________________ 04 પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વારઃ ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા 200-208 ટીકાઃ વ્યાઘાતા છે (दक्षिणेन करेणोत्तानेन पात्रस्य कोणं कर्णं गृहीत्वा पात्रमवाङ्मुखं कृत्वा वामहस्तस्य मणिबन्धे त्रीन् वारान् प्रस्फोटयति, ततस्त्रीन् वारान् हस्ततले, त्रीन् वारान् भूमिकायामिति) // 277 // નોંધ: પ્રસ્તુત ગાથાની અવતરણિકા બૃહત્સલ્યભાષ્યગાથા-૬૬૬ના આધારે કરેલ છે, અને આ ગાથા બૃહત્કલ્પસૂત્રમાં કંઈક જુદા શબ્દોથી પ્રાપ્ત થાય છે અને આ ગાથા ઉપર ત્યાં ટીકા છે; જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં આ ગાથા ઉપર ટીકા નથી. તેથી અમે ત્યાંની ટીકાને કૌંસમાં અહીં મૂકેલ છે અને તે પ્રમાણે જ અર્થ કરેલ છે. વિશેષ અર્થ બહુશ્રતો વિચારે. ટીકાર્ય : ઉત્તાન એવા દક્ષિણ કર વડે=ચત્તા એવા જમણા હાથ વડે, પાત્રના કોણને-કર્ણને, ગ્રહણ કરીને પાત્રને અવાંગમુખ=ઊંધા મુખવાળું, કરીને ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર પ્રસ્ફોટન કરે, ત્યાર પછી ત્રણ વાર હાથના તલ ઉપર, ત્રણ વાર ભૂમિકા ઉપર=જમીન ઉપર, પ્રસ્ફોટન કરે. 27 અવતરણિકા: साम्प्रतं न पात्राणां भूमौ स्थापनं क्रियते, तद्वत्सर्वमेव न कर्तव्यमित्याशङ्कानिवृत्त्यर्थमाह - અવતરણિકાર્ય : હમણાં પાત્રોનું ભૂમિ ઉપર સ્થાપન કરાતું નથી, વળી તેની જેમ સર્વ જ કર્તવ્ય નથી=બીજું પણ સર્વ જ શાસ્ત્રમાં જેમ કહ્યું હોય તેમ જ કરવું જોઈએ એમ નહિ, પરંતુ પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય, એ પ્રકારની આશંકાની નિવૃત્તિ અર્થે કહે છે - ભાવાર્થ : પાત્રાનું જમીન પર સ્થાપન કરવું જોઈએ, છતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાના કાળમાં પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રા ભૂમિ ઉપર સ્થાપવામાં આવતા ન હતા. તેથી ઈને શંકા થાય કે કાળદોષને કારણે પાત્રા ફૂટી જવાનો ભય રહે, તેથી પોતાની અનુકૂળતા પ્રમાણે જેમ સાધુ પાત્રાને ખીંટી ઉપર રાખે છે, તેમ અન્ય ક્રિયા પણ પોતાની અનુકૂળતા પ્રમાણે કરે તો વાંધો નહિ. વસ્તુતઃ સાધુએ ઉપધિનું પડિલેહણ કરીને પોતે જ્યાં બેઠેલ હોય ત્યાં જ સર્વ વસ્તુઓ રાખવાની હોય છે, જેથી અચાનક કોઈ કારણે વિહાર કરવો પડે તો તરત જ તેઓ ઉપધિ લઈને ચાલતા થઈ શકે. માટે ઉપધિનું પડિલેહણ કરીને સાધુ પાત્રનિર્યોગને અન્ય સ્થાને મૂકે નહિ, આ પ્રકારનો પ્રાચીન વ્યવહાર હતો. આમ છતાં, પાત્રા બાજુમાં મૂકેલા હોય અને ખ્યાલ ન રહે તો ક્યારેક અથડાવાથી પાત્રા તૂટી જાય, માટે પાત્રા ઊંચે મૂકવાનો વ્યવહાર પાછળથી થયો છે, પરંતુ તેની જેમ અન્ય પણ પડિલેહણાદિની વિધિ પોતાની અનુકૂળતા પ્રમાણે કરવાની નથી, પરંતુ શાસ્ત્રમાં જે રીતે કહેલ છે તે રીતે જ કરવી જોઈએ, તેમ બતાવવા અર્થે કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org