________________
૫૪
પ્રતિદિનક્રિયાવસ્તુક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૦૨, ૨૬૩ થી ૨૫
ઉપધિનું પડિલેહણ ન કરવામાં આવે કે વિપરીત કરવામાં આવે તો જયણાના અભાવને કારણે છકાયના જીવોની વિરાધના થાય; અને જો સાધુ પડિલેહણ ન કરે તો કોઈને વિપર્યાસ થાય કે સાધુને પડિલેહણ કરવાની જરૂર નથી. અથવા સાધુ જેમ-તેમ પડિલેહણ કરતા હોય તો અન્યને પણ પડિલેહણની વિધિ આ પ્રકારે જ છે એમ વિપરીત બોધ થાય. જેમાં પોતે નિમિત્ત બને; તેમ જ “મારે ભગવાનની આજ્ઞાનુસાર પડિલેહણ કરવું જોઈએ એવા તત્ત્વના દઢ પક્ષપાતના અભાવને કારણે મિથ્યાત્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. ર૬રા અવતરણિકા:
प्रतिद्वारगाथायां प्रत्युपेक्षणेति व्याख्यातमाद्यद्वारम्, अधुना द्वितीयद्वारमाह - અવતરણિકાર્ય :
ગાથા ૨૩૩મી પ્રતિદ્વારગાથામાં પ્રત્યુપેક્ષણા' એ પ્રકારનું મૂલદ્વારગાથાનું આદ્ય દ્વાર વ્યાખ્યાન કરાયું. હવે ૨૩૦મી મૂલદ્વારગાથાના પ્રમાર્જના' એ પ્રકારના દ્વિતીય દ્વારને કહે છે – ભાવાર્થ :
ગાથા ૨૩૦માં બતાવેલ પ્રતિદિનક્રિયાના ૧૦ દ્વારોમાંથી પહેલું પ્રતિલેખના દ્વાર છે. તેમાંથી વસ્ત્રપ્રતિલેખનાની સંક્ષેપથી વિધિ ૨૩૩મી રૂપ પ્રતિદ્વારગાથામાં બતાવી, અને તેનો વિસ્તારાર્થ ગાથા ૨૩૪થી માંડીને ર૬૨ સુધી કર્યો. આથી પ્રતિદ્વારગાથામાં બતાવેલ વસ્ત્રપ્રત્યુપેક્ષણાની વિધિનું વર્ણન પૂરું થયું, પરંતુ મૂલધારગાથામાં બતાવેલ પડિલેહણા નામનું પ્રથમ વાર હજુ સંપૂર્ણ પૂરું થયું નથી; કેમ કે પાત્રપ્રત્યુપેક્ષણાની વિધિનું વર્ણન હજી બાકી છે, જેનું વર્ણન ગાથા ૨૬૭થી ૨૮૫માં ગ્રંથકાર કરવાના છે. અને ત્યારે જ મૂલહારગાથાનું પ્રત્યુપેક્ષણા’ નામનું પ્રથમ દ્વારા સંપૂર્ણ પૂરું થશે.
તથા ગાથા ૨૬૩થી ૨૬૬ માં મૂલદ્વારગાથાના બીજાદ્વારરૂપ પ્રમાર્જનાનું સ્વરૂપ બતાવે છે, કેમ કે વસ્ત્રની પ્રતિલેખના કર્યા પછી સાધુને કાજો લેવાનો હોય છે, અને ત્યારપછી જ પાત્રપ્રભુપેક્ષણા કરવાની હોય છે, એ પ્રકારની વિધિ જણાવવા અર્થે ગ્રંથકારે વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણાના વર્ણન વચ્ચે પ્રમાર્જનાદ્વારનું વર્ણન કરેલ છે. અને અવતરણિકામાં પૂનાથાય ન કહેતાં પ્રતિહાર થાય કહેલ છે. તેથી પણ ખ્યાલ આવે કે મૂલદ્વારગાથામાં બતાવેલ સંપૂર્ણ પ્રત્યુપેક્ષણાનું વર્ણન પુરું થયું નથી, પણ પ્રતિદ્વારગાથામાં બતાવેલ વસ્ત્રપ્રત્યુપેક્ષણાનું જ વર્ણન પુરું થયું છે.
ગાથા :
पडिलेहिऊण उवहिं गोसंमि पमज्जणा उ वसहीए।
अवरण्हे पुण पढमं पमज्जणा पच्छ पडिलेहा ॥२६३॥ અન્વયાર્થ :
નોમિ=સવારમાં સર્વહિં પવિત્નદિUT=ઉપધિને પડિલેહીને વસહી #વળી વસતિની મળT= પ્રમાર્જના થાય છે; મવરÈપુ વળી અપરાધ્વમાં પઢમં પHHU[=પ્રથમ (વસતિની) પ્રમાર્જના (અને) પછ પરિન્ટેદા=પછી (ઉપધિની) પડિલેહણા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org