________________
૩૮
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૩-૨૫૪ અહીં શંકા થાય કે પ્રત્યુપેક્ષણા શબ્દનો અર્થ “નિરીક્ષણની આદિવાળી ક્રિયા” એવો થઈ શકે, પરંતુ વિટિયાના બંધના અવસાનવાળી નિરીક્ષણની આદિવાળી ક્રિયા” એવો કઈ રીતે થઈ શકે ? તેમાં હેતુ આપે છે – પ્રત્યુપેક્ષણ શબ્દનું ઉપલક્ષણપણું છે.
આ રીતે=ઉપરમાં બતાવ્યાં એ રીતે, ત્રણ પદો છે, અને આમાં–ત્રણ પદોમાં, આઠ ભેગો થાય છે. અને તે રીતે કહે છે–આઠ અંગો છે=આઠ ભાંગાવાળા પદો છે. અહીં આઠ ભંગપદો છે એમાં, પહેલા ભાંગારૂપ જે ઉપન્યસ્ત જ પ્રથમ પદ એ પ્રશસ્ત છે=મુક્તિ સાથે અવિરોધવાળું છે, વળી શેષ વિપર્યાસાદિ દોષોવાળા સાત પદો, અપ્રશસ્ત છે મુક્તિનાં સાધક નથી, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
પડિલેહણની ક્રિયા વસ્ત્રનું નિરીક્ષણ, પછી પ્રસ્ફોટન, પછી પ્રમાર્જન કર્યા પછી વિટિયો બાંધવા સુધી ગ્રહણ કરવાની છે; અને તે સર્વ ક્રિયા પ્રસ્ફોટનાદિથી ન્યૂન કે અતિરિક્ત હોવી જોઈએ નહીં.
આ રીતે કરવાથી પડિલેહણની ક્રિયા પરિપૂર્ણ શુદ્ધ થાય. આમ છતાં, પડિલેહણની ક્રિયામાં બાળ-શૈક્ષવૃદ્ધ આદિની ઉપધિનું પડિલેહણ વિફર્યાસથી કરે અર્થાત્ આડા-અવળા ક્રમથી કરે, તો પ્રસ્ફોટનાદિથી શુદ્ધ હોવા છતાં પણ વિપર્યાસદોષવાળી હોવાથી પડિલેહણા પરિપૂર્ણ શુદ્ધ કહેવાય નહિ, અને ઉપધિના પડિલેહણનો ક્રમ જે રીતે શાસ્ત્રમાં બતાવ્યો છે, તેને છોડીને વિપરીત ક્રમથી પડિલેહણ કરવામાં આવે તોપણ પડિલેહણની ક્રિયા પરિપૂર્ણ શુદ્ધ કહેવાય નહિ.
વળી આ ત્રણ પદોથી જે આઠ ભાંગાઓની પ્રાપ્તિ થાય છે, તેમાં પડિલેહણની ક્રિયા અન્યૂન-અનતિરિક્તઅવિપર્યાસવાળી કરવાથી જ પરિશુદ્ધ બને છે, જે પ્રથમ ભાંગારૂપ છે, અને તે પ્રથમ ભાંગાથી કરાયેલ ક્રિયા મુક્તિ સાથે અવિરોધી છે અર્થાત્ મુક્તિને અનુકૂળ એવી નિર્જરાનું કારણ છે. અને આ ત્રણ પદોને આશ્રયીને બાકીના સાત ભાગાઓ કંઈક દોષવાળા છે. આથી આ સાતેય ભાંગામાંથી કોઈ પણ ભાંગાથી પડિલેહણ કરવામાં આવે તો તે અપ્રશસ્ત છે અર્થાત્ નિર્જરાનું કારણ બને નહિ.
આનાથી એ ફલિત થાય કે જે સાધુ શાસ્ત્રોક્ત વિધિનો સમ્યગુ બોધ કરીને તે વિધિ પ્રમાણે સર્વ ક્રિયાઓ કરવાની બળવાન રુચિવાળા હોય અને તે પ્રમાણે કરવા માટે અપ્રમાદપૂર્વક શક્ય પ્રયત્ન કરતા હોય; આમ છતાં અભ્યાસદશામાં તે પ્રકારે ક્રિયાઓ કરવામાં કાંઈક ત્રુટિઓ થતી હોય, તો તેવા સાધુની તે પડિલેહણાદિની ક્રિયાઓ શુદ્ધિને અભિમુખ છે, તેથી તેઓ નિર્જરા પ્રાપ્ત કરે છે; પરંતુ જેઓ તે પ્રકારના યત્ન વગર યથા-તથા પડિલેહણાદિની ક્રિયાઓ કરતા હોય તેવા સાધુને તે તે ક્રિયાઓ કરવા છતાં નિર્જરા પ્રાપ્ત થતી નથી. ઊલટું શાસ્ત્રવિધિને જાણવા-આચરવા પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વજ્ઞવચન પ્રત્યેના અનાદરને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ર૫૩ી અવતરણિકા :
अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં શુદ્ધ પડિલેહણાનાં ત્રણ પદોને આશ્રયીને આઠ ભાંગા દર્શાવ્યા. હવે તે ત્રણ પદોરૂપ અવયવોના અર્થને વળી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org