ્યું.
હવે સર્વ સાધુઓ ગાથા ૪૬૮માં કહ્યા મુજબ વંદન કર્યા પછી આચાર્યાદિને કઈ રીતે ખમાવે છે? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
एवंविहपरिणामा भावेणं तत्थ नवरमायरियं ।
खामति सव्वसाहू जइ जिट्ठो अनहा जेटुं ॥४७२॥ અન્વયાર્થ :
માવેvi ભાવથી=પારમાર્થિક અધ્યવસાયથી, વંવિપરિWITH=આવા પ્રકારના પરિણામવાળા=ગાથા ૪૬૯થી ૪૭૧માં બતાવ્યા મુજબ આચાર્યાદિ સર્વ જીવોને ખમાવવાના પરિણામવાળા, સવ્યસાદૂ સર્વ સાધુઓ તત્વ ત્યાં ખામણામાં, ગડ્રનિદ્દો જો (આચાર્ય) યેષ્ઠ (હોય તો) નવ=પ્રથમ મારિયં આચાર્યને ઘામંતિઃખમાવે છે. અત્રહા=અન્યથા–આચાર્ય જયેષ્ઠ ન હોય તો, ગેરેં જયેષ્ઠને (આચાર્ય પણ ખમાવે
ગાથાર્થ :
ભાવથી પૂર્વની ત્રણ ગાથાઓમાં બતાવ્યું એવા પ્રકારના પરિણામવાળા સર્વ સાધુઓ ખામણામાં જો આચાર્ય જ્યેષ્ઠ હોય તો પ્રથમ આચાર્યને ખમાવે છે; આચાર્ય જ્યેષ્ઠ ન હોય તો જયેષ્ઠ સાધુને આચાર્ય પણ ખમાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org