________________
પ્રતિદિનક્રિયાવસ્તુક“પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૯ અવતરણિકા:
एतदेव समर्थयति - અવતરણિતાર્થ :
આને જ સમર્થન કરે છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે પાત્રા ભૂમિ ઉપર સ્થાપન કરવાની વિધિ હોવા છતાં કાળપરિહાણીના દોષને કારણે પાત્રા ખીંટી ઉપર મુકાય છે, એ કાર્ય વર્તમાનમાં પણ ઉચિત છે, એનું જ ગ્રંથકાર સમર્થન કરે છે –
ગાથા :
अवलंबिऊण कज्जं जं किंचि समायरंति गीयत्था ।
थेवावराह बहुगुण सव्वेसिं तं पमाणं तु ॥२७९॥ અન્વયાર્થ:
નં ૩મવનંવિઝ=કાર્યને અવલંબીને થેવવરદ વાપુ થોડા અપરાધવાળું, બહુ ગુણોવાળું વિવિ=જે કંઈ શીયસ્થા=ગીતાર્થો સાયતિ–આચરે છે, તંત્રએ સવ્વલ સર્વેને=બધા સાધુઓને, પમાઈi તુ પ્રમાણ જ છે. ગાથાર્થ :
કાર્યને અવલંબીને થોડા અપરાધવાળું, બહુ ગુણોવાળું જે કંઈ કૃત્ય ગીતાર્થો આચરે છે, તે સર્વ સાધુઓને પ્રમાણ જ છે. ટીકા :
अवलम्ब्य=आश्रित्य कार्यं यत्किञ्चिदाचरन्ति सेवन्ते गीतार्थाः आगमविदः स्तोकापराधं बहुगुणं मासकल्पाविहारवत्सर्वेषां जिनमतानुसारिणां तत् प्रमाणमेव, उत्सर्गापवादरूपत्वादागमस्येति गाथार्थः ॥२७९॥ ટીકાઈઃ
કાર્યને અવલંબીને=આશ્રયીને, થોડા અપરાધવાળું, બહુગુણોવાળું જે કંઈ ગીતાર્થો=આગમને જાણનારાઓ, માસકલ્પના અવિહારની જેમ આચરે છે=સેવે છે, તે જિનમતને અનુસરનારા સર્વ સાધુઓને પ્રમાણ જ છે; કેમ કે આગમનું ઉત્સર્ગ-અપવાદરૂપપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
અત્યંત અપ્રમત્ત મુનિઓને પડિલેહણ કર્યા પછી ઉપધિ અને પાત્રા પોતાની પાસે જ રાખવાની વિધિ છે; આમ છતાં, સામાન્ય રીતે સાધુને માસકલ્પ વિહાર કરવાની વિધિ છે, છતાં તેવા કોઈ સંયોગોમાં ગીતાર્થો માસકલ્પ વિહાર નહીં કરીને વિશેષ લાભને કારણે સ્થિર રહે, તે જેમ અપવાદથી ઈષ્ટ છે; તેમ કાળના દોષને કારણે પાત્રાને ખીંટી વગેરે ઉપર ટીંગાળવાનું કૃત્ય અલ્પ દોષવાળું અને ઘણા ગુણોવાળું હોવાથી અર્થાત પૂર્વના મુનિઓની જેમ અત્યંત અપ્રમાદના અભાવરૂપ થોડા દોષવાળું અને પાત્રાના રક્ષણરૂપ ઘણા ગુણોવાળું હોવાથી, જિનમતાનુસારી સર્વ સાધુઓને પ્રમાણરૂપ જ છે; કેમ કે આગમ ઉત્સર્ગ અને અપવાદમય છે. તેથી દેશ-કાળ પ્રમાણે ખીંટી વગેરે ઉપર ટીંગાળવાથી પાત્રાનું રક્ષણ સંભવિત છે. ર૭ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org