________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર / ગાથા ૪૬૪-૪૬૫
ટીકાઃ
उत्पन्नोत्पन्ना माया अकुशलकर्मोदयेन अनुमार्गतो निहन्तव्या स्वकुशलवीर्येण, कथमित्याह - आलोचननिन्दागर्हाभिः, न पुनश्च द्वितीयं वारं तदेव कुर्यादिति गाथार्थः ॥४६४॥ ટીકાર્ય :
અકુશલ કર્મના ઉદયથી ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા પોતાના કુશલ એવા વીર્ય દ્વારા અનુમાર્ગથી થયા પછી તરત, હણવી જોઈએ. કઈ રીતે? એથી કહે છે – આલોચન, નિંદા અને ગહ વડે હણવી જોઈએ, અને ફરી બીજી વાર તે જ=પૂર્વમાં કરેલું પાપ જ, કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અહીં સંયમજીવનમાં થતા દોષોને નહીં ગ્રહણ કરતાં માયાને ગ્રહણ કરી છે, તેનું કારણ એ છે કે પ્રાયઃ કરીને સંયમજીવનમાં અતિચારો માયાથી થાય છે. દા.ત. કોઈ સાધુ ભિક્ષા માટે ગવેષણાદિનો શ્રમ કરતા હોય, અને ત્યારે ક્વચિત્ પ્રાપ્ત થયેલ કોઈક સારી ભિક્ષામાં પોતાને કંઈક દોષની સંભાવના લાગતી હોય, અને ગૃહસ્થને પૃચ્છા કરતાં વહોરાવનાર ગૃહસ્થના ક્ષોભવાળા વચનોથી તે ભિક્ષામાં કોઈક દોષની સંભાવના લાગતી હોય, તોપણ નિર્દોષ ભિક્ષા દુર્લભ હોવાને કારણે તે સાધુ ગૃહસ્થના ભિક્ષાને નિર્દોષ જણાવનાર ઉત્તરનું આલંબન લઈને તે ગોચરીને નિર્દોષ કલ્પીને ગ્રહણ કરી લે, ત્યારે તે શંકિત દોષવાળી ગોચરી ગ્રહણ કરવામાં આત્મવંચનારૂપ માયા થાય છે. આમ, જીવનો અનાદિકાળથી પ્રમાદી સ્વભાવ હોવાને કારણે આત્મકલ્યાણ માટે સંયમની પ્રવૃત્તિ કરતાં પણ આત્મવંચનારૂપ માયા થવાનો સંભવ રહે છે, અને આવી અનેક પ્રકારની માયાઓ સંયમજીવનમાં અતિચારો પેદા કરે છે, તે જણાવવા માટે ગ્રંથકારે અહીં દોષોનું ગ્રહણ ન કરતાં માયાનું ગ્રહણ કરેલ છે.
વળી,આવી માયા હજી ઉત્પન્ન થઈ ન થઈ હોય, અને તેનું કાર્ય પૂર્ણ કરે તે પહેલાં વચમાં જ તેને આલોચના, નિંદા અને ગહ વડે, ફરી માયાનો પરિણામ ન થાય એ પ્રકારના દઢ પરિણામપૂર્વક હણી નાખવી જોઈએ, જેથી સંયમનો પરિણામ ટકી શકે; અને જે સાધુ માયા પ્રગટ્યા પછી ઉપેક્ષા કરે છે અથવા તો આલોચના, નિંદા અને ગહ કર્યા પછી પણ તે દોષોને ફરી ફરી સેવે છે, તે સાધુમાં સંયમનો પરિણામ ટકી શકતો નથી. ૪૬૪ો અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સંયમજીવનમાં પ્રમાદવશાત્ માયાનો પરિણામ થઈ જાય તો તરત જ આલોચના, નિંદા અને ગહ વડે તે માયાને હણી નાખવી જોઈએ. હવે ત્યારબાદ શું કરવું જોઈએ? તે બતાવે છે –
ગાથા :
तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसति ।
तं तह अणुचरिअव्वं अणवत्थपसंगभीएणं ॥४६५॥ અન્વયાર્થ :
માવિક ય ગુરૂ અને માર્ગને જાણનાર ગુરુ તzતેનું સેવેલા અતિચારનું, ગં પાછાં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org