________________
પ૦
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વચ્ચપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૦-૨૬૧ વળી ઉપકરણના અવિપર્યાસનો ક્રમ આ પ્રમાણે છે – પહેલાં યથાકૃત વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી જોઈએ; કારણ કે યથાકૃત વસ્ત્રાદિ સંયમપાલનમાં અધિક ઉપકારી છે, આથી પહેલાં તેની પ્રતિલેખના કરવાથી યથાકૃત વસ્ત્રાદિ ઉપર આદર થાય છે, અને તે આદરને કારણે સાધુને નિર્દોષ વસ્ત્ર-પાત્ર પ્રત્યે અધિક પક્ષપાતનો ભાવ થાય છે. ત્યારપછી ક્રમશઃ અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ, એમ બે પ્રકારનાં વસ્ત્ર અને પાત્રની પ્રતિલેખના કરવી જોઈએ. વળી નિર્દોષ વસ્ત્ર-પાત્ર ત્રણ પ્રકારનાં છે : (૧) યથાકૃત, (૨) અલ્પપરિકર્મ અને (૩) બહુપરિકર્મ. (૧) ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્રાદિમાં ફાડવું, સાંધવું, વગેરે કાંઈપણ પરિકર્મ ન કરવું પડે, અર્થાત્ જેવું વહોર્યું હોય તેવું જ ઉપયોગમાં લઈ શકાય તેવું હોય તે વસ્ત્ર અને પાત્રને યથાકૃત વસ્ત્ર અને પાત્ર કહેવાય.
(૨) ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવ્યા પછી જે વસ્ત્ર કે પાત્ર થોડું ફાડવું, સાંધવું વગેરે પરિકર્મ કર્યા પછી જ ઉપયોગમાં લઈ શકાય તેવું હોય, તે વસ્ત્ર કે પાત્રને અલ્પપરિકર્મવાળું કહેવાય.
(૩) ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવ્યા પછી જે વસ્ત્ર કે પાત્ર ઘણું જ પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તેવું હોય, તે વસ્ત્ર કે પાત્રને બહુપરિકર્મવાળું કહેવાય.
માટે સાધુઓએ મુખ્યતયા યથાકૃત વસ્ત્ર અને પાત્ર વહોરવાં જોઈએ; કારણ કે પરિકર્મવાળાં વસ્ત્રાદિ વહોરવાથી તેનું પરિકર્મ કરવામાં સંયમવિરાધના, આત્મવિરાધના, સ્વાધ્યાયનો પલિમંથ એટલે કે સ્વાધ્યાયહાનિ વગેરે દોષો થાય છે. છતાં યથાકૃત વસ્ત્રાદિ ન મળે તો અલ્પપરિકર્મવાળાં વસ્ત્રાદિ વહોરી શકાય, અને અલ્પપરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ ન મળે તો છેવટે બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ વહોરી શકાય. /ર૬oll અવતરણિકા :
इदानीमर्थतो गतमपि विपर्यासं विशेषाभिधानार्थमाह - અવતરણિકાર્ય :
હવે અર્થથી જણાયેલ પણ વિપર્યાસને વિશેષથી કહેવા અર્થે કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં ઉપધિ અને પુરુષનો અવિપર્યાય બતાવ્યો. આથી તેનાથી વિપરીત પ્રવૃત્તિ વિપર્યાસરૂપ છે, તેમ અર્થથી જણાય છે; તોપણ અપવાદથી ક્યારે પુરુષવિપર્યાસ કરવાનો છે? અને ક્યારે ઉપધિવિપર્યાસ કરવાનો છે? તે રૂપ વિશેષ બતાડવા માટે કહે છે – ગાથા :
पुरिसुवहिविवच्चासो सागरिअ करिज्ज उवहिवच्चासं ।
आपुच्छित्ताण गुरुं पहुव्वमाणेयरे वितहं ॥२६१॥ અન્વયાર્થ:
પુરસુવિવધ્યાસો પુરુષ-ઉપધિનો વિપર્યાસ (કરવો જોઈએ નહીં, તેમાં અપવાદ બતાવે છે –). સારિ=સાગારિક હોતે છતે સર્વહિવત્રાં રિન્ન ઉપધિના વિપર્યાસને કરે. પદુષ્યમા (આભિગ્રહિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org