________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૨-૨૦૩ ટીકાર્ય
મૂષકની રજનો ઉત્કર અને ઘનસંતાનક, ઉદક અને મૃદ્દઉંદરની ધૂળનો ઢગલો, કરોળિયાનાં જાળાં, પાણી અને માટી: આ પ્રકારે આ પ્રતિપત્તિઓ છે=કાયની આપત્તિનાં સ્થાનો છે. આ ચાર કારણો વડે સાધુ ભાજનના નાભિપ્રદેશને જુએ છે. એ પ્રકારે અવતરણિકા સાથે સંબંધ છે, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
સાધુઓ કોઈક સ્થાને રહેલા હોય અને ત્યાં ઉંદરોએ દર બનાવવા માટે જમીન ખોદી હોય, તેમાંથી ઊડેલી ધૂળનો સમૂહ પાત્રાના તળિયે લાગેલ હોય, ક્યારેક કરોળિયાઓ જાળાં બનાવીને પાત્રના તળિયે લાગેલા હોય, વળી ક્યારેક જમીનમાં ભેજ હોવાને કારણે સચિત્ત પાણીનાં બિંદુઓ પાત્રના તળિયે લાગ્યાં હોય, વળી નીચેની જમીન ભીની હોય તો ગુચ્છાદિને ભેદીને માટી પાત્રના તળિયે લાગી ગઈ હોય તેવું બને. આ રીતે પાત્રના તળિયારૂપ નાભિપ્રદેશ જીવોની પ્રાપ્તિનું સ્થાન હોવાથી પાત્રપડિલેહણ કરતી વખતે પાત્રને ઊંધું કરીને પાત્રનું તળિયું જોવાની વિધિ છે. આથી સાધુઓ પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે પાત્રપડિલેહણ કરતાં પાત્રના નાભિપ્રદેશને જુએ છે. ર૭રી અવતરણિકા:
अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ
વળી અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ :
ગાથા ૨૭૧માં કહ્યું કે ત્યારપછી સાધુ વક્ષ્યમાણ કાર્યો વડે પાત્રના નાભિપ્રદેશનું પ્રત્યુપેક્ષણ કરે. તેથી પૂર્વગાથામાં પાત્રના નાભિપ્રદેશનું પ્રત્યુપેક્ષણ કરવાનાં ચાર કારણો બતાવ્યાં. તે ચાર કારણોરૂપ અવયવોના સ્વરૂપને કહે છે – ગાથા :
नवगनिवेसे दूराओ उक्किरो मूसएहि उक्किण्णो । दारं ।
निद्धमही हरतणुओ ठाणं (?ठावणं) भित्तूण पविसिज्जा ॥२७३॥ અન્વયાર્થ :
નવનિવેસે નવક નિવેશમાં નવા બનેલા ગ્રામાદિમાં, તૂરામ=દૂરમાંથી=ઊંડાણમાંથી, મૂલત્રિમૂષકો વડે=ઉંદરો વડે, વરિોઃઉત્કર=સચિત્ત પૃથ્વીની રજનો સમૂહ, દિv=ઉત્કીર્ણ હોયaખોદાયેલો હોય, નિર્ણમહીં સ્નિગ્ધ મહીમાં કાવસ્થાપનનેeગુચ્છાને, મિત્ત=ભેદીને કાનુગોત્રહરતનુ=પાણીનાં બિંદુ, પવિસિષ્ણા=પ્રવેશે. ગાથાર્થ :
નવા બનેલા ગ્રામ વગેરેમાં ઊંડાણમાંથી ઉદરો વડે સચિત્ત પૃથ્વીની રજનો સમૂહ ખોદાયેલો હોય, નિગ્ધ ભૂમિમાં ગુચ્છાને ભેદીને પાણીનાં બિંદુ પ્રવેશેલ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org