________________
૫૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૬૬-૨૦૦ ભાવાર્થ : - સાધુ વસતિનું પ્રમાર્જન કરે નહીં તો લોકમાં નિંદા થાય કે જૈનધર્મના આચારો વિવેક વગરના છે; કેમ કે જૈન સાધુઓ પોતે વસે છે તે સ્થાન પણ શુદ્ધ રાખતા નથી.
બીજો દોષ પ્રાણિવધનો થાય છે; કેમ કે વસતિની પ્રમાર્જના ન કરવાથી ઉપાશ્રય ધૂળથી સંસક્ત રહેવાથી તેમાં જીવોત્પત્તિ થાય, અથવા તો ફરતા જીવો ધૂળ નીચે દબાઈ જાય, જેથી મૃત્યુ પામે.
વળી, વસતિનું પ્રમાર્જન ન કરવામાં આવે તો ધૂળથી ખરડાયેલા પગને પૂંજયા વગર ઉપધિ ઉપર બેસવાથી ઉપધિ મલિન થાય, તેથી વારંવાર ઉપધિ ધોવાથી જીવવિરાધના થાય અને પોતાની સંયમજીવનની આરાધના છોડીને વારંવાર ઉપધિ ધોવાથી આત્મવિરાધના પણ થાય. વળી સાધુ ઉપધિ ન ધોવે તોપણ ધૂળથી આક્રાંત ઉપધિમાં જીવોત્પત્તિ થવાને કારણે છકાયના જીવોની વિરાધના થાય, અને અતિમલિનતાને કારણે પોતાને રોગાદિ થવાથી આત્મવિરાધના પણ થાય.
આ રીતે વસતિની પ્રમાર્જના ન કરવાથી દોષો થાય છે, માટે સાધુએ વસતિની પ્રાર્થના કરવી જોઈએ. ર૬૬ll
અવતરણિકા : (? मूल)प्रतिद्वारगाथायां प्रमाजनेति व्याख्यातं, साम्प्रतं पात्रकाण्यधिकृत्य प्रत्युपेक्षणामेवाह -
અવતરણિકા :
મૂલદ્વારગાથા ૨૩૦માં પ્રમાર્જના' એ પ્રકારના બીજા દ્વારનું ગાથા ૨૬૩થી ૨૬૬ સુધીમાં વ્યાખ્યાન કરાયું. હવે પાત્રકોને=પાત્રાને, આશ્રયીને પ્રત્યુપેક્ષણાને જ કહે છે – નોંધ:
અવતરણિકામાં પ્રતિકાર થાય છે, તેને સ્થાને મૂત્રતા થયાં હોય, તેવું ભાસે છે.
ગાથા :
चरिमाए पोरिसीए पत्ताए भायणाण पडिलेही ।
सा पुण इमेण विहिणा पन्नत्ता वीयरागेहिं ॥२६७॥ અન્વયાર્થ:
પરિણી રિમાઈ પત્તા=પોરિસી ચરિમ પ્રાપ્ત થયે છતે દિવસના પહેલા પહોરનો ચોથો ભાગ બાકી રહ્યું છd, માયUIT=ભાજનોની=પાત્રોની, પવિત્નેહા=પ્રતિલેખના થાય છે. આ પુ િવળી તે રૂમે વિદિUT=આ=આગળમાં કહેવાશે એ, વિધિથી વીયરર્દિકવીતરાગ વડે પન્ના=પ્રજ્ઞપ્ત છેઃખરૂપાયેલી છે. * નિશીથ સૂત્રની ચૂર્ણિ ગાથા ૧૪૨૬ ની ટીકામાં “પઢમપદ૩મા વહેણા ય વરિષ્ઠ ત્તિ મUતિ' આ પ્રમાણે ચરિક' શબ્દનો અર્થ કરેલ હોવાથી અહીં ‘મિ' શબ્દથી દિવસની ચાર પોરિસીમાંથી છેલ્લી પોરિસી ગ્રહણ કરવાની નથી, પરંતુ દિવસની પ્રથમ પોરિસીનો ચોથો ભાગ ગ્રહણ કરવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org