________________
પ્રતિદિનક્રિયાવસ્તક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૯ ટીકાર્થ:
ત્ર-શાત્રે ર તે યુવરાયઃ મનાવેશ વિનિર્દિષ્ટ રૂતિ યોગા અને અહીં શાસ્ત્રમાં, આ કુર્કુટાદિ=કૂકડાદેશી આદિ, અનાદેશો નિર્દેશાયા છે, મૂળગાથાના અંતમાં રહેલમાં “વદિટ્ટા'નો પ્રથમ પાદમાં રહેલ મસા સાથે સંબંધ છે, એમ જણાવવા માટે ટીકામાં વિનિર્દિષ્ટ પછી રૂતિ યોગ શબ્દ મૂકેલ છે. વિમર્થમિચત્રાદિ- શા માટે નિર્દેશાયા છે? એ પ્રકારની શંકામાં કહે છે – સર્વદ્ધ ..... માથાર્થ અસંબદ્ધ ભાષક પણ અશઠ જ શિષ્યને ગુરુ=આચાર્ય, તત્ત્વની પ્રરૂપણા દ્વારા પ્રજ્ઞાપન કરે=સમજાવે, એ પ્રમાણે ખ્યાપનના અર્થ-જ્ઞાપનના અર્થે જણાવવા માટે, આ અનાદેશો નિર્દેશાયા છે.
મૂળગાથાના ઉત્તરાર્ધમાં રહેલ સદં તુનો પૂર્વાર્ધમાં રહેલ સંવદ્ધમાત પિસાથે સંબંધ છે, તે બતાવવા માટે ટીકામાં શિષ્યમદં તુ પછી તિ યોગ શબ્દ મૂકેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પડિલેહણની ક્રિયાનો કાળ બતાવતી વખતે આ પાંચ મતોને અનાદેશ તરીકે શાસ્ત્રમાં કહ્યા છે; કેમ કે પડિલેહણના વિષયમાં કોઈક જિજ્ઞાસુ શિષ્યને પોતાની મતિ પ્રમાણે સવારની પડિલેહણાના કાળનો વિચાર આવે ત્યારે તે જિજ્ઞાસુ શિષ્ય અસંબદ્ધ રીતે કાળને જોડતો હોય; આમ છતાં જો તે શિષ્ય અસંબદ્ધ કાળને અશઠ ભાવથી જોડતો હોય તો ગુરુ તેને તત્ત્વની પ્રરૂપણા દ્વારા પ્રતિલેખનાનો સાચો કાળ શાસ્ત્ર દ્વારા જણાવે, તે માટે શાસ્ત્રમાં પાંચ અનાદેશો બતાવ્યા છે.
અહીં વિશેષ એ છે કે કોઈ શિષ્ય સાંજના પડિલેહણનો કાળ વિચારે તો તેને થાય કે સાંજનું પડિલેહણ ચોથા પ્રહરના પ્રારંભમાં કરવાનું હોય છે, તે પ્રમાણે સવારની પડિલેહણાનો કાળ પણ ચોથા પહોરના પ્રારંભમાં જ હોવો જોઈએ, અને કૂકડો રાત્રિના ચોથા પહોરના પ્રારંભમાં જ બોલતો હોય છે, તેથી તે શિષ્ય કલ્પના કરે કે કૂકડો બોલે ત્યારે સવારની પડિલેહણા શરૂ કરવી જોઈએ.
વળી કોઈક વિચારક શિષ્યને થાય કે અંધારામાં પડિલેહણ થાય નહિ; કેમ કે જીવરક્ષા ન થઈ શકે, અને સવારના સૂર્યોદય પછી સૂત્રપોરિસી કરવાની હોય છે. તેથી તે કલ્પના કરે કે અરુણોદય થાય ત્યારે પડિલેહણા કરવી જોઈએ.
ત્યારે વળી હજી સૂક્ષ્મ વિચારક કોઈ સાધુને થાય કે અરુણોદય વખતે પણ પૂરતો પ્રકાશ હોતો નથી, તેથી પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી જોઈએ.
ત્યારે વળી કોઈ શિષ્ય વિચારે કે સાધુઓ પરસ્પર એકબીજાને જોઈ શકે તેટલો પ્રકાશ થયો હોય તો જીવરક્ષા સારી રીતે થઈ શકે. માટે તે કલ્પના કરે કે સાધુઓ પરસ્પર એકબીજાને જોઈ શકે તેટલો પ્રકાશ થાય ત્યારે જ પડિલેહણા કરવી જોઈએ.
વળી અન્ય કોઈ વિચારક શિષ્યને થાય કે સાધુઓને પરસ્પર જોવામાં તો અલ્પ પ્રકાશ ચાલે, પરંતુ તેટલા પ્રકાશમાત્રથી જીવરક્ષા બરાબર ન થાય. તેથી હાથની રેખાઓ દેખાય તેટલો પ્રકાશ થયો હોય ત્યારે જ સાધુએ પડિલેહણા કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org