________________
પ્રતિદિનકિયાવસ્તક “પ્રત્યપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૦
- ૪૯
કરે, ત્યારપછી પોતાની ઉપધિની પ્રત્યુપેક્ષણા કરે. ઉપધિઅવિપર્યાસમાં પૂર્વે યથાકૃત વસ્ત્રાદિની પ્રત્યુવેક્ષણા કર્યા પછી અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરે. ટીકા?
गुरुप्रत्याख्यानग्लानशिक्षकादीनां प्रेक्षणमिति प्रत्युपेक्षणं पूर्वम् आदौ, अयं पुरुषाविपर्यासः, प्रथम गुरोः आचार्यस्य सम्बन्धी उपधिराभिग्रहिकसाध्वभावे सर्वैः प्रत्युपेक्षितव्यः, तदनु प्रत्याख्यानिनः=क्षपकस्य, तदनु ग्लानस्य, तदनु शिष्यकस्य अभिनवप्रव्रजितस्य, आदिशब्दाद् व्यापृतवैयावृत्त्यकरादिपरिग्रहः, तत आत्मन इति ।
उपकरणाविपर्यासमाह-पूर्वं यथाकृतानि वस्त्रादीनि, संयमोपकारकत्वात् तथाकरणे तत्र बहुमानाद्, इतरे द्वे-उपकरणजाते अल्पपरिकर्मबहुपरिकर्मरूपे पश्चात् तदुत्तरकालं प्रत्युपेक्षतेति गाथार्थः ॥२६०॥ ટીકાર્થ :
ગુરુ, પ્રત્યાખ્યાનવાળા=તપસ્વી, ગ્લાન, શિક્ષકદિની ઉપધિનું પૂર્વે આદિમાં, પ્રેક્ષણ=પ્રત્યુપેક્ષણ, એ પુરુષનો વિપર્યાસ છે. હવે અવિપર્યાસથી ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરવા માટે ગુરુ આદિના ક્રમને સ્પષ્ટ કરે છે –
પ્રથમ=પ્રત્યુપેક્ષણમાં સૌથી પહેલાં, ગુરુના આચાર્યના, સંબંધવાળી ઉપધિ આભિગ્રહિક સાધુઓનો અભાવ હોતે છતે સર્વએ બધા સાધુઓએ, પ્રત્યુપેક્ષવી જોઈએ. તેનાથી પછી પ્રત્યાખ્યાનીની ક્ષપકની તપસ્વી સાધુની, ત્યારપછી ગ્લાનની, તેનાથી પછી શિષ્યકની=અભિનવ પ્રવ્રજિતની નવદીક્ષિત સાધુની, “મરિ' શબ્દથી “શિક્ષાવીન”માં “મરિ' શબ્દથી, વ્યાકૃત એવા વૈયાવૃજ્યકર આદિનો પરિગ્રહ છે=ગ્લાનાદિની વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વૈયાવચ્ચ કરનારા સાધુ વગેરેનો સંગ્રહ છે. ત્યારપછી આત્માની અર્થાત્ ઉપરમાં બતાવ્યા એ તપસ્વી સાધુ વગેરેની તેમ જ “ગારિ' શબ્દથી ગ્રહણ કરેલ વૈયાવચ્ચકારી સાધુ વગેરેની ઉપધિનું પ્રત્યુપેક્ષણ થઈ જાય ત્યારપછી પોતાની, ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ.
રૂતિ’ પુરુષ અવિપર્યાસના સ્વરૂપ કથનની સમાપ્તિ અર્થે છે. ઉપકરણના અવિપર્યાસને કહે છે=ઉપકરણના અવિપર્યાસનું સ્વરૂપ બતાવે છે – પૂર્વે યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરે; કેમ કે સંયમમાં ઉપકારકપણું હોવાથી યથાકૃત વસ્ત્ર-પાત્રનું સંયમમાં ઉપકાર કરવાપણું હોવાથી, તે પ્રકારે કરણમાં યથાકૃત વસ્ત્રાદિનું પ્રથમ પ્રત્યુપેક્ષણ કરવામાં, ત્યાં યથાકૃત વસ્ત્રાદિમાં, બહુમાન થાય છે. ઇતર બેને=અલ્પપરિકર્મ અને બહુપરિકર્મરૂપ ઉપકરણ જાતને ઉપકરણના સમૂહને, પાછળથી તેનાથી ઉત્તરકાળને વિષે= યથાકૃત વસ્ત્રાદિના પ્રત્યુપેક્ષણથી પછીના કાળને વિષે, પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
જો ગુરુની ઉપધિ પલવવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો હોય તેવા કોઈ અભિગ્રહધારી સાધુ ન હોય તો બધા સાધુઓએ પહેલાં આચાર્યની ઉપધિ પડિલેહવી. પછી ક્રમશઃ તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વૈયાવચ્ચી સાધુ વગેરેની ઉપધિ પડિલેહવી, પછી પોતાની ઉપધિ પડિલેહવી. આ પુરુષની અપેક્ષાએ અવિપર્યાસનો ક્રમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org