________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૦ અવતરણિકા: પૂર્વગાથાની અંતે કહ્યું કે ભગવાનનું આગમ ઉત્સર્ગ-અપવાદરૂપ છે. એ જ વાતને બતાવતાં કહે છે –
ગાથા :
ण य किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं ।
तित्थगराणं आणा कज्जे सच्चेण होअव्वं ॥२८०॥ અન્વયાર્થ: નિવિિહં ચ અને જિનવરેંદ્ર વડે વિર પુત્રયં પરિસિદ્ધ વા વ =કાંઈ અનુજ્ઞાત અથવા પ્રતિષિદ્ધ પણ નથી. તિસ્થRUાં મા=તીર્થકરોની આજ્ઞા છે, બ્લેકકાર્ય હોતે છતે સāા=સત્ય= માયા વગરના, રોઝવૅ થવું જોઈએ. ગાથાર્થ
જિનવરેંદ્ર વડે કોઈ કૃત્યની અનુજ્ઞા આપેલ નથી કે કોઈ કૃત્યનો પ્રતિષેધ પણ કર્યો નથી. તીર્થકરોની આજ્ઞા છે, કાર્ય હોતે છતે માયા વગરના થવું જોઈએ. ટીકા?
न च किञ्चिदनुज्ञातम् एकान्तेन प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः भगवद्भिः, किन्तु तीर्थङ्कराणामाज्ञा इयं, यदुत-कार्ये सत्येन भवितव्यं, न मातृस्थानतो यत्किञ्चिदवलम्बनीयमिति गाथार्थः ॥२८०॥ ટીકાઈ:
અને જિનવરેન્દ્ર વડે=ભગવાન વડે, એકાંતથી કાંઈ અનુજ્ઞાત કે પ્રતિષિદ્ધ પણ નથી, પરંતુ આ તીર્થકરોની આજ્ઞા છે, જે યદુતથી બતાવે છે – કાર્ય હોતે છતે સત્ય થવું જોઈએ, માતૃસ્થાનથી=માયાથી, યત્કિંચિત ગમે તે કૃત્ય, અવલંબવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
ભગવાને બાહ્ય કોઈ કૃત્યમાં એકાંતે “આમ જ કરવું કે આમ ન જ કરવું”, તેવો વિધિ કે નિષેધ કર્યો નથી, પરંતુ તીર્થકરોની આજ્ઞા છે કે જે કાર્યથી જે વખતે લાભ થતો હોય તે વખતે તે કાર્યને સાધુએ માયા વગર કરવું જોઈએ.
આ કથનથી નક્કી થાય કે આગમ ઉત્સર્ગ-અપવાદમય છે. અને એનાથી એ ફલિત થાય કે, વર્તમાનકાળના દોષને કારણે અપવાદથી પૂર્વાચાર્યોએ પાત્રપડિલેહણા કર્યા પછી પાત્રાને ઊંચે મૂકવાનું સ્વીકાર્યું છે, તે શાસ્ત્રસંમત છે; પરંતુ તેટલામાત્રથી પડિલેહણાદિ સર્વ ક્રિયાઓ પોતાને અનુકૂળ પડે તે રીતે યથાતથા કરવાનું શાસ્ત્રસંમત નથી. માટે પૂર્વાચાર્યોએ કર્યું છે તેમ કરવું ઉચિત છે, એ પ્રકારનું ગાથા ૨૭૮ સાથે પ્રસ્તુત ગાથાનું જોડાણ છે. ll૨૮૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org