________________
Go
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૮-૨૬૯
दयो दोषाः, अविधिनाऽपि प्रत्युपेक्षणाकरणे त एवाऽऽज्ञादय इति, यस्मादेवं तस्माच्चरमायामेव विधिनावक्ष्यमाणस्वरूपेण प्रत्युपेक्षणा वक्ष्यमाणैव कर्त्तव्या भवति पात्रयोः, पुनः स्वाध्यायसंश्रये आचार्यप्रणामं कृत्वा तदभावे चाऽभिवन्द्योत्थायैवेति गाथार्थः ॥ २६८ ॥
ટીકાર્ય
અતીત-અનાગતના કરણમાં=ચરમા અતિક્રાંત હોતે છતે કે અપ્રાપ્ત હોતે છતે પ્રત્યુપેક્ષણાના કરણમાં, અર્થાત્ પ્રથમ પ્રહરના ચોથા ભાગનું અતિક્રમણ થયું હોય ત્યારે કે આગમન ન થયું હોય ત્યારે પાત્ર પડિલેહણ કરવામાં, આજ્ઞાદિ થાય છે=આજ્ઞાભંગ, અનવસ્થા વગેરે દોષો થાય છે. અવિધિથી પણ પ્રત્યુપેક્ષણા કરવામાં તે જ આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે.
જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી ચરમામાં જ=પ્રથમ પ્રહરનો ચોથો ભાગ પ્રાપ્ત થયે છતે જ, કહેવાનાર સ્વરૂપવાળી વિધિથી બે પાત્રની=પાત્રક અને માત્રકની, કહેવાનારી જ પ્રત્યુપેક્ષણા કર્તવ્ય થાય છે. ફરી સ્વાધ્યાયના સંશ્રયમાં આચાર્યને પ્રણામને કરીને અને તેના=આચાર્યના, અભાવમાં ઊઠીને જ અભિવંદીને સ્વાધ્યાય કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
દિવસના પ્રથમ પહોરનો ચોથો ભાગ અતિક્રાંત થયે છતે અથવા તો પ્રથમ પહોરનો ચોથો ભાગ પ્રાપ્ત નહીં થયે છતે પાત્રની પ્રત્યુપેક્ષણા કરવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે અર્થાત્ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ દોષો થાય છે, અને અવિધિથી પણ પ્રત્યુપેક્ષણા કરવામાં તે જ આજ્ઞાભંગાદિ દોષો થાય છે. તે કારણથી પ્રથમ પહોરના ચોથા ભાગમાં જ પાત્રક અને માત્રકની આગળમાં કહેવાનારી જ પ્રત્યુપેક્ષણા આગળમાં કહેવાનાર જ સ્વરૂપવાળી વિધિથી કરવી જોઈએ.
અહીં પાત્રનું પડિલેહણ દિવસના પ્રથમ પહોરના ચરમ ભાગમાં કરવાનું છે, અને પ્રથમ પહોર સૂત્રપોરિસીનો હોય છે. તેથી સૂત્રપોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે પાત્રનું પડિલેહણ શરૂ થાય છે, અને પાત્રનું પડિલેહણ પૂરું કર્યા પછી પ્રાયઃ કરીને તરત જ અર્થપોરિસી કરવામાં આવે છે. તેથી કહે છે—
પાત્રનું પડિલેહણ કર્યા પછી ફરી સ્વાધ્યાયનું સંશ્રયણ કરવામાં આચાર્યને પ્રણામ કરવા જોઈએ, અને આચાર્યના અભાવમાં ઊભા થઈને જ મનથી આચાર્યના સ્મરણપૂર્વક વંદન કરીને સ્વાધ્યાયનું આશ્રયણ કરવું જોઈએ. ૫૨૬૮ા
અવતરણિકા
प्रत्युपेक्षणाविधिमाह
-
અવતરણિકાર્ય :
હવે પ્રત્યુપેક્ષણાની=પાત્રપ્રતિલેખનાની, વિધિને કહે છે
ગાથા:
भाणस्स पास विट्ठो पढमं सोआइएहिं काऊणं । उवओगं तल्लेसो पच्छा पडिलेहए एवं ॥ २६९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org