________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૫-૨૦૬ ટીકાર્ય :
ભાજનના નાભિપ્રદેશમાં ઇતર હોતે છતે ઘનસંતાનાદિ હોતે છતે, ત્રણ પોરિસી સંસ્થાપીને તે પાત્રનો ઉપયોગ કરે. અન્યના અભાવમાં-બીજા પાત્રના અભાવમાં, કાર્ય હોતે છતે તે પાત્રની જરૂર હોય તો, તેટલા માત્રને છે. અથવા કાર્ય નહીં હોતે છતે સર્વને પણ=સંપૂર્ણ પાત્રને પણ, ત્યજે પરિત્યાગ કરે; પુરાણી માટીને જલદી ત્યજે. પુરાણી માટીના ગ્રહણથી કોત્થલકારીની મૃદ્દો ભમરીની માટીનો, વ્યવચ્છેદ થાય છે. જે કારણથી તેમાં ભમરીની માટીમાં, વિધ્વંસાદિ જ વિધિ છે.
અને તે રીતે વૃદ્ધવ્યાખ્યા છે – “માટી યાવતું વિધ્વસ્ત થાય અર્થાત જ્યાં સુધી ભમરીની માટી સુકાઈ ન જાય ત્યાં સુધી તે પાત્ર રહેવા દે. જો મહાનગરો હોય તો ત્યાં દૂર કરાય છે તે સ્થાનમાં માટીનાં મોટાં નગરાંઓ હોય તો તેના ઉપર પાત્રના નાભિપ્રદેશમાં લાગેલી ભમરીની માટી ત્યજી દેવાય છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પાત્રના તળિયા ઉપર કરોળિયા આદિ હોતે છતે ત્રણ પહોર સુધી તે પાત્રનું પડિલેહણ કર્યા વગર રાખી મૂકવું, જેથી તે કરોળિયા વગેરે કદાચ તેટલા સમયમાં ત્યાંથી નીકળીને અન્યત્ર ચાલ્યા જાય, અને જો ત્રણ પહોર સુધીમાં કરોળિયા વગેરે દૂર ન થાય, અને અન્ય પાત્ર ન હોય તો જેટલા ભાગમાં કરોળિયા વગેરે લાગેલા હોય, માત્ર તેટલા પાત્રના ભાગને છેદી નાખે, પરંતુ કરોળિયાના જાળા વગેરેને તોડે નહિ; કેમ કે તેમ કરવાથી કરોળિયા વગેરે ઝીણી જીવાતો નાશ પામે છે, જેથી ત્રસકાયની હિંસા થાય છે અથવા તેટલું પાત્ર તોડવામાં પણ તે કરોળિયા વગેરેના જીવોને કાંઈક કિલામણા થવાની સંભાવના રહે, માટે કાર્ય ન હોય, અને તે પાત્ર વગર ચાલે તેમ હોય તો સર્વ પણ પાત્રનો સાધુ ત્યાગ કરી દે.
આ પ્રકારની જયણા પાત્રના નાભિપ્રદેશમાં જ્યારે કરોળિયો કે અન્ય જીવાતો લાગેલ હોય ત્યારે કરવાની છે. હવે પાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ માટીનું ઘર કરેલ હોય ત્યારે કરવાની યતના બતાવે છે –
જૂની રજ પાત્રના તળિયે લાગેલ હોય, તો તે અચિત્ત હોવાથી પાત્રપડિલેહણ કરતી વખતે સાધુ તે માટીને તરત કાઢી નાંખે. પાત્રના તળિયે ભમરીએ માટીનું ઘર કરેલ હોય તો ત્યાં વિધ્વંસાદિ જ વિધિ છે અર્થાત્ જયાં સુધી સચિત્ત માટી સુકાઇને અચિત્ત ન થાય ત્યાં સુધી તે પાત્રના તળિયે રાખી મૂકવી, કાઢવી નહીં; પરંતુ જો ત્યાં માટીના મોટા ઢગલાઓ પડ્યા હોય અને તેમાંથી જ માટી લઈને ભમરીએ પાત્રના તળિયે પોતાનું ઘર બનાવેલ હોય, તો તે સચિત્ત માટીનો યતનાપૂર્વક તે માટીના ઢગલામાં જ ત્યાગ કરવો જોઈએ, જેથી સચિત્ત માટીના જીવોનો નાશ ન થાય. /૨૭૫
ગાથા :
भाणं पमज्जिऊणं बाहिं अंतो अपच्छ पप्फोडे ।
केइ पुण तिन्नि वारा चउरंगुलमित्तं पडणभया ॥२७६॥ અન્વયાર્થ:
માdi=ભાજનને=પાત્રને, વાર્દિ સંતો =બહાર અને અંદર પMિi=પ્રમાજીને પચ્છ પછી પકોડે પ્રસ્ફોટન કરે. જે પુત્રવળી કેટલાક તિક્સિ વાર–ત્રણ વાર (પ્રસ્ફોટન કરે, એમ કહે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org