________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રમાર્જના' દ્વાર | ગાથા ૨૬૩ થી ૨૬૫, ૨૬૬
પહ
જો સાધુ આ રીતે વસતિની પ્રમાર્જના ન કરે તો વસતિ પ્રમાર્જવા છતાં પણ તેમને અવિધિનો દોષ પ્રાપ્ત થાય છે. અને વસતિની પ્રમાર્જના કેવા પ્રકારના દંડાસનથી કરવાની છે, તેનું સ્વરૂપ ગાથા ૨૬૫ માં બતાવેલ છે. તે સિવાય સાવરણી કે અન્ય કોઈ સાધનથી વસતિની પ્રમાર્જના સાધુ કરે નહીં; કેમ કે સાવરણી આદિ સાધનથી વસતિની પ્રમાર્જના કરવાથી ભૂમિ પર કોઈક અતિસુકોમળ જીવ હોય તો તેનો ઘાત થાય છે. માટે ગાથા ૨૬૫માં બતાવેલા સ્વરૂપવાળા દંડાસણથી જ સાધુએ વસતિનું પ્રમાર્જન કરવું જોઈએ. ૫૨૬૩
૨૬૪૦૨૬૫॥
અવતરણિકા
अप्रमार्जने दोषानाह
ગાથા:
અવતરણિકાર્ય :
વસતિનું પ્રમાર્જન નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષોને કહે છે
અન્વયાર્થ:
-
2
अपमज्जमि दोसा जणगरहा पाणिघाय मइलणया । पायऽपमज्जणउवही धुवणाधुवणंमि दोसा उ ॥ २६६॥ ( दारं)॥
અપમન્નĪમિ=(વસતિના) અપ્રમાર્જનમાં રોમા=દોષો થાય છે : નળરહ્યા=જનમાં ગા=લોકમાં નિંદા, પાળિયાય=પ્રાણીનો ઘાત=જીવવધ, પાયગ્વમખ્ખાડવી મફતળયા=પાદના અપ્રમાર્જીનથી ઉપધિની મલિનતા, (અને તે ઉપધિના) વળાધુવાંમિ=ધાવન-અધાવનમાં રોસા –દોષો જ થાય છે.
ગાથાર્થ:
વસતિના અપ્રમાર્જનમાં દોષો થાય છે ઃ લોકમાં નિંદા, જીવવધ, પાદના અપ્રમાર્જનથી થતું ઉપધિનું માલિન્ય, અને તે ઉપધિના ધાવન-અધાવનમાં દોષો જ થાય છે.
ટીકા
अप्रमार्ज्जने दोषाः वसतेरिति गम्यते, के ? इत्याह - जनगर्हा -लोकनिन्दा, प्राणिघातो रेणुसंसक्ततया, मालिन्यं पादाप्रमार्ज्जनादुपधेः रेण्वाक्रान्तोपविशनेन, धावनाधावनयोर्दोषा एव कायात्मविराधनादय इति ગાથાર્થ:।।ર્દ્દદ્દા
Jain Education International
ટીકાર્ય
વસતિના અપ્રમાર્જનમાં દોષો થાય છે. કયા ? એથી કહે છે – જનમાં ગર્હા–લોકમાં નિંદા, રેણુથી સંસક્તપણું હોવાથી પ્રાણીનો ઘાત થાય છે=પ્રમાર્જન નહીં કરવાથી વસતિ રજથી ખરડાયેલી હોવાને કારણે ત્યાં રહેલ જીવોનો નાશ થાય છે. પાદના અપ્રમાર્જનથી રેણુથી આક્રાંત વડે ઉપવિશન દ્વારા=પગને નહીં પ્રમાર્જવાથી ધૂળથી ખરડાયેલા પગ વડે આસન ઉપર બેસવા દ્વારા, ઉપધિનું માલિન્ય થાય છે. ધાવનઅધાવનમાં=મલિન થયેલ તે ઉપધિને ધોવામાં કે નહીં ધોવામાં, કાય-આત્મવિરાધનાદિ=છકાયની વિરાધના, આત્માની વિરાધના વગેરે, દોષો જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org