________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “વરસપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૫૯-૧૬૦ આ સર્વ વિચારણા કરનાર શિષ્યો અશઠ ભાવથી અસંબદ્ધ બોલનારા છે, અને તેઓને સાચો બોધ કરાવવા માટે શાસ્ત્રમાં આ બધા મતો બતાવ્યા છે, જેથી પડિલેહણના કાળના વિષયમાં વિચારક શિષ્યને પોતાના મનમાં ઊઠતા આવા વિકલ્પો ઉચિત નથી, એવું જ્ઞાન થાય; કેમ કે આ બધા વિકલ્પોમાં કંઈક વિચારકતા હોવા છતાં પણ કંઈક અંશે ત્રુટી છે.
વળી, હાથની રેખાઓ દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહેનાર શિષ્યની વિચારણા જીવરક્ષાને અનુરૂપ હોવા છતાં પણ કોઈક સંયોગોમાં સ્વાધ્યાયની વ્યાઘાતક બને તેવી છે; કેમ કે વાદળાંથી આકાશ ઘેરાયેલું હોય વગેરે કોઈપણ પ્રસંગોમાં સૂર્યોદય થવા છતાં હાથની રેખાઓ દેખાઈ શકે તેમ ન હોય ત્યારે, સ્વાધ્યાયને ગૌણ કરીને શિષ્ય પડિલેહણનું વિલંબન પણ કરે.
તેથી તેવું માનનાર શિષ્યોને સાચો બોધ કરાવવા અર્થે ગ્રંથકારે આ સર્વ અનાદેશો બતાવ્યા, અને ત્યારપછી પડિલેહણ કરવાનો ઉચિત કાળ પણ બતાવ્યો. ૨૫૯ અવતરણિકા:
अविपर्यासमाह - અવતરણિતાર્થ :
અવિપર્યાસને કહે છે – ભાવાર્થ :
ગાથા ૨૫૩માં અન્યૂન-અનતિરિક્ત-અવિપર્યાસવાળી પડિલેહણાને આશ્રયીને આઠ ભાંગાઓ બતાવ્યા, અને ગાથા ૨૫૪માં કહ્યું કે અન્યૂન-અનતિરિક્ત-અવિર્યાસવાળી પ્રત્યુપેક્ષણારૂપ પ્રથમ ભાંગો શુદ્ધ છે. ત્યારપછી ગાથા ૨૫પમાં અન્યૂન-અનતિરિક્ત પડિલેહણાનું સ્વરૂપ બતાવતાં અત્યાર સુધી પડિલેહણમાં કાળને આશ્રયીને ન્યૂનત્વ અને અધિકત્વનું સ્વરૂપ બતાવ્યું. હવે અવિપર્યાસવાળી પડિલેહણાનું સ્વરૂપ બતાડવા માટે કહે છે –
ગાથા :
गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि।
तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२६०॥ અન્વયાર્થ:
પુષ્યિ પૂર્વે ગુરુપુષ્યવસ્થાપના દિનારું તો મM પેઢri-ગુરુ, પ્રત્યાખ્યાનવાળા, ગ્લાન, શૈક્ષ આદિની, ત્યારપછી આત્માની (ઉપધિનું) પ્રેક્ષણ=પ્રતિલેખન, (એ પુરુષઅવિપર્યાસ છે.)પુષંપૂર્વે હાડડું યથાકૃતને યથાકૃત વસ્ત્રાદિને, પછી=પછી ફરે તુવે ઇતર બેને=અલ્પ અને બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિને, (પ્રતિલેખે, એ ઉપકરણઅવિપર્યાસ છે.) ગાથાર્થ : પુરુષઅવિપર્યાસમાં પૂર્વે ગુર, પ્રત્યાખ્યાનવાળા, ગ્લાન, શેક્ષ વગેરેની ઉપધિની ક્રમસર પ્રત્યુપેક્ષણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org