________________
૬૮
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૦૩
ટીકા :
नवकनिवेशे ग्रामादाविति गम्यते दूराद् गम्भीराद् उत्कर:-सचित्तपृथिवीरजोलक्षणः मूषकैरुत्कीर्णो भवेद् । व्याख्यातं रजोद्वारम्, अधुना घनसन्तानद्वारमुल्लङ्घ्यैकेन्द्रियसाम्यादुदकद्वारमाह-स्निग्धमह्यां= क्वचिदनूपदेशे हरतनुः स्थापनं पात्रस्थापनं भित्त्वा प्रविशेत्, स्थापनग्रहणं पात्रबन्धाधुपलक्षणं, स ऊर्ध्वगामी उदकबिन्दुहेरतनुरभिधीयत इति गाथार्थः ॥२७३॥ નોંધ:
મૂળગાથામાં ટાઈ છે તેને સ્થાને ટીકામાં કરેલ અર્થ પ્રમાણે તાવ હોવું જોઈએ.
ટીકાર્ય :
નવા નિવેશવાળા પ્રામાદિમાં દૂરમાંથી=ગંભીરમાંથી=ઊંડાણમાંથી, મૂષકો વડે–ઉંદરો વડે, સચિત્ત પૃથ્વીની રજના લક્ષણવાળો ઉત્કર ઉત્કીર્ણ હોય=માટીનો ઢગલો કોતરાયો હોય. રજોદ્ધાર વ્યાખ્યાન કરાયું. હવે એકેન્દ્રિયનું સામ્ય હોવાથી ઘનસંતાનદ્વારનું ઉલ્લંઘીને ઉદકતારને કહે છે - સ્નિગ્ધ મહીમાં કોઈક અનૂપ દેશમાં સ્થાપનને પાત્રસ્થાપનને=ગુચ્છાને, ભેદીને હરતનું પ્રવેશે. ઊર્ધ્વગામી એવું તે ઉદકનું બિંદુ ઉપર ગમન કરનારું એવું પાણીનું બિંદુ, હરતનુ કહેવાય છે. સ્થાપનનું ગ્રહણ પાત્રબંધાદિનું ઉપલક્ષણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
નવા વસેલા ગામ વગેરેમાં સાધુઓ રહ્યા હોય અને ત્યાં પાત્રનિર્યોગની આજુ-બાજુમાં જમીનના ઊંડાણમાંથી ઉંદરોએ બિલો ખોદ્યાં હોય એથી ત્યાં સચિત્ત માટીનો ઢગલો થયો હોય, અને એ સચિત્ત માટી પાત્રને લાગે. અહીં રજોદ્વાર પૂરું થયું. વળી ક્રમ પ્રમાણે ઘનસંતાનદ્વાર આવતું હોવા છતાં એકેન્દ્રિયની સમાનતાથી ઉદકતારને પહેલાં કહે છે.
કોઈ અનૂપદેશમાં=અધિક પાણીવાળા પ્રદેશમાં, હરતનુ=ઉદકનાં બિંદુ, ગુચ્છાને, ઝોળીને, પડેલા વગેરેને ભેદીને પાત્રમાં પેસે. આ કારણોથી સાધુ પાત્રપડિલેહણ કરતી વખતે ગાથા ૨૭૧માં કહ્યા મુજબ પાત્રના નાભિપ્રદેશને જુએ, અને ત્યાં સચિત્ત માટી આદિ કંઈ પણ જણાય તો તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, જેથી જીવવિરાધના ન થાય. જમીનમાંથી ઉપર જનારા ઉદક બિંદુઓને હરતનુ કહેવાય છે.
અહીં પાત્રસ્થાપનનું ગ્રહણ પાત્રબંધાદિનું ઉપલક્ષણ છે. તેથી હરતનુ જેમ પાત્રસ્થાપનને ભેદીને પ્રવેશ છે, તેમ પાત્રબંધાદિને પણ ભેદીને અંદર પ્રવેશે છે. ર૭૩
૧. મનુIતા માપો મન સ નૂપો દેશ =જેમાં ઘણું પાણી હોય તેવો દેશ તે અનૂપદેશ. અહીં સિદ્ધહેમવ્યાકરણના નોર્વેશ ૩૫ (૩/૨/૧૧૦) એ સૂત્રથી મનો કમ્ આદેશ થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org