________________
૩૪
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: વસ્ત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૫૧ અન્વયાર્થ :
તિષ્ઠ રેvi શુITI-ત્રણથી વધારે વાર વસ્ત્રનું ધૂનન વદૂદા વા ઘંજુ=અથવા બહુને ઘણાં વસ્ત્રોને, ગ્રહણ કરીને અમો એક સાથે ધુફુ ધુણાવે છે, (એ અનેકરૂપધૂનન છે.) ઘોડાપમUT=અને પ્રસ્ફોટન-પ્રમાર્જનામાં સંચિં =શંક્તિ થયે છતે પમાડું પ્રમાદી TUTUાં રિ=ગણનાને કરે. ગાથાર્થ :
ત્રણથી અધિક વાર વસ્ત્રને ધુણાવે અથવા ઘણાં વસ્ત્રોને ગ્રહણ કરીને એક સાથે ધુણાવે, એ અનેકરૂપધૂનન દોષ છે. પ્રસ્ફોટનની અને પ્રમાર્જનની સંખ્યાના વિષયમાં શંકિત થયેલ પ્રમાદી સાધુ ગણના કરે, તે પ્રત્યુપેક્ષણાનો છઠ્ઠો દોષ છે. ટીકા :
धुननं त्रयाणां वाराणां परेण कुर्वतः, बहूनि वा वस्त्राणि गृहीत्वा एकतो धुनाति-युगपद्धनातीति । प्रस्फोटनप्रमार्जनासु च प्रस्फोटनेषु उक्तलक्षणेष्वेव प्रमार्जनेषु च उक्तलक्षणेष्वेव, शङ्कित इति शङ्कायां सत्यां गणनां कुर्यात्प्रमादी, भावार्थो निदर्शित एवेति गाथार्थः ॥२५१॥ ટીકાર્ય :
ત્રણ વારથી અધિક ધુનનને કરતા એવાને ત્રણ વારથી વધારે વાર વસ્ત્રને ધુણાવતા સાધુને, અનેકરૂપધૂનન થાય છે, અથવા બહુ વસ્ત્રોને ગ્રહણ કરીને એકથી ધુણાવે છે એકસાથે ધુણાવે છે, એ અનેકરૂપધૂનન છે. અને પ્રસ્ફોટન-પ્રમાર્જનામાં કહેવાયેલ લક્ષણવાળા જ પ્રસ્ફોટનમાં અને કહેવાયેલ લક્ષણવાળા જ પ્રમાર્જનમાં, શંકિત થયે છતે શંકા હોતે છતે, પ્રમાદવાળો ગણનાને કરે. ભાવાર્થ દર્શાવાયો જ છે=આ છટ્ટો દોષનો ભાવાર્થ ગાથા ૨૪૯માં ગ્રંથકાર વડે બતાવાયો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૫) અનેકરૂપધૂનનદોષ :
વસ્ત્રનું ચક્ષુથી પડિલેહણ કર્યા પછી પપૂર્વો કરતી વખતે દરેક વસ્ત્રને આગળ-પાછળ ત્રણ ત્રણ વખત ધુણાવવાના છે. તેને બદલે ત્રણથી અધિક વાર ધુણાવે, અથવા ઘણાં વસ્ત્રોને ગ્રહણ કરીને એકી સાથે ત્રણ ત્રણ વાર ધુણાવે તો પ્રત્યુપેક્ષણાનો અનેકરૂપધૂનનદોષ થાય છે. (૬) ગણનોપગદોષ :
વળી, પૂર્વમાં કહેલ લક્ષણવાળા જ નવ પ્રસ્ફોટનમાં અને પૂર્વમાં કહેલ લક્ષણવાળા જ ત્રણ પ્રમાર્જનમાં શંકા થયે છતે પ્રમાદી સાધુ પ્રસ્ફોટન અને પ્રમાર્જનની સંખ્યામાં ગણના કરે, એ પ્રપેક્ષણાનો ગણનોપગ નામનો છઠ્ઠો દોષ છે.
આનો ભાવાર્થ ગાથા ૨૪૯માં નિદર્શિત જ છે. આશય એ છે કે પ્રત્યુપેક્ષણામાં પ્રસ્ફોટનની અને પ્રમાર્જનની સંખ્યા ગણવાની નથી, પરંતુ અત્યંત ઉપયોગપૂર્વક પ્રત્યુપેક્ષણા કરવાની છે, જેથી સંખ્યાની ગણના વગર પણ સહજ રીતે પ્રસ્ફોટનાદિ સંખ્યાયુક્ત થાય; કેમ કે સાધુ સંખ્યા ગણવામાં ઉપયુક્ત રહે તો જીવરક્ષામાં બરાબર ઉપયોગ રાખી શકે નહિ. આથી સાધુએ પડિલેહણ કરતી વખતે પ્રમાદ જ કરવો જોઈએ નહીં. આ પ્રકારનો ભાવાર્થ જે ગાથા ૨૪૯માં ગ્રંથકારે બતાવેલો. તે અહીં ગ્રહણ કરવાનો છે. ૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org