________________
પક
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૬૩ થી ૨૫
ટીકાર્ય :
યતિના નિવાસના લક્ષણવાળી વસતિ પ્રમાર્જવી જોઈએ. કેવા વિશિષ્ટ સાધુએ પ્રમાર્જવી જોઈએ? એથી કહે છે – વ્યાક્ષેપથી વિવર્જિત=અનન્યવ્યાપારવાળા=અન્ય પ્રવૃત્તિઓથી રહિત, મનથી ઉપયુક્ત એવા ગીતાર્થે=સૂત્ર-અર્થના જાણનારે, વસતિ પ્રમાર્જવી જોઈએ, એમ અન્વય છે. વિપક્ષમાં વ્યાક્ષેપાદિમાં=સાધુ વ્યાક્ષેપવાળા હોય અને વસતિ પ્રમાર્જવામાં ઉપયુક્ત ન હોય તો, પ્રમાર્જનમાં પણ=વસતિની પ્રાર્થના કરવા છતાં પણ, અવિધિ જ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા :
सइ पम्हलेण मिउणा चोप्पडमाइरहिएण जुत्तेणं ।
अविद्धदंडगेणं दंडगपुच्छेण नऽन्नेणं ॥२६५॥ અન્વયાર્થ:
મિUT=મૃદુ કોમળ, ચોuડમાફરાિચોપ્પડ આદિથી રહિત-ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, ગુvi યુક્ત=પ્રમાણોપેત, વિદ્ધવંકો=અવિદ્ધદંડકવાળા=વિધિપૂર્વક ગાંઠોથી બંધાયેલ, પહભૈ= પદ્મલ=દશિયોવાળા, રંડાપુચ્છ –દંડકપુચ્છ વડે–દંડાસન વડે, સટ્ટ=સદા=સર્વ કાળે, (વસતિ પ્રમાર્જવી જોઈએ, પરંતુ) અન્ને ર=અન્ય વડે નહિસાવરણી આદિ વડે નહિ. ગાથાર્થ :
કોમળ, ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, પ્રમાણોપેત, વિધિપૂર્વક ગાંઠોથી બંધાયેલ, દશીઓવાળા દંડાસન વડે સર્વ કાળે વસતિ પ્રમાર્જવી જોઈએ, પરંતુ સાવરણી વગેરે વડે નહિ. ટીકાઃ
सदा सर्वकालं पक्ष्मलेन=पक्ष्मवता मृदुना=अकठिनेन चोप्पडमादिरहितेन स्नेहमलक्लेदरहितेन युक्तेन= प्रमाणोपेतेन अविद्धदण्डकेन=विधिग्रन्थिबन्धेनेत्यर्थः दण्डकप्रमार्जनेन-संयतलोकप्रसिद्धेन, नाऽन्येनकचवरशोधनादिनेति गाथार्थः ॥२६५॥ ટીકાર્ય
મૃદુ અકઠિન, ચોપ્પડ આદિથી રહિત=સ્નેહ, મલ, ક્લેદથી રહિત=ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, યુક્ત પ્રમાણથી ઉપેત, અવિદ્ધદંડકવાળા=વિધિથી ગ્રંથિબંધવાળા, પમલ=પદ્મવાળા દશિયોવાળા, સંયમલોકમાં પ્રસિદ્ધ એવા દંડકામાર્જન વડેસાધુઓમાં પ્રસિદ્ધ એવા દંડાસન વડે, સદા સર્વકાળ, સાધુએ વસતિ પ્રમાર્જવી જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. કચવરોધનાદિ અન્ય વડે નહીં=સાવરણી વગેરે અન્ય સાધન વડે વસતિ પ્રમાર્જવી જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સવારના પહેલાં પ્રતિલેખના કર્યા પછી સાધુ વસતિની પ્રાર્થના કરે છે, અને સાંજના પહેલાં વસતિની પ્રમાર્જના કર્યા પછી પ્રતિલેખના કરે છે, અને તે વસતિની પ્રાર્થના ગીતાર્થ સાધુ કરે છે. તે ગીતાર્થ સાધુ પણ અન્ય વિચારણાઓથી વ્યાક્ષિપ્ત ચિત્ત વગર જીવરક્ષામાં ઉપયુક્ત થઈને પ્રાર્થના કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org