________________
૪૬
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “
વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૮-૨૫૯
ભાવાર્થ :
સાધુ જીવદયા માટે પ્રત્યુપેક્ષણા કરે છે. તેથી સવારનું પ્રતિક્રમણ કર્યા પછી મુહપત્તિ આદિ દશ વસ્તુઓનું પડિલેહણ થાય તે વખતે સૂર્ય ઊગે, એ પડિલેહણ કરવાનો શાસ્ત્રસંમત કાળ છે
આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વે બતાવેલા પાંચ મતો દ્વારા દર્શાવાયેલા કાળે પડિલેહણ કરવામાં આવે તો અંધારાને કારણે જીવદયાનું પાલન થાય નહીં, તેમ જ સૂર્યોદય પછી પડિલેહણ કરવામાં આવે તો જીવરક્ષામાં યત્ન થઈ શકે, પરંતુ સ્વાધ્યાયાદિ બળવાન યોગોનો નાશ થાય, જેથી સાધુ આત્માને તત્ત્વથી ભાવિત કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે નહીં, જેના કારણે પોતાના ભાવપ્રાણો પ્રત્યે ઉપેક્ષા થાય. આથી સાધુએ શાસ્ત્રસંમત એવા ઉચિત કાળે જ વસ્ત્રપડિલેહણા કરવી જોઈએ. ૨૫૮. અવતરણિકા:
अनादेशानामुन्यासप्रयोजनमाह - અવતરણિકાર્ય :
ગાથા ૨૫૫માં ન્યૂન-અધિક પ્રસ્ફોટના, પ્રમાર્જના અને વેળા બતાવી. તેમાં કાળથી જૂન-અધિકત્વ બતાડવા માટે, સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવવાને બદલે પાંચ અનાદેશો બતાવ્યા. ત્યારપછી આ પાંચ અનાદેશો કેમ શાસ્ત્રસંમત નથી, તે બતાવીને સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવ્યો.
તેથી જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવવાને બદલે અનાદેશો બતાવવાનું શું પ્રયોજન છે? તેથી અનાદેશોના ઉપન્યાસના=બતાવવાના, પ્રયોજનને કહે છે – ગાથા :
एए उ अणादेसा एत्थ असंबद्धभासगं पि गुरू ।
असढं तु पण्णविज्ज त्ति खावणट्ठा विणिद्दिट्ठा ॥२५९॥ અન્વયાર્થ :
સંવદ્ધમાસ પિકઅસંબદ્ધ ભાષક પણ સ૮ તુઅશઠને જ ગુરૂ-ગુરુ પUUવિM=પ્રજ્ઞાપના કરે= સમજાવે, ત્તિ એ પ્રમાણે રાવણg=ખ્યાપન અર્થે જણાવવા માટે, પત્થ અહીં શાસ્ત્રમાં, [૩માવેસા= વળી આ અનાદેશો વિદિા =વિનિર્દિષ્ટ છે=બતાવાયા છે. ગાથાર્થ :
અસંબદ્ધ ભાષક પણ અશઠ જ શિષ્યને ગુરુ સમજાવે, એ પ્રમાણે જણાવવા માટે શાસ્ત્રમાં વળી આ અનાદેશો બતાવાયા છે. ટીકા :
एते च कुर्कुटादयः अनादेशाः अत्र शास्त्रे विनिर्दिष्टा इति योगः, किमर्थमित्यत्राह-असम्बद्धभाषकमपि शिष्यमशठंत्विति योग: अशठमेव, गुरुः आचार्यः प्रज्ञापयेत् तत्त्वप्ररूपणया, इति एवं ख्यापनार्थ ज्ञापनार्थं विनिर्दिष्टा इति गाथार्थः ॥२५९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org