________________
૨
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/ પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૯
પ્રાણ વડે કિક્તિસિંઘણ કરવાથી રસનેન્દ્રિયથી પણ ઉપયોગ થાય છે, તે બતાવવા કહે છે –
જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય અર્થાત્ મરેલા જીવની જ્યાં ગંધ આવતી હોય ત્યાં મરેલા જીવનો રસ પણ હોય, તેથી ધ્રાણેન્દ્રિય વડે સૂંઘવાથી જીવ મરેલું છે કે નહીં? તેનો ધ્રાણેન્દ્રિય સાથે રસનેન્દ્રિય વડે પણ નિર્ણય થાય છે. સ્પર્શમાં=સ્પર્શનેન્દ્રિય વડે જીવનો નિર્ણય કરવામાં, પહલાઓની ઉપર હાથને આપે.
ટીકામાં વૃદ્ધસંપ્રદાય બતાવ્યા પછી ફરી વં શ્રોત્રાિિમ ત્વોપયો મૂકેલ છે તે વૃદ્ધસંપ્રદાયની પહેલાના કથનનું યોજન બતાવવા માટે છે, જેને ટીકાર્યમાં પૂર્વે જ યોજીને બતાવેલ છે.
રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુ પાત્રપડિલેહણ કરતી વખતે પ્રથમ ગુચ્છાદિથી બાંધેલા પાત્રોને પોતાનાથી એક વેંતની અંદર મૂકીને તેની પાસે પોતે બેસે. ત્યારપછી મુહપત્તિને પલેવીને પાત્રોમાં કોઈ જીવજંતુ છે કે નહીં? તેનો નિર્ણય કરવા માટે શ્રોત્રેન્દ્રિય આદિના ક્રમથી પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકે, જેથી કોઈપણ ઇન્દ્રિયથી અંદરમાં જીવ રહેલ જણાય તો તેને કિલામણા આદિ ન થાય તે રીતે પાત્રા ખોલતી વખતે યત્ન થાય.
આથી સાધુ પાત્રામાં સૌપ્રથમ ચક્ષુરિન્દ્રિયથી ઉપયોગ મૂકે, અને તેનાથી જો બાંધેલા તે પાત્રા ઉપર કોઈ જીવ ફરતા દેખાય તો તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, પરંતુ જો પાત્રાની બહાર ચક્ષુથી પૂર્ણ નિરીક્ષણ કર્યા વગર પાત્રા ખોલવામાં આવે તો પાત્રાની ઉપર રહેલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય. આથી સાધુ ચક્ષુથી નિરીક્ષણ કર્યા વગર પાત્રાને ઉઘાડે નહીં.
વળી, ચક્ષુથી પાત્રાની બહાર નિરીક્ષણ કર્યા પછી પણ પાત્રાને તરત ખોલવાના નથી, પરંતુ બહાર કોઈ જીવ દેખાય નહીં તો સાધુ શ્રોત્રેન્દ્રિય દ્વારા ઉપયોગ મૂકે, જેથી બાંધેલા પાત્રાની અંદર ભમરી આદિ કોઈ જંતુ ભરાઈ ગયેલ હોય તો તેનો અવાજ સંભળાવાથી અંદર જીવ છે તેમ જણાય અને યતનાપૂર્વક પાત્રા ખોલી શકાય.
વળી શ્રોત્રથી પણ અંદર કોઈ જીવ નથી તેવો નિર્ણય થાય, ત્યારપછી પાત્રાની અંદરમાં કોઈ જીવ મરેલ છે કે નહીં? તેનો ગંધ દ્વારા નિર્ણય કરવા માટે સાધુ ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ મૂકે. ત્યારપછી સાધુ રસનેન્દ્રિયનો ઉપયોગ મૂકીને પાત્રાની અંદર કોઈ જીવ મરેલ છે કે નહીં તે જાણવા યત્ન કરે.
અહીં પ્રશ્ન થાય કે રસનેન્દ્રિયથી જીવવિષયક નિર્ણય કઈ રીતે થાય ? તેથી કહે છે –
જયાં ગંધ હોય ત્યાં રસ હોય. તેથી નાસિકા દ્વારા પાત્રાને સૂંઘવાથી અંદર જીવ મરેલો છે કે નહીં? તેનો નિર્ણય ગંધનાં પુદ્ગલો હોઠને અડવાથી રસનેન્દ્રિયથી પણ નિર્ણય થાય છે. આ રીતે ગંધ કે રસ દ્વારા અંદર કોઈ જીવ મરેલ ન જણાય, ત્યારે સાધુ સ્પર્શનેન્દ્રિય દ્વારા નિર્ણય કરવા માટે પડલાઓથી વીંટાયેલા તે પાત્રા ઉપર હાથ મૂકે, જેથી અંદર કોઈ ભમરી આદિ જીવો ફરતાં હોય તો સ્પર્શથી તેનું જ્ઞાન થાય, અને સ્પર્શ દ્વારા પણ અંદર રહેલ કોઈ જીવ જણાય તો તેનું યતનાપૂર્વક રક્ષણ થઈ શકે.
આ રીતે પાંચે ઈન્દ્રિયોથી પાત્રામાં જીવવિષયક ઉપયોગ મૂક્યા પછી જીવરક્ષાના પરિણામમાં ઉપયુક્ત એવા સાધુ આગળમાં કહેવાશે એ વિધિથી પાત્રાઓનું પડિલેહણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org