________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦
૪૩
પડિલેહણનો કાળ કયો છે ? તે બતાવે છે – પ્રતિક્રમણના અંતે ત્રણ થોયો બોલાઈ જાય પછી મુહપત્તિ, રજોહરણ, બે નિસેચિયા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો પડિલેહણ કરાયેલા થાય ત્યારે સૂર્યોદય થાય. આ પડિલેહણનો કાળ છે. ટીકા : __ "एवं आयरिया भणंति-सव्वे वि एए सच्छंदा, अंधकारे पडिस्सए हत्थरेहाओ सूरे उग्गए वि न दीसंति, इमो पडिलेहणाकालो, आवस्सए कए तिहिं थुतीहिं दिण्णियाहिं जहा पडिलेहणकालो भवति तहा आवस्सयं कायव्वं, इमेहि य दसहिं पडिलेहिएहिं जहा सूरो उठेइ ।
"मुहपोत्तिय रयहरणं दोन्नि निसिज्जा उ चोलपट्टो य । संथारुत्तरपट्टो तिन्नि उ कप्पा मुणेयव्वा ॥१॥" केई भणंति-एक्कारसमो दंडगो, एसो कालो, ततो जं ऊणं वा अइरित्तं वा कुणइ तं कालाओ ऊणातिरित्तं" ॥२५७।।
ટીકાર્ય :
.......... ન રીતિ આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, આચાર્ય કહે છે-સર્વ પણ આ=ગાથા ૨૫૫ માં પડિલેહણના વિષયમાં પાછળના ચાર મતો બતાવ્યા એ, સ્વચ્છંદ છે=આગમાનુસાર નથી.
તેમાં યુક્તિ બતાવે છે – અંધકારવાળા પ્રતિશ્રયમાં=ઉપાશ્રયમાં, સૂર્ય ઉદ્દગત હોતે છતે પણ હાથની રેખાઓ દેખાતી નથી. અહીં પ્રશ્ન થાય કે સર્વ મતો સ્વછંદ છે, તો પછી સવારના પડિલેહણનો કાળ કયો? તેથી કહે છેફો .............. સૂછે ઃ આ પડિલેહણનો કાળ છે– આવશ્યક કરાયે છતે અપાયેલી ત્રણ સ્તુતિઓ વડે વિશાલ લોચન સૂત્ર બોલવારૂપ ત્રણ થોયો કરવા વડે, જેવી રીતે પડિલેહણનો કાળ થાય, તેવી રીતે આવશ્યક કરવું જોઈએ, અને આ પ્રતિલેખિત એવાં દશ વડે-નીચે બતાવે છે એ પડિલેહણ કરાયેલ એવાં દશ વસ્ત્રો વડે, જેવી રીતે સૂર્ય ઊઠે છે=ઊગે છે, તે રીતે પડિલેહણ કરવું જોઈએ.
સૂર્યોદય થાય ત્યાં સુધીમાં પલવવાનાં દશ વસ્ત્રોનાં નામ બતાવે છે –
મુહપત્તિય ....... મુuોયલ્લા ૧. મુહપત્તિ ૨. રજોહરણ ૩-૪. વળી બે નિષદ્યા=નિસેથિયું અને ઓધારિયું, ૫. અને ચોલપટ્ટો ૬-૭ સંસ્મારક-ઉત્તરપટ્ટો ૮-૯-૧૦. વળી ત્રણ કલ્યો જાણવા.
છે મuiતિ ........ પારિત્ત કેટલાક કહે છે- અગિયારમો દાંડો. આ કાળ છે=આટલી ઉપધિનું પડિલેહણ થાય ત્યારે સૂર્યોદય થાય એ પડિલેહણનો કાળ છે. તેનાથી જે પડિલેહણ ન્યૂનને અથવા અતિરિક્તને કરે છે, તે પડિલેહણ કાળથી ન્યૂનઅતિરિક્ત છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કૂકડો બોલે ત્યારે પડિલેહણ કરવાનું કહેનારો મત અનાદેશ છે એમ બતાવ્યું. હવે કહે છે કે અન્ય પણ ચાર મતો અનાદેશ છે, અને તે ચારેય પણ મતો ક્રમસર સૂર્યોદયની નજીક નજીકના કાળમાં પડિલેહણ કરવાનું કહે છે. તેમાં પણ સૌથી છેલ્લો મત તો હાથની રેખાઓ દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે, પરંતુ તેવો નિયમ પણ વ્યાપક બની શકે નહીં, કેમ કે અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્યોદય થઈ જાય તોપણ હાથની રેખાઓ દેખાતી નથી, અને શાસ્ત્રકારોએ તો સૂર્યોદય થયા પછી દિવસની પ્રથમ પોરિસીમાં સાધુઓને સ્વાધ્યાય કરવાનું કહ્યું છે, તેથી છેલ્લા મત પ્રમાણે પણ પડિલેહણ કરવામાં આવે તો સૂત્રપોરિસીનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org