________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૫-૨૫૬
૪૧
ભાવાર્થ :
વસ્ત્રપડિલેહણમાં પ્રસ્ફોટનોની ન્યૂનતા કે અધિકતા કરવામાં આવે, પ્રમાર્જનાની ન્યૂનતા કે અધિકતા કરવામાં આવે, અથવા પડિલેહણના કાળથી પૂર્વે કે પડિલેહણનો કાળ વ્યતીત થયા પછી પડિલેહણ કરવામાં આવે, તો પ્રસ્ફોટન-પ્રમાર્જન-વેળા એ ત્રણેયને આશ્રયીને ન્યૂન-અધિકત્વ દોષની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રસ્ફોટન અને પ્રમાર્જનના વિષયમાં ન્યૂનતા અને અધિકતા સમજવી સુગમ છે, તેથી હવે વેળાના વિષયમાં ન્યૂનતા અને અધિકતા સમજાવવા માટે ગ્રંથકાર પ્રથમ વૃદ્ધસંપ્રદાયના બળથી પડિલેહણના કાળવિષયક પાંચ મતો બતાવે છે, તે આ પ્રમાણે :
અહીં પહેલો મત કૂકડો બોલે ત્યારે પડિલેહણ કરવાનું કહે છે. તે સૂર્યોદયથી એક પહોર પહેલાંનો કાળ છે; કેમ કે રાત્રિના ચોથા પહોરમાં કૂકડો બોલે છે. અને ત્યારપછી બીજો મત સૂર્યોદયથી પહેલાં સવાર જેવું કંઈક દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે. ત્રીજા મત પ્રમાણે અરુણોદય થયા પછી કંઈક પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવાનું છે. ચોથો મત અરુણોદય વખતે થતા પ્રકાશ કરતાં કંઈક વિશેષ પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે, અને પાંચમા મતનો કાળ સૂર્યોદયથી નજીકનો છે; કેમ કે હાથની રેખાઓ સૂર્યોદયની અતિનજીકનો કાળ હોય ત્યારે જ દેખાય છે. // રપપી અવતરણિકા:
एतेषां विभ्रमनिमित्तमाह - અવતરણિકાર્ય :
આમના=પૂર્વગાથામાં પડિલેહણનો કાળ દર્શાવનાર અન્ય આચાર્યોના પાંચ મતો બતાવ્યા એ આચાર્યોના, કાળવિષયક થતા વિભ્રમના નિમિત્તને-કારણને, કહે છે –
ગાથા :
देवसिया पडिलेहा जं चरिमाए त्ति विब्भमो एसो।
कुक्कुडगादिसिस्सा तत्थंऽधारं ति तो सेसा ॥२५६॥ અન્વયાર્થ:
નં જે કારણથી ટેવથી પવિત્નદા-દેવસિક પડિલેહણા વરHITચરમ પોરિસીમાં થાય છે, ત્તિ એથી
ડવિસિસ=કુકુટકાદેશીનો કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી એમ કહેનારનો, સો વિમો =આ વિભ્રમ છે. (કૂકડાદેશીનું કથન સત્ય કેમ નથી ? તેથી કહે છે –) તત્ત્વ ત્યાં કૂકડો બોલે છે તે કાળમાં, ગ્રંથા–અંધારું હોય છે. તિ=એથી (તનું કથન સત્ય નથી.) તો સેના–તેનાથી શેષ કૂકડાદેશી મતથી શેષ એવા ચાર મતો, (અનાદેશ છે.) ગાથાર્થ :
જે કારણથી દેવસિક પ્રતિલેખના ચરમ પોરિસીમાં થાય છે, એથી કૂકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવી, એમ કહેનારનો આ વિભ્રમ છે. કૂકડાદેશીનું કથન સાચું કેમ નથી? તેથી કહે છે– કૂકડો બોલે છે. તે કાળમાં અંધકાર હોય છે, તેથી તેનું કથન સાચું નથી. કૂકડાદેશી મતથી શેષ ચાર મતો અનાદેશ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org