________________
પ્રતિદિનક્રિયાવસ્તુકને પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૮
૦૫
૧૫
ગાથા :
कालपरिहाणिदोसा सिक्कगबंधे वि विलइए संते ।
एसेव विही सम्म कायव्वो अप्पमत्तेणं ॥२७८॥ અન્વયાર્થ:
ત્રિપરિક્ષાવોસ=કાળપરિહાણીના દોષથી સિવિંધે વિ વિત્નરૂપ સંતે=(પાત્રા) સિક્કગબંધમાં પણ=શીકામાં પણ, લગાયે છતે પુણેવવિઠ્ઠી આ જ વિધિ=આગળમાં કહી એ જ વિધિ, સમvi=અપ્રમત્તે= અપ્રમત્ત એવા સાધુએ, સમં=સમ્યમ્ વાયવ્યો કરવી જોઈએ. ગાથાર્થ :
કાળપરિહાણીના દોષથી પાત્રા શીકામાં પણ લટકાવે છતે, આગળમાં કહી એ જ વિધિ અપ્રમત્તા એવા સાધુએ સમ્યગૂ કરવી જોઈએ. ટીકા?
कालपरिहाणिदोषा=दुष्पमालक्षणकालपरिहाण्यपराधेन, सिक्कगबंधेऽपि पात्र इति गम्यते विलगिते सति कीलकादौ प्रमादभङ्गभयेन एष एव विधिरनन्तरोदितः सम्यग् अन्यूनातिरिक्तः कर्त्तव्यः अप्रमत्तेन, न स्थापनत्यागवत् सर्वत्याग एव कार्यः, तस्य पूर्वाचायैरेवाऽऽचरितत्वादिति गाथार्थः ॥२७८॥ ટીકાર્ય :
કાળપરિહાણીના દોષથી=દુષમાના લક્ષણવાળા કાળની પરિહાણીના અપરાધથી, પ્રમાદથી ભંગનો ભય હોવાથી પાત્ર કિલકાદિરૂપ સિક્કગબંધમાં પણ=ખીલી વગેરે શીકામાં પણ, લગાયે છતે લટકાયે છતે, આ જ=પૂર્વમાં કહેવાયેલ જ, વિધિ અપ્રમ7=પ્રમાદ વગરના સાધુએ, સમ્યક=અન્યૂન-અનતિરિક્ત, કરવી જોઈએ, સ્થાપનના ત્યાગની જેમ સર્વનો ત્યાગ જ કરવો જોઈએ નહીં અર્થાત્ પાત્રા નીચે રાખવાની વિધિ હોવા છતાં તે વિધિ ત્યજીને પાત્રા ઉપર લટકાવાય છે, તેની જેમ બીજી બધી વિધિનો ત્યાગ જ કરવો જોઈએ નહીં, કેમ કે તેનું–પાત્રાના ભૂમિ ઉપર સ્થાપનના ત્યાગનું, પૂર્વાચાર્યો વડે જ આચરિતપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
દુષમા નામના પાંચમા આરાની પરિહાણીના અર્થાત્ સંયમની ધૃતિ-બલ આદિની હાનિના, દોષથી પ્રમાદને કારણે પાત્ર ભાંગી જવાના ભયથી વર્તમાનમાં પાત્રો ખીલી આદિ શીકાબંધમાં સ્થાપન કરાય છે, તોપણ, પાત્રાને ખીલી વગેરે પર ટીંગાળવાના વ્યવહાર સિવાય વસ્ત્ર અને પાત્રના પડિલેહણની આગળમાં કહેલ વિધિ અપ્રમાદભાવથી સમ્યગૂ કરવી જોઈએ; પરંતુ ભૂમિ ઉપર પાત્રાના સ્થાપનના ત્યાગની જેમ પોતાની અનુકૂળતા પ્રમાણે વસ્ત્ર અને પાત્રની પડિલેહણાની વિધિનો ત્યાગ કરવો જોઈએ નહિ; કેમ કે પાત્રાને ખીંટી વગેરે પર લટકાવવાનું આચરણ પૂર્વાચાર્યોએ જ કરેલ છે, અને અન્ય સર્વ વિધિ શાસ્ત્રમાં બતાવેલ છે તે રીતે જ પૂર્વાચાર્યોએ આચરેલ છે. ર૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org